વર્ષો પહેલાં....
બહારની રજળપાટ અને,
અંદર ખાલીપાનો ખળભળાટ લઈને,
સતત બહાર ભટકતા અનંતે...
પરમ ચરમ અખંડ અનંત શાંતિથી
અંતના અંતમાં અંતે ઓલી ને કહ્યું કે,
સફરમાં બહાર સતત ભટક ભટક કરી
હું અહીં આવી અટકુ છું.
તું પણ જરા અહીં અટક.!
થઈ જરી બહાર થી બેખબર
તું પણ આવ ભીતર
આ ખંડર ની અંદર
ખંડરના ખુણે શાંત એકાંત રાત પણ મારો વીસમો છે.
અને અંદરના ખુણે તારો સાથ પણ.! મારો વીસામો છે.
હું જે ક્ષણ ક્ષણ સતત અવીરત કરી રહ્યો છું
ખુણામાં હાં ખંડેરના ખુણામાં
એ,
પરમ ચરમ અખંડ અનંત આનંદ ની અલૌકિક
અનુભુતી કરવા
તારે પણ એકાદ રાત અહીં,
રોકાઈ જવુ જોઈએ,
આમ તો જોકે,
ખૈર...
"અનંત"
No comments:
Post a Comment