Friday, 13 January 2023

લે પકડ


 લે પકડ..!

ઘોઘીએ ઘરમાં આવી સીધો ઘોઘાના હાથમાં એક કાગળ પકડાવતા કહ્યું.


આ શું છે..? ઘોઘાએ ઘોઘીને પુછ્યું.


ઘોઘાની સામે પડેલી ટીપોય પરથી ઘોઘાએ લંબાવેલા પગ ઉપાડીને ઝટકા ભેર નીચે મુકી  ઘોઘી સતત ઘોઘા સામે રહેતી ટીપોય પર બેસી ગૈ

ઘોઘીએ ઘોઘાને કહ્યું.


સ્ક્રીપ્ટ...!


શેની સ્ક્રીપ્ટ ..?


ઘોઘીએ ઘોઘાની આંખમાં આંખ પરોવી કહ્યું.

અધુરી આત્મ કથા.


અરે પણ આ તો, ઘોઘો આગળ કૈ બોલે એ પહેલાજ ઘોઘીએ કહ્યું.


હાં એજ..!


ઘોઘા.! તારે કૈ કહેવાની જરૂર નથી..!


મને ખબર છે...!


આ એજ તારા ભાઈબંધના ભાઈબંધની વર્ષો પહેલાં લખેલી હતી,

એજ અધુરી આત્મ કથા છે.!


હાં પણ, એ તો બરોબર પણ,,,


ઘોઘો મુંજાય ગ્યો.


અકલે ઘોઘીએ કહ્યું.


શુ તૂ પણ ઘોઘા..!


હાં પણ, એ તો બરોબર પણ, 


એજ કાગળીયો છે ને..!?


કાગળ પર નજર ફેરવતા ઘોઘાએ કહ્યું. 

હાં પણ એ તો એજ છે પણ અધુરો છે.


હાં ઘોઘા મને ખબર છે, એ અધુરોજ છે..!

ઘોઘીએ બે અર્થમાં કહ્યું.


બીજો ભાગ મારી પાસે છે..!


ઘોઘીએ પોતાની પાસે રાખેલો કાગળ ઘોઘાને બતાવતા કહ્યું.


ઘોઘાએ કહ્યું. અચ્છા..!


તો હવે આનુ શુ કરવાનુ છે...?


અથાણુ...! ઘોઘીએ ગુસ્સે થૈ કહ્યું.


એમા ગુસ્સે શુ થાય છે,ખાલી પુછુ છુ એમા ..!


તો શુ કરૂ બીજુ ..!


ના તો તુ કદિ કૈ સીધુ બોલે છે.!


ના તો તને સીધુ કશુ સમજાય છે..!


લે એમાય મારો વાંક્ક..!


ના..! તારો શેમાય કૈ વાંક્ક નૈ હો..!


તૂ તો બૌવજ ડાયો....


મારાજ કોઈ જુના ગુનાહ કે મને

તારા જેવો ભૂત ભટકાયો...


ઘોઘીએ વ્યંગ સહ વ્યથા ઠાલવી.


ઘોઘાએ કહ્યું


બસ હવે બૌ લપ ના કર અને


આ કાગળ પકડી પકડાવીને,


તુ શુ કહેવા ચાહે છે એ બોલને..!


એક તો મને ઊંઘ આવે છે.!


હાં હાં એ સીવાય બીજુ તને આવે છેય શું...!


નીંદર...


હુહ..! સૂઈજા હવે..!


તારામાં ખબર નૈ હુ ક્યારે શુ વઘારીશ... 

કાગળની વાત કાલે આગળ વધારીસ...


એમ બબડતી ઘોઘી.,


ઘોઘાને સોફાપર સુવાડી ઘેર વૈ ગૈ...


ક્રમશઃ........

No comments:

Post a Comment