Sunday, 26 February 2023

પ્રાણ છે ત્યાં સુધી શરીર...

 

પ્રાણ છે ત્યાં સુધી શરીર... 

પછી સૌ કોઈ માટી... 

આમ તો જોકે માણસ નામે માટી... 

માણસ માત્ર નહીં બલ્કે પ્રાણી માત્ર માટી..

મગર... 

પ્રાણ છુટયા પહેલા યા પ્રાણ છુટયા પછી...

જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી હોય છે, 

હાડ માંસ અને ચામડાનુ શરીર... 

પરંતુ આ હાડ માંસ ચામડાના શરીરની ભીતર... 

લાગણી, પ્રેમ, સુખ, દુ:ખ, આક્રોશ આનંદ 

આ તમામ જે સુક્ષ્મ રૂપે હોય છે, 

તે તમામ માટી જેવા હોય છે.! 

તેથીજ તો ક્યારેક તેમા તીરાડ પડે છે, 

ક્યારેક તેમા લાગણી થકી ભીનાશ રહે છે, 

ક્યારેક ક્રોધ થકી કઠોર બને છે.! 

તો ક્યારેક દગા થકી તુટી ને ચુર ચુર થઈ જાય છે.! 


એ તમામ સુક્ષ્મ ભીતરી માટી થકી 

ઉપર ઉપરથી હાંડ માંસ અને ચામડાથી 

ઢંકાયેલ માનવીના 

ભાંગી ને ભુક્કે ભુક્કા થઈ જાય છે.!

ત્યાર બાદ પણ માણસ કે માણસી 

અર્થાત્ 

નર કે નારી 

અર્થાત્ 

છોકરો કે છોકરી 

અર્થાત્ સ્ત્રી કે પુરૂષ 

ઉપરથી દેખાય છે આખે આખા અખંડ.! 

મગર ભીતર તીતર બીતર.... 

ખૈર.... 

તુટેલુ જોડવુ તો પડેજ યેનકેન પ્રકારે... 

ત્યારે... 

ભઢ્ઢી ની આગ વચ્ચે પરસેવ લથબથ... 

એ જે ભીતર તુટ્યુ હોય તેને જોડવા... 

શબ્દો, ગીત, સંગીત વગેરે ખૂબ મદદ કરે છે.! 

હું કાયમ તુટ્યા પછી મારી જાતને 

આવા બધા ગીતો સાંભળી સાંધુ છું..! 

આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે 

લખીને રાખ્યું હતું જે હાથ લાગતા 

મે અહીં બાફી માર્યું 

અર્થાત્ 

છાપી માર્યું... 

લખ્યા પછી અનંતે પોતે જે જે 

ગીત સાંભળી સાંભળીને પોતાને સાંંધતો હતો 

તે ગીતોની એક એક લાઈન પણ લખી હતી... 

એ મુજબના તમામ ગીતો

આજે હું અહીં મુકી રહ્યો છું.! 

લે તું પણ સાંભળ... 













No comments:

Post a Comment