Monday, 24 April 2023

મંચસ્થ

 વર્ષો પહેલાં...

મારા બે ભાઈબંધો હતાં જેમાં એક નું નામ હતું 

અજ્ઞાની અને બીજાનું નામ હતું અનંત...

જો કે આમ તો તે બંને મારા વ્યવસાયમાં નોકરી કરતા તાં. એ નાતે એ બંને મારા નૌકર હતા...

પરંતુ મને શેઠ નૌકર નો સબંધ બિલકુલ પસંદ ન હોય તેથી હું એમને દોસ્ત સમજતો અને ભાઈબંધ કહેતો...

તે બંને પણ મને શેઠ સમજે કે કહે 

એ મને બિલકુલ પસંદ નહોતું.

અમે ત્રણેય ઉમરમાં લગભગ સરખે સરખા હતા...

ભાઈબંધ હોવાના નાતે તે બંને મને પરીયો કહેતા.. 

અને હું ભાઈબંધોનુ એની રચના સીવાય...

 નામ ન લેતા બંનેને હું હંમેશા ભાઈબંધજ કહેતો.. 

પણ અમારી વચ્ચે ના સંબંધો ભાઈબંધીના હતા. 

એ વાત નોખી છે કે હવે હું તેનો નૌકર છું. 

અને તેની નૌકરી કરૂ છું.! 

 નૈ તો કોઈ યુવાન કવિતા લખે અને એને કોઈ કવી કહે તો એ યુવાન આનંદથી ઉછળી પડે 

મગર ખબર નૈ કેમ એને કોઈ કવી કહે એ જર્રાય નહોતુ ગમતુ. 

****

ન ગમતુ જ્યારે પણ કૈ ક્ષણભર થાય છે.
હું સમજુ છું કે હિશાબ સરભર થાય છે.
"અજ્ઞાની" આત્મા ને કશુંજ થતું નથી મગર
મન અને શરીર પર કર્મની અસર થાય છે.
"અજ્ઞાની"
હું આ મંચ પર કૈ પણ બોલુ અને માઠુ
કોઈને લાગે, એ પહેલાંની આ માફી છે.
"અનંત" મને કોઈ કવી કહે એ પસંદ નથી.
બસ્સ કલાકાર સમજો એટલુજ કાફી છે.
"અનંત"
એકદમ લકવા જેવીજ બીમારી છે આ લખવાની પણ.
કે જાતને સંભાળવા "અનંત" શબ્દો નો સહારો લેવો પડે છે.

આતમના ઊંડા પાતાળમાં જે પ્રેમ છે.
તેને હોઠમાં હોઠ ભીંસી સીંચી લઈએ.
આવ પ્રીયે છેલ્લી વાર એક બીજાને
બાંહોંમા એમ ભીંસીને ભેટી લઈએ.
પછી એ "અનંત" ક્ષણોની ધારાને
હ્રદયમા ભરી લઈએ સમેટી લઈએ.
આખુય આયખુ પછી એ ક્ષણો
ટુકડે ટુકડે ઘુંટડે ઘુંટડે પીતા રહીએ 'ને
પ્રેમની "અનંત" યાદમાં  જીવી લઈએ.
"અનંત" 
જાણું છું જીવલેણ છે ઘાતક છે. 
પણ શું કરૂ મને પ્રેમની આદત છે. 

આ પણ એક અલૌકિક ચાહત છે. 
પ્રેમ માં "અનંત"પીડા છે. છતાં રાહત છે. 

જાણું છેતરાવાનુ નક્કી જ છે પ્રેમમાં, 
તું છેતરે છે મને છેતરાવાની આદત છે. 

હું કરૂ એમ કરો સૌ એવું તો કોઈને કહેવાય નહીં. 
પ્રેમ પ્રેમ છે મગર પ્રેમની સમજ નીજી બાબત છે. 

ઘટના એકજ ઘટે છે આખાય શહેરમાં મગર એ 
કોઈના માટે અવસર બને છે કોઈના માટે આફત છે. 

આખરે ચુકવવી પડે છે કિંમત શ્વાસની.! 

જીવનના અંતે, ઘબકતુ જીવન આપીને
 કોણ કહે "અનંત" કે હવા સાવ મફત છે. 

કોઈના માટે અવસર છે કોઈના માટે આફત છે. 

કિંમત શ્વાસની પણ ચુકવવી પડે છે અંતે "અનંત" 
શ્વાસ ના બદલે જીવન દઈ, કોણ કહે છે હવા મફત છે. 
"અનંત" 


 

No comments:

Post a Comment