Monday, 20 February 2023

અનંત આત્મા ને આહ્વાન

"

​👻 અતૃપ્ત આત્માને આહ્વાન 👻

​વર્ષો પહેલાં....

​ખંડેર મધ્યે....

​રાતના એકાંતમાં....

​ભાઈબંધ....

​અનંત અતૃપ્ત આત્માને આહ્વાન કરતાં કહેતો કે,

​હે અકસ્માતે અકાળે મરણે જ-નારી 

​સૂક્ષ્મ દેહધારી...

​હું અતૃપ્ત નર છું, તું છે અતૃપ્ત નારી...

​છે એકસરખી આપણી લાચારી...

​તો આવ મન-હૃદયથી,

​હું તને આપું છું આહ્વાન...

​તને તૃપ્તિ મળી જશે, મને તૃપ્તિ મળી જશે.

​મને તૃપ્તિ મળી જશે, તને મુક્તિ મળી જશે.

​હું પણ તૃપ્ત થઈશ, તું પણ તૃપ્ત થઈ જશે.

​હું પણ મુક્ત થઈશ, તું પણ મુક્ત થઈ જશે.

​"અનંત" અધૂરી-મધૂરી ઈચ્છાઓ સાથે,

​અકસ્માતે અકાળે દેહ છોડ-નાર ...

​હું તને હૃદયપૂર્વક આહ્વાન આપું છું.

​આવ સૂક્ષ્મ દેહ ધારી, મુજ અતૃપ્ત નર પાસે આવ...

​તને તૃપ્તિ મળી જશે, મને તૃપ્તિ મળી જશે.

​મને તૃપ્તિ મળી જશે, તને મુક્તિ મળી જશે.

​હું પણ તૃપ્ત થઈશ, તું પણ તૃપ્ત થઈ જશે.

​હું પણ મુક્ત થઈશ, તું પણ મુક્ત થઈ જશે.

​"અનંત"

No comments:

Post a Comment