એક જમવામાં ને બીજી વાંચવામાં કદી ઉતાવળ ના કરવી !
બન્નેમાં નહિ તો સ્વાદ નહીં આવે પેટ અને મગજનું હમેશા ધ્યાન રાખવું !
બહાર એક
બીજું અંદર ત્રીજું
વિશ્વ ઈ.નેટ
જી હા ! આ નેટને થોડાજ સમય પછી પહેલી દુનિયાના માનવી ત્રીજા વિશ્વ તરીકે સ્વીકારશે !
કદાચ સ્વીકારી લીધું હોય એવું પણ બને !
અને આ ત્રીજું વિશ્વ બિલકુલ બીજા વિશ્વ જેવુ જ છે.
જે આપણાં સૌની અંદર છે’ એવુજ એક શૂક્ષ્મ જગત છે આ ત્રીજું વિશ્વ.
અને આ ત્રીજા વિશ્વમાં એક અદભૂત અને અલૌકિક નગર આવેલું છે ! એ નગરનું નામ છે !“ફેસબુક”
બીજા જુદા જુદા નામે પણ ઘણા ગામ છે અહી !પણ મે એ જોયા નથી શું કરું ? જે જોયું એની વાત થાય બરાબરને ? મે બસ એક “ફેસબુક” નગર જોયું છે એટલે જ વાત કરું “ફેસબુક”નગરની. અહી ઘણી બધી વસ્તી છે. અને હજુ એ વસ્તી વધતી જ જાય છે હું આ મસ્ત મસ્ત; નગરમાં હજુ થોડા સમય થયા જ રહેવા આવ્યો છું.
મને આ મસ્ત નગરમાં ઘર એટલે કે પ્રોફાઇલ બનાવી આપી છે.મારા નાનકડા ભાઈ રૂપારેલ; ચિરાગે. જેની પોતાની પણ;એક અલગ જ ઓળખ છે. તે પોતે; ફિલ્મ ડિરેક્ટર;છે.જે ત્રણ પિક્ચર બનાવી ચૂક્યા છે. અનુ ક્રમે(1)ઘ સિક્રેટ(2)સિટી ધ ઘોસ્ટ(3)નાઇન મિરેકલ્સ.”એમનું પણ અહી એક ઘર છે” હવે હું અહી રહેવા તોઆવી ગયો પણ મુશ્કેલી એ હતી કે હું અહી રહીને કરીશ શું?
હા મારી પાસે કામ હતું મારા બે આત્મ સખા મિત્ર “અનંત”અને”અજ્ઞાની”નું વર્ષો પહેલા લખેલું અસ્ત વ્યસ્ત હાલતમાં પડેલું સાહિત્ય.જે મારે સુધારી મઠારીને તેને બહાર લાવવાનું! ચિરાગની પણ ઈચ્છા હતી કે વર્ષો પહેલા લખાયેલું આ બન્નેનું સાહિત્ય.બહાર આવે અને એ માટે આ“ફેસબુક”વધુ અનુકૂળ છે.
એવું વિચારી ચિરાગે મને અહી ગોઠવી દીધો.
પણ મારી વધારાની એક સમસ્યા એ હતી કે !
સદીયો પહેલા ભારત પર અંગ્રેજો રાજ કરી ગયા;
અહી એની અસર વર્તાઇ કેમકે અહી અગ્રેજી ભાષાનુ
વર્ચસ્વ વધુ હતું અને હું એ ભાષા સમજવામાં સાવ;
કાચો કારણ “આઠ ચોપડી પરાણે પાસ “હવે શું કરવું ?
પણ મારી એ સમસ્યાનું નિરાકરણ કર્યું મારા વડીલ
મિત્ર શ્રી જગદીશ ભાઈ ભટ્ટે જે જી.ઇ.બી.માં સર્વિસ કરે છે. “એમનું પણ અહી જ એક ઘર છે” એમણે મને ગુજરાતી ભાષા માટે “ગૂગલ ઈન્ડિક”
નામના સૉફ્ટવેર વિષે માહિતી આપી પણ જેમ આદુનીયા મારા માટે નવી એમ અહી પ્રવેસવાનો રસ્તો એટલે કે કોમ્પ્યુટર પણ મારા માટે નવું; એને કેમ વાપરવું એનું પ્રાથમિક જ્ઞાન પણ નહીં જેવુ એટલે મને બીજું કશું ના આવડે! એટલે એ કામ; પણ ચિરાગે કરી આપ્યું’
અને હું અહી રહેવા આવી ગયો આપ સૌની સાથે;
હવે હું મારી એ લાગણી વ્યક્ત કરવા પ્રેરયો કે આ ;
ત્રીજા વિશ્વમાં આવેલા આ “ફેસબુક”નગરમાં મને કેવો અનુભવ થઈ રહ્યો છે મને કેવી કેવી લાગણી થાય છે. એ હું વ્યક્ત કરું આપના સાનિધ્યમાં!
હવે હું ફેસ બુક ને કેવળ એક નગરના નામે જ સંબોધીશ; તો !આ નગર આપણામાં આવેલ બીજા વિશ્વ જેવુ જ છે ! હા’ થોડો ફેર ખરો અહી સૌ એક બીજાની આકૃતિ જોઈ શકે છે બાકી તો આ નગર;પણ એક શૂક્ષ્મ નગર છે. અહી શરીર નથી હા ! બધાના ચહેરાની આકૃતિ ખરી! ફક્ત આકૃતિ જ ! કોઈની અસલ તો કોઈએ વળી અન્યની આકૃતિનો ઉપિયોગ કર્યો છે. અને એમાં કશું ખોટું ક્યાં હે ?
પણ અહી ખરી મજા એ છે કે અહી કોઈજ શરીર નથી. કેવળ આત્મા જ આત્મા છે અને આમેય મને' આત્માઓ સાથે રહેવું ,આત્માઓ સાથે વાતો કરવી ગમે !
"અહી આત્મા બોલે છે ને આત્મા જ સાંભળે છે" અહી બધાએ પોતાના ઘરો એટલે કે; પ્રોફાઇલ “વોલ”એટલે અહી ગુજરાતીમાં દીવાલ ‘હા તો અહી બધાએ પોત પોતાના ઘરની દીવાલોને મસ્ત મસ્ત;સુંદર ચિત્રો,ફોટાઓ,સુંદર,હસ્ત લિખિત કે પછી કોઈ અન્ય રચનાકારની રચનાઓથી એ રીતેસજાવી છે;જાણે કોઈ આર્ટ ગેલેરી ! ભઈ વાહ !!!
વાત આટલેથી નથી અટકતી !પણ એથીયે મજાની વાત એ છે કે અહી જે કોઈ તમારા પડોસી મિત્ર હોય !
તમે એમના ઘરમાં એમની રાજા લીધા વિના
પણ જઈ શકો છો’ના આવકાર ની અપેક્ષા ના જાકારાની ચિંતા ! પણ એથી સાવ ઊલટું અહી; તમે કોઈ પણના ઘરમાં ચક્કર મારો એ જ મહત્વનુ;
ગમે ત્યારે ગમે તેના ઘરે જવાની ખુલ્લી પરવાનગી;
અને પછી એયને ચિત્રો,ફોટાઓ. લેખો, કવિતાઓ,
જેવી અલગ અલગ રીતે એમણે વ્યક્ત કરેલી નિજી;
લાગણીઓ માણવાની એને સમજવાની !આ પણ એક અલગજ મજા! હેને?
અને જો તમને તમારા એ પ્યારા મિત્રની કોઈ અભિવ્યક્તિ ગમી જાય તો ;
પોતાનો અભિપ્રાય આપવાની પણ છુટ !
હા હું પણ ક્યારેક સમયની અનુકૂળતા હોય ત્યારે ચૂપ ચાપ કોઈના ઘરમાં ઘૂસી જાવ છું.અહી એવું કરવામાં ગુનો લાગુ ના પડે ઊલટું એ જ બધાને ગમે ! એયને મજેથી ચક્કર મારુ છું મને ગમે તો
એમની જ દીવાલ પર કશુક સારું લખી આવું છું
સારું જ લખવાનું !બધાયે એમજ કરવાનું હોને !
પણ મને અહી મારી અભણતા આડી આવે છે! “અગ્રેજો ગયા પણ ભાષા છોડતા ગયા” અને હું મુંજાઈ જાવ મને આ વિદેશી ભાષા ના ફાવે !સાવ ના આવડે એવુય નહીં પણ પાકકું તમારા બધા જેટલું તો ના જ ફાવે! અને મને ના આવડે એટલે શું હે ?
મને ના ફાવે એ મારી ખામી !અને ‘શીખવું તો બધુ જરૂરી જેટલુ પણ શિખાય હે ને’?
પણ મને ના સમજાય એમાં કોઈ શું કરે હે !કોઈએ વિદેશી ભાષામાં ના લખવું એવુય નથી કહેતો ! અને જે એ ભાષાનો ઉપિયોગ કરે છે એની સામે પણ મારો વિરોધ નથી! પણ મને એમ થાય કે કાશ....
હું સમજી શક્યો હોત તો થોડું શીખી શક્યો હોત એમાથીયે હે ને ?
ખેર... પ્રયત્ન કરીશ કદાચ કોક દી’આવડી પણ જાય હે ને ?
પણ આતો આપણી ભાષામાં હોય તો જરા વધુ સમજાય અને મજા આવે શું ક્યો છો ?
આ રીતે તમે કોઈના પણ ઘરમાં એમની રજા વગર જઇ શકો આ શું જેવી તેવી વાત છે હે?
એમના ઘરમાં જઇ એમની સજાવેલી દીવાલો જોઈ એમની જ દીવાલ પર તમારા અભિપ્રાય આપી શકો પણ હા !કોઈ ગંદી હરકત નહીં કરવાની નહિતો પછી સીધા ગામની બહાર ! આ તો એક વાત થાય છે !કોઈ સમજુ આત્મા એવું કરે જ નહીં ! હે ને ?
તેમ છતાં ભઈ ગામ હોય ત્યાં ઉકેળો તો હોય......! એ તો આપણાં હાથની વાત કે આપણે આપણી; દીવાલ કોઈને ગંદી કરવા દેવી કે નહીં! અગર એવું કશું થાય તો ડિલીટ વિકલ્પ આપણાં જ હાથના; આગળમાં ! છે ને ? એટલે આમ તો વિકલ્પ આ ઘરની વ્યવસ્થમાં જ છે !બસ એવું કશું થાય તો કરી નાખવાનું ડિલીટ!
ઘણા એવું પણ વિચારે છે કે આવી ડિલીટની;વ્યવસ્થા અસલ જીવનમાં હોત તો !!!!!
અરે !ભાઈ કાઇ જ જરૂર નથી અસલ જીવનમાં ડિલીટ ફિલિટની એદુનિયામાં બધુ આપો આપ જ ડિલીટ થતું જશે એના સમયે હે ને ?
અહી ઘણાને વિકસવાનો પણ એક મજાનો અવસર;
મળે !અહી ના કોઈ નાનું ના કોઈ મોટું બધા બધા; ને બધાજ સરખા બધાને પોતાની લાગણી ખુલ્લા દિલથી વ્યક્ત કરવાની છૂટ ! અહી પણ પહેલા
વિશ્વની માફક બધા પોત પોતાના વર્તુળ રચી લ્યે ;
ને પછી સૌ સૌના મિજાજ મુજબ ચર્ચાઓ કરે એમાં ખોટું શું હે?
આમ તો જગતમાં કોઈ નાનું છે જ નહીં અને એનાથી તો મોટું કોઈ હોય જ ના શકે!
“ જે સૌથી નાનું સમજોને શૂક્ષ્મ એ જ સૌથી મોટું”
તો અહી કોઈ નાનો જેને લોકો નાનો ગણે છે !
એવો માણસ પણ ક્યારેક એ કહેવાતા મોટાને પણ !
પણ મોટી વાત કહી જાય છે !
અને એ કારણે જ તો આપણી સરકારમાં બેઠેલા ડરપોકો ડરી ગયા કે કોઈ એમને આ માધ્યમ દ્વારા ઉઘાડા પાડી દેશેતો?
પણ એ નાદાનો એ નથી જાણતા કે ઉઘાડા; પળવાના ડરને કારણે ! આ નગર ઉજાડવાના; વિચાર માત્રથી તે સામે ચાલીને ઉઘાડા પડી જ; ગયા છે. એમને કદાચ એ ખબર નથી કે તેઓ
"એક; રસ્તો બંધ કરશે તો બીજા હજાર રસ્તા ખૂલી જશે"! કદાચ જો એવું બનશે તો ત્યારે એક નવા પ્રલયનું નિર્માણ થશે ! પણ આખી દુનિયા ક્યારેય ખતમ થઈ નથી અને થવાની પણ નથી જ !!!
આપણે બધા આજે અહી છીયે ! શું એ !એ વાતનો પુરાવો નથી !કે દુનિયા આખી ક્યારેય ખતમ થઈ નથી !
પ્રલયની વાત નિકળીજ છે તો હવે “અજ્ઞાની”ની
પ્રલય વિષેની વિચાર ધારામાં થોડું વહી લઈએ ;
************************************************************************************
પ્રલય...........
હા ! આ પ્રલયની આગાહી !
હમણાં હમણાં ઘણી થાય છે !
તો શું ડરી જવાનું ?
અને કદાચ પ્રલય થાય તોય શું ?
એ કોઈ પહેલીજ વાર બનતી ઘટના નથી;
અને છેલ્લી વારની પણ નહીં જ હોય !
સદીઓથી આ ઘટના ઘટતી આવે છે !
એમાં કશું જ નવું નથી !
તો શું આ દુનિયા પૂરે પૂરી ખતમ થઈ ?
આપણું આ દુનિયાનમાં હોવું !
શું એ વાતની સાબિતી નથી કે !
આ દુનિયા ક્યારેય પુરે પુરી ખતમ નથી જ થઈ !
અને થવાની પણ નથી !!!!!
બની શકે એવું પણ કે !
ઘરના પાયાનું ખોદાણ કરતા !
અસ્થિ આપણને આપણા જ મળે.....!!!
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
વાત ક્યાંય ક્યાં નીકળી ગઈ !શું કરું ?
ખેર ચાલો ફરી આ રળિયામણા નગરની વાતો કરું હે ને ? તો આ નગરમાં રહેવાના બીજા કેટલાક મસ્ત મજાનાં ફાયદા જોઇયે !
આ શરીર વગરની આત્માઓની દુનિયામાં ઘણાના મન મળી જાય છે !ને પછી પહેલા વિશ્વમાં એટલે કે;
શરીરની દુનિયા જેમાં શરીરો ભટકે છે ત્યાં જઈ એમના શરીર શરીરથી મળી જાય છે.
હું એવા આ આત્માની દુનિયામાં મળેલાઓને વિનંતી
કરું છું કે ! અહી જેમ તમારા આત્મા મળી ગયા અને તમે એક બીજામાં ભળી ગયા એજ રીતે શરીરની દુનિયામાં રહીને પણ આત્માથી જોડાયેલા રહેજો ! કેમકે એ જ કાયમ રહે છે શરીર નહીં !
બીજી એક ઘટના અહી એ બને છે કે બહારની દુનિયામાં વર્ષોથી વિખૂટા પડેલાને અહી શોધવાથી; એટલે કે !
આ ત્રીજા વિશ્વમાં શોધવાથી મળી જાયછે.
અને એમ કરતાં કરતાં રોજ રોજ નવા નવા સબંધો;
વિકસતા જાય છે. પછી તો જાણે એક મોટો પરિવાર .........બની જાય છે ; અહી પણ બધા તહેવારો આનંદથી
ઉજવાય છે. અહી જન્મ દિવસની શુભ કામનાઓનો;
વરસાદ વર્ષે છે. અહી જોડાય છે એમ કદાચ કઈક તૂટતું પણ હશે તો પણ એનો અવાજ નહીં સંભળાય;
કેમકે અહી નીરવ શાંતિ છે. અહી જે વાતો થાય છે એનો અવાજ એટલો ધીમો હોય છે કદાચ આપણને પણ નહીં સાંભળતો હોય કેમકે !
“અહી આત્મા બોલે છે ને આત્મા જ સાંભળે છે “ બહાર થતાં જગડા નો અવાજ કદાચ અહી સંભળાય છે પણ અહી થતાં !હા ક્યારેક થાય એ તો એમાં શું !તો
હુ એમ કહેતો હતો કે અહી થતાં જગડા નો અવાજ ક્યારેય બહારના લોકોને નથી સંભળાતો !જરૂરેય નથી. હે ને ?
અને હા હજુ એક વાત રહી ગઈ કેટલાય નિવૃત લોકોને આ દુનિયામાં; સુંદર રીતે સમય પસાર કરવાની પ્રવૃતિ મળી ગઈ જેમને બહાર એક પણ મિત્ર નથી એમણે અહી હજારો મળી ગયા છે!
હજુ એક મુદાની વાત રહી ગઈ !
“અહી સબંધ છે પણ કોઈજ બંધન નથી”
હવે તો હાઉ ક્યો મને નીંદર આવે છે! કેટલા વાગ્યા ખબર છે ?
આ પૂરું નહીં કરુ ને તો હમણાં કુકડા બોલશે ! આમેય મને આટલું જ આવડે બસ સાવ ટૂંકું ને ટચ મને લાંબુ લાંબુ લખતા ના આવડે
સાચું કહું છું ખોટું નથી બોલતો કાઇ.....
ઠીક લ્યો ત્યારે બધા બધા ને બધાજ આત્માઓને કહું છું ....
શુભ...રાત્રિ........!!!!
*બ્લાસ્ટ*
"અનંત "
અંદર બહાર
બહાર અંદર
અનેક અર્થમાં....
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02aJaqXKitGEbkSgycFeDmhCNiBhCrxVvJCUgv5wX6V6nzmC2hFhk58m8qJyS6dTAAl&id=100002991311961&mibextid=Nif5oz
No comments:
Post a Comment