Wednesday, 8 March 2023

બંધ કર નયન કમાડ

 મે ક્યાં કશું વધારે કીધું ?

એક સત્ય સવારે સવારે કીધું.  


“અજ્ઞાની” એણે મને અતારે કીધું 

જે પણ કીધું “ઈ”ના ઇશારે. કીધું.

@@@@@@@@@@@@@@@@@ @@@@@@@@


યુગોથી જગાડવા વાળા જગાડવાનો પ્રયાસ કરે છે કેટલા જાગે છે.?

જરાક અમથું દૂ:ખ આવે કે કોઈ મંદિર કોઈ મસ્જિદ તરફ ભાગે છે..!  


એ ખરા છે ખોટા છે કે છે પાખંડી એની મને ખબર નથી સમજ નથી.

કેસરી,સફેદ, લીલા, ભગવા પરખ વિના બધા વસ્ત્રોને પગે લાગે છે.    


ફળ,ફૂલ હવા. પાણી, સ્વાસ , સુગંધ, આંખ ,નાક, કાન, હાથ ,પગ..  

આ બધુ તો લગભગ તારા ને મારા  હિસાબ મુજબ બધાની પાસે છે.    


ઈશ્વર.! આ માનવને તું વિના માગ્યે વિના શરતે કેટ કેટલું ! આપે છે. 

છતાં માનવાનો અસંતોષ તો જો ! વાતે વાતે બાધા કે શરત રાખે છે. 


સોનું ,ચાંદી, શ્રીફળ, સાકર,બાલ ચુંદડી,ચાદર ઇતર, આ બધી ચીજોની-  

ઈશ્વરતને  જરૂર છે ? તોયે નિજ સ્વાર્થે માનવ કેટલી  લાલચો આપે છે.  


શ્રધ્ધાનો વિષય છે કે અંધ શ્રદ્ધાનો કે શોખ સમજાતું નથી ! કોઈ ઉલ્ટા-  

ચાલીને તો કોઈ ગોઠણ ભેર તો કોઈ આળોટીને તારી પાસે આવે છે. 


હોય જો શ્રધ્ધા તો ઈશ્વર મનમાં છે, ઘરમાં છે,  ભીતરજ  હ્રદયમાં છે.  

હું જોયા કરું છું, હસ્યાં કરુ છું, મને  હિસાબનો આ એક ભાગ લાગે છે.      


આપો તો ‘ને આપો તેજ જ મળે, માંગો તો નહીં એ નિયમ સનાતન 

તોયે, સતત દે !  હજુ, દે, વધુ ને વધુ દે આમ સૌ માગણ જેમ માંગે છે.


જે જે આપો જેટલું,  તે તે મળે તેટલુ કે પછી બમણું પણ મળે છે ! તોયે-

સુખ આપવાને બદલે માનવી એક બીજાને ખૂબ પિડે છે ! દૂ:ખ આપે છે. 


 જે આપીએ તેજ અગર જો પરત વિના શરત મળતું હોય તો દૂ:ખ શાને ?    

એ ના ભૂલ “અજ્ઞાની”  આખરે એજ ફળ રૂપે ઊગે છે જેનું બીજ તું વાવે છે.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

***”અજ્ઞાની”***


* બ્લાસ્ટ* 


કતિરા...  

વધુ ને વધુ સારું પામવું સૌને ગમતું જ હોય છે... ! 


આપવું કદાચ ઓછાને ગમતું હોય છે ... 


પણ મને આપવું પણ ગમે છે.અને પામવું પણ ગમે છે..!   


સારું સારું આપવાની ઈચ્છા અને પામવાની ઝંખનામાં-


દુનિયા આખી બદલાઈ ગઈ... 


કાલે જે હતું તે આજે ઇતિહાસ બની ગયું ... 


અને આજે જે છે તે પણ આવતી કાલે ઇતિહાસ બનીને રહી જશે...


 સતત શક્ય તેટલું બદલવું , શક્ય તેટલું નવું નવું  જાણવું  ... 


ને વધુ ને વધુ સમજવું ... 


જોકે સમજાય નૈ એ વાત જુદી છે ... :)  


પણ આ  મારો સ્વભાવ છે આજ મારો મિજાજ છે...!  


માટે જ્યાં જ્યાં જરૂર મહેસુસ થાય ત્યાં ત્યાં સુધારો વધારો કરવો... 


અને વધુમાં વધુ સારું, સાચું, અને સચોટ આપવું એ મારુ કર્તવ્ય છે. 


એજ મારો પરમ ધરમ છે... !


આ નિજાનંદ છે, આજ મારી મસ્તી છે .... 


તો....


બદલાવ સ્વીકારો કે ના સ્વીકારો બદલવાનું બદલીને જ રહે છે...! 

અગર આ સ્વીકારશો તો આનંદ પ્રાપ્ત થશે  અન્યથા અકળામણ ... :)  


કતિરા ....

*બ્લાસ્ટ* 

ચિત શાંત કરી બંધ કર  નયન કમાડ. 

"અજ્ઞાની" તઈ થશે અંતર મહી ઉઘાડ.

"અજ્ઞાની"


https://m.facebook.com/photo.php?fbid=191808324262210&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz

No comments:

Post a Comment