Friday, 10 March 2023

એજ સ્થળ એજ સ્થિતિ

  ક્યાં ક્યારે ક્યો અનંત કે અજ્ઞાનીનો  કયો કાગળ મેં ક્યાં  ઉકેલીને મૂક્યો છે ,

એ કાય ખબર નથી રહેતી ... 
 કાના , માતર જોડણી ભૂલો થી ભરેલા  
ઘણા બધા લૌચા મારેલા શબ્દો છાપી માર્યા છે. 
હવે જ્યારે ફરી ચેક કરું ત્યારે સુધારવા બેસુ તો ,
વધારો થઈ જાય છે !

અને એ પણ એકધારો થઇ જાય છે  ... 
લૌચા હી લૌચા ....
ના ક્રમ યાદ હોય ના શીર્ષક ... 
ના તારીખ વાર... 
કોઈને કહેવાય નૈ એવિ  બેસુમાર... 
આ મારી તકલીફ છે .! 
ખૈર ... 
એક દિ હું જાતે જ બધુ બરાબર કરી લઇશ ...! 
કોઈ કરે નહીં તો મારે પણ કોઇની મદદ ની જરૂર નથી... ! 

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલા પોતાનાજ ઘરમાં પરાયા જેવું મહેસુસ કરતા 

અનંતે લખ્યું હતું કે , 

ઓહ, ક્યાથી ક્યાં નીકળી જવાયું 
મને ખબર સુધ્ધાં ના પડી...
સાવ અચાનક અહી કેમ અવાયું 
મને ખબર સુધ્ધાં ના પડી...

હું તો અહીં માત્ર એક લટાર મારવા 
આવ્યો  હતો "અનંત"
પછી પાછું કેમ નીકળી ના શકાયું 
મને ખબર સુધ્ધાં ના પડી...

 મારુંજ ઘર હતું છતાં હાલત મારી 
બે ઘર જેવી બનીને રહી ગઈ ,  

રે' મારાજ ઘરમાં ભૂલું પડી જવાયું 
'ને મને ખબર સુધ્ધાં ના પડી..  
"અનંત"

*બ્લાસ્ટ* 
અંતમાં અનંતે કોઈનું પણ નામ લીધા વિના 
અનેક ચહીતીને સંબોધીને 
લખ્યું હતું કે, 
 તુ,તુ,તુ,તું, તું, અને તું પણ.! 
અને એક હું,
ઉમરનો છેદ ઉડી જાય છે ચાહતમાં 
હજુય ચાહું છું.
તારી, તારી, તારી, તારી, તારી અને તારી પણ 
વર્ષો પછી પણ મારા પ્રત્યેની ચાહત 
લગીરે ઓછી નથી થઈ.
મારૂ પણ એવુજ છે. 
તમારા જેવુજ છે. 
ચાહું છું ને ચાહતોજ રહીશ... 
એજ વીશ્વાસે "અનંત" 
આત્મા કહે છે. 
કે, 
તુ,તુ,તુ,તું, તું, અને તું પણ.! 
એક ના એક દિવસ અહીં 
આ દુન્યવી દુનિયાથી દૂર દૂર દૂર
છે ક ખુણે આવેલ ખંડેરમાં આવશેજ..! 
"અનંત" 




No comments:

Post a Comment