Friday, 10 March 2023

એ ચહીતી

 વર્ષો પહેલા.....


ભાઈબંધ અનંતે એની કોઈ ચહિતીને,


આ વાત કહી 'તી ...


જો કે કઈ ચહિતીને ક્યારે


આ વાત કહી 'તી ... 


એ, મને ખબર નથી ... 


કેમકે આ વાતો એણે આદત વશ


બિલકુલ ગરબડીયા અક્ષરે....


છૂટા છવાયા ફાટેલ તૂટેલ કાગળ પર....


વર્ષો પહેલા લખી 'તી... 


જે કાગળિયા હવે તો,


સાવ કરતા સાવ્વ પીળા પડી ચૂક્યા છે..!   


બસ સાવ અણીના ચૂક્યા છે ... 


ના સુધારો,ના વધારો ,


આ એનાજ શબ્દોનો સીધો ઉતારો છે ... 


એમાં એણે લખ્યું છે કે ,,,,     


શા માટે આવું થાય છે મને ? 


કૈ ખબર નથી પડતી ... 


@@@@@@@@@@@@@@@@


સાચે ! ક્યારેક તો તારી હરકતોથી હું ભીતરથી ખળભળી જાઉ છું !

'ને ક્યારેક તું એવી ગમ્મત કરે છે કે હું આખોય ઝણઝણી જાઉં છું !


પ્યારી મારા મનને તું આમ બહેકાવ નહીં ! ક્યાક એ બહેકી જશે તો.!!

પાછો એજ "અનંત" પ્રેમ  ! રહેવાદેને યાર ..! હું પ્રેમથી ડરી જાઉં છું ! 


"અનંત" 


"અનંત" અગર જો તું  આમ સતત સામે આવ્યા કરશે... 

તો હાલત એ થશે પછી કે, હું પણ આખરે બહેકી  જઈશ ... 


પછી મારો વાંક ના કાઢજે કૈ દૌ છું ! અગર જો હું ભમરા-

માફક તને ચૂમી લઇશ તો તુય ફૂલોની માફક મહેકી જઈશ... 

   

"અનંત" 


એટલે પછી ક્યારેક ક્યારેક, 


કેવું કેવું થાય છે તને ખબર છે ... ? 


ક્યારેક ક્યારેક તો,


એવો વિચાર પણ આવે કે ,,, 


આખરે શું સંબંધ છે....?


આપણી વચ્ચે ? 


ખૈર..... 


એક ના એક દીન એ પણ સમજાઈ જશે... 


જોકે મજા "અનંત"  અલૌકિક પ્રેમની,


એવું બધુ કઈ ના સમજાય,


ત્યાં સુધી જ હશે .... 


સંબંધને જો નામ મળશે તો નાશ થશે ...!

ઇતિહાસ રચશે, સંબંધ જો બે નામ હશે ...!


હાં "અનંત" પ્રેમમાં જરૂર બદનામ થશે...!


પણ શું નામ થકી,


રૂહને કદિ આરામ મળશે ...? 


અને ક્યારેક ક્યારેક તો,


આવું બધુ પણ થાય છે..! 


ક્યારેક તો હું સાવ સૂનમૂન 'ને ક્યારેક તો એકધારા આવે છે.  

કોણ જાણે કેમ ? વિચારો મને સતત તારા બસ તારા આવે છે.! 


સાચે ! હું જૂઠું નથી બોલતો હોં, હ્રદય પર હાથ મૂકીને તુય સાવ-   

સાચું કહેજે !  શું તનેય ક્યારેક  ક્યારેક વિચારો  મારા આવે છે?


હું નિષ્કર્ષ પર કેમ આવું ભલા કે, હું જે ધારુ છું એજ તું વિચારે છે? 

કે પછી કૈ જુદુજ.! તારી તરફથી ક્યાં કોઇ એવા, ઠોસ ઇશારા આવે છે.


અને હાં, જ્યારે તું મારા માટે ‘ખાસ’ શબ્દ પ્રયોજે  છે ને ! ત્યારે...  

સાલું મારુ મન માનતું નથી.!.અને, મને આંખે અંધારા આવે છે.! 


જો કે તારો ગુસ્સોય વાજબી જ છે, હું કૈ સમજતો નથી કદાચ,! 

બાકી તારા તરફથી તો ક્યારેક આડકતરા અટકચારા આવે છે.!   


આખરે શું સંબંધ છે આપણી વચ્ચે ? 


ખૈર... 


એ વાત જાણી જોઈને જવા દઈએ....

ચાલ આજ  મજા એ વાતની લઈએ.... 


કે,,,,  


મને તો સતત બસ વિચારો તારા આવે...

તનેય ક્યારેક તો વિચાર મારા આવે છે.!  


"અનંત" મારો પ્રેમ..! શુધ્ધ છે..!


વિચારો પ્રેમના પણ ..!


સાવ ચોખ્ખા ને ચટ.!!


તો બીજી શું ખટપટ...!


બોલ હવે જટપટ ..! 


કે, હવે.......!


તને  કૈ, 


વિચાર પ્યારા પ્યારા આવે છે.?   


“અનંત”


બ્લાસ્ટ :- 


"અનંત" જે છે તેને તું હાથમાં રાખ ચાહે બાથમાં રાખ ..! 

હું કેવળ પ્રેમ છું ! મને હ્રદયમાં રાખ અને આંખમાં રાખ ..!


તારો ચહેરો ખીલ ખીલ ખીલશે મારા થકી ... 

બસ તારી આંખોમાં ચમક હશે મારા થકી...  


"અનંત" હું અંધારે ઉગું છું ! દિવસની નહીં રાતની શોભા છું ! 

તું આંખ મીંચીને સૂતા પહેલા પ્રેમથી મને આંખોમાં આંજ ...!

"અનંત"

પછી, આગળ કાગળ ફાટેલા હોય તેથી મને વધુ ઊકલ્યું નૈ ...


https://m.facebook.com/story.php?story_fbid=2937464106397998&substory_index=2937464106397998&id=100002991311961&mibextid=Nif5oz

*બ્લાસ્ટ* 

ખોટ્ટું ના બોલ !  મૌન રહેવું એકલું આસાન નથી !

!

!

!

!

!

!

!

!

વર્ષો પહેલા ભાઈબંધે ભાઈબંધને કહ્યું હતું કે ,


ભાઈબંધ :- હોઠનું બંધ હોવું એનો અર્થ એ નહીં "અનંત" કે મૌન છે તું !

મનમાં ને મનમાં તો મન તારું સતત બકબક કરે છે  ! બોલ ! એનું શું !?


તારી માફકજ આવું કાંક " હું મૌન છું "  ફિસિયારી મારતા અનંતને અજ્ઞાનીએ કહેલું 


જો કે પછી તો રાત ઢાળી ગઈ અને વાત પતી ગઈ એમ સમજી  


મને ઊંઘ આવી ગયેલી પણ પછી 


મધરાતે મૌન વિષે એ બંને વચ્ચે શું બબાલ થઇ અર્થાત બોલ બોલ થઇ 


એ મને તો ના ખબર હોય ને !




No comments:

Post a Comment