Friday, 14 February 2014

સૌના કર્મો નો સરવાળો

વર્ષો પહેલાં ભાઈબંધોએ અનંત અઠળક 

સંસારીક તેમજ સંસારીઓના 

જોયેલા અનુભવેલા જીવનના અને 

જીવનમાં થયેલા અનેક અનુભવના આધારે 

ખૂબજ ઉંડાણેથી મનન મંથન 

એવં ચીંતન કરીને જ્યારે ખુબજ તકલીફ પડે 

ત્યારેજ ખબર પુછવા આવતા ચંદ 

દોસ્તો માં ના એક દોસ્ત ને અનંત પીડા માથી 

બહાર નીકળવા નો મારગ 

બતાવતા કહ્યુ હતું કે, 

જ્યારે સંસારમાં સાંસારિક જીવનમાં 

કોઈ ખરાબ દુર્ઘટના ઘટે છે. 

ત્યારે એ દુર્ઘટના બનવા પાછળ આપણે સૌ 

કુટુંબની કોઈ એકજ વ્યક્તિ ને નીમીત ગણી 

તેના પર દોષારોપણ કરવા લાગીએ છીએ, 

યા તો એકબીજા પર દોષારોપણ કરવા લાગીએ છીએ.

એમ કરવુ એ નરી મૂર્ખતા છે. 

બડી ના સમજી છે. 

કારણ કે, 

ખરેખર તો એ દુર્ઘટના બનવા પાછળ, 

પરીવાર ના તમામ સભ્યો

કોઈને કોઈ રીતે નીમીત હોય છે. 

ખરેખર તો સંસારીક જીવનમાં બનતી 

સારી કે ખરાબ ઘટના 

પરીવાર ના તમામ સભ્યો સદસ્યોના 

આગલા પાછલા કે હાલનાં 

સારા યા ખરાબ કર્મોનો સરવાળો હોય છે. 

જેનો જવાબ સંસારમાં પરીવારમા 

બનતી કોઈ સારી ઘટના કે પછી 

ખરાબ દુર્ઘટના હોય છે. 

અગર જો એ સારી કે ખરાબ ઘટનામાં 

કોઈ એકજ વ્યક્તિ દુ:ખી થાય 

કે પછી આનંદ અનુભવે તો ચોક્કસ

એ સારી કે ખરાબ ઘટના તેના કારણે બની છે, 

તેવુ સાબિત થાય... 

મગર એવુ થતું નથી...

કારણ કે એવુ થવુ શક્યજ નથી..! 

કારણ કે કોઈ ને કોઈ સંબંધે, 

જીવનમાં સૌ એકબીજા સાથે જોડાયેલા હોય છે. 

તેથીજ એવુ થાય છે કે પરીવારમાં જ્યારે કોઈ 

ખરાબ દુર્ઘટના ઘટે છે ત્યારે, 

યેનકેન પ્રકારે પરીવારના તમામ સભ્યો 

સદસ્યો દુ:ખ અનુભવે છે, દુ:ખી થાય છે. 

અને જ્યારે સારી ઘટના ઘટે છે ત્યારે... 

યેનકેન પ્રકારે પરીવારના તમામ સભ્યો 

સદસ્યો ખુશી અનુભવે છે, 

સુખી થાય છે આનંદિત થાય છે. 

"અજ્ઞાની" કહેવાનો સાર એટલોજ છે કે, 

કોઈ એકજ વ્યક્તિ નહીં બલ્કે, 

સંસારમાં બનતી ખરાબ દુર્ઘટના કે પછી 

સારી ઘટના પાછળ એમના સુખ કે દુઃખ પાછળ 

માત્ર એક વ્યક્તિ કે એક પરીવારજ નહીં 

બલ્કે પરીવાર સાથે જોડાયેલા દુર દુરની 

તમામ વ્યક્તિઓ નીમીત હોય છે. 

અને તે તમામ ના કર્મોનો સરવાળો હોય છે. 

સાંસારીક જીવનમાં આવતા સુખ અને દુઃખ..! 

"અજ્ઞાની" 

કોઈ એક ના કારણે અનેક 

સુખી કે દુ:ખી થાય એવુ પણ બને. 

અને અનેકના કારણે કોઈ એક 

દુ:ખી કે સુખી થાય એવુ પણ બને. 

તેમ છતાં અંતરના અનંત ઉંડાણેથી વીચારો 

તોજ સમજાય કે, 

આ સંસારમાં સુખ કે દુઃખનુ 

કોઈ એકજ કારણ ક્યારેય ન હોય શકે. 

"અજ્ઞાની"

તમારા અંગત અનુભવો 

મારાથી અલગ હોય શકે છે. 

હું મારા અનંત અનુભવો ને આધારે 

મારગ માત્ર બતાવી શકુ. 

સુખની મંજીલ સુધી પહોંચવા 

આખરે ચાલવાનું તો તમારેજ હોય છે. 

જો કે રસ્તા સૌ પુછે છે "અજ્ઞાની" મગર

 બતાવેલ મારગ પર પછી ચાલતુ કોઈ નથી. 

*બ્લાસ્ટ* 

સૌના કર્મો નો સરવાળો થાય છે "અજ્ઞાની"

સતત. અને જવાબમાં સુખ યા દુ:ખ આવે છે. 

"અજ્ઞાની" 

કર્મ ને આધીન છે ઘટના તમામ. 

તમને દુ:ખી જોઈ કોઈને ખુશી થાય એવુ પણ બને. 

કોઈ તમારા દુ:ખે દુ:ખી થાય એવુ પણ બને, 

અને, કોઈ તમારા દુ:ખે સુખી થાય એવુ પણ બને.

બનવા ને તો ઘણુ બધુ બની શકે છે "અજ્ઞાની "

કોઈ તમારા સુખે સુખી થાય એવુ પણ બને,

અને કોઈ તમારા સુખે દુ:ખી થાય એવુ પણ બને. 

"અજ્ઞાની" 

છેક સુધી એ કોઈ સમજી નથી શકતુ "અનંત" 

કે, હિશાબ જુના ચુકતે થાય છે કે નવા ચડત. 

"અનંત" 

ન ગમતુ જ્યારે પણ કૈ પણ ક્ષણભર થાય ને..! 

ત્યારે તું સમજી લેજે કે હિશાબ સરભર થાય છે.! 

"અજ્ઞાની" પવિત્ર આત્માને તો કૈજ નથી થતુ મગર, 

શરીર અને મન પર કર્મોની ભયંકર અસર થાય છે. 

" અજ્ઞાની" 

ન ગમતુ જ્યારે પણ કૈ પણ ક્ષણભર થાય છે. 

ત્યારે હું સમજુ છું કે હિશાબ સરભર થાય છે. 

"અજ્ઞાની" પવિત્ર આતમને જાણું છું તેથી આનંદ છે. 

વર્ના શરીર અને મન પર કર્મની ગંભીર અસર થાય છે. 

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ જે વાત 

ખુદ ખૂબજ સહજ ભાવે સ્વીકારી હતી 

તેજ વાત તેણે એક પીડીત દોસ્ત ને કહી હતી. 

* બ્લાસ્ટ* 

ન ગમતુ જ્યારે પણ કૈ પણ ક્ષણભર થાય ને..! 

ત્યારે સમજી લેજે દોસ્ત કે હિશાબ સરભર થાય છે.

"અજ્ઞાની" પવિત્ર આતમને જાણો તો કંઈ થાય નહીં. 

 વર્ના તન અને મન પર કર્મોની ભયંકર અસર થાય છે. 

" અજ્ઞાની" 

વર્ષો પહેલાં મારી રજા મંજુરી લઈને 

ભાઈબંધ અજ્ઞાની ને ચંદ એવા દોસ્તો પણ 

મળવા આવતા 

પણ એ ચંદ દોસ્તો 

ત્યારેજ મળવા આવતાં જ્યારે તે 

વિપરીત સંજોગોમાં પીડાતા હોય 

મનમાં ને મનમાં ભયંકર મુંઝવણ અનુભવતા હોય, 

હવે શું કરવું શું ન કરવું એની ગડમથલમા હોય. 

જો કે અજ્ઞાની ને મળવાની એક આકરી શરત 

રહેતી કે, 

અને એ કહેતો કે નખશિખ કોઈ સાચુ હોતુ નથી. 

તેમ છતાં અગર મળવા ઈચ્છનાર

વધુમાં વધુ સત્ય બોલનાર અને, 

સ્વીકારી શકનાર હોય તોજ મને મળવા આવવુ. 

હું ખોટા દિલાસા ક્યારેક નહીં આપું 

ખોટા બોલા લોકોને. 

માટે અધુરૂ સત્ય અને 

માત્ર ને માત્ર અન્ય ને દોષી ગણી 

પોતાનોજ બચાવ કરવાની અપેક્ષાએ 

મને કોઈએ કદી મળવુ નહીં..! 

કારણ કે પોતાને નીર્દોષ સાબિત કરવા 

પોતાની ભુલો છુપાવી માત્ર ને માત્ર 

સામેના પાત્ર ની ભુલો ગણાવી, જણાવી, દર્શાવનાર 

વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ દાખવવામાં આવે તો 

સામેના પાત્ર સાથે અન્યાય કર્યો ગણાય. 

સાંસારીક જીવનની સમસ્યાનો સાચો અને સારો 

ઉકેલ તોજ આવે જો બંને પાત્રો 

સમાધાન માટે સાથે આવે. 

માર્ગદર્શન લેવા આવનારની 

ખુદની અગર જો ભુલ હોય તો 

સહજભાવે સ્વીકારી અને ખુદ સુધારવા 

અને પોતાની ભુલ સુધારવાની તૈયારી 

અગર હોય તો સ્વાગત છે એમનું આ ખંડેરમાં. 

માત્ર એકજ પક્ષની વાત સાંભળી નીર્ણય 

આપવો એ બીજાને અન્યાય કરવા બરાબર છે. 

આટલી સ્પષ્ટતા પછી પણ 

કોઈ મળવા આવે તેને અજ્ઞાની તુરંત ઓળખી જતો 

અને સમજી જતો કે આવનારા નો ઈરાદો શું છે. 

આવા ચંદ દોસ્તો ને અજ્ઞાની મળતો પણ ખરો 

અને ખુબ પ્રેમ લણણી સાથે 

તમામ પ્રકારની સ્પષ્ટતા સાથે એની સમસ્યા નુ 

સમાધાન કરતા કહેતો કે, 

"अज्ञानी"अब तो नींद से जाग। 

अब तो होंश मे आ। 

दुसरे पर इल्ज़ाम लगाने से पहले 

अपनी ही भीतर जा।

और पता लगा। 

तब जाके तुजे पता चलेगा । 

आखिर तेरे दु:ख की वजा हे क्या।?

ईस जीवनमे तुजे जो भी मीलता हे। 

प्रेम पीडा आनंद या उदासी, 

और भी बहोत कुछ। 

जीसमे मीले मजा या सजा। 

 मीलता नहीं कुछ भी यहां बे वजा। 

अपने भीतर जा और तुं खुद लगा पता। 

"अज्ञानी" आखीर तुजे जो मीला क्यों मीला।? 

"अज्ञानी" 

દોષ અન્યને દેવાનું છોડ "અજ્ઞાની" 

કારણ કે તું પણ નખશિખ નીર્દોષ નથી. 

"અજ્ઞાની"

मे सीर्फ सुनुंगा तुम सच बोलो चाहे जुठ। 

मरजी तुम्हारी हे मुझे कोई ऐतराज नहीं। 

छोडो भी कीसी और पे क्या करेगा भरोसा।

वो इन्सान जीसे खुद पर भी ऐतबार नहीं।

वफा की उम्मीद तो हे लेकिन करता नहीं वफा। 

औरो से क्या करेगा वो वफा।

जो खुद से ही वफादार नहीं। 

कुछ भी नहीं हो सकता उसका। 

"अज्ञानी "जो कर के गुनाह हजार। 

कहेता फिरे सबको की मे गुनाहगार नहीं। 

"अज्ञानी" 

"અજ્ઞાની" કોઈ એકના નહીં બલ્કે, 

સૌના કર્મો નો સરવાળો હોય છે. 

સંસારમાં બનતી એક સુખ આપનારી 

સુઘટના યા એક દુ:ખ આપનારી  દુર્ઘટના.! 

"અજ્ઞાની" 

પોતે શું શું ભુલો કરી છે એ ના જણાવે. 

'ને માત્ર સામેના પાત્ર ની ભુલોજ દર્શાવે. 

"અજ્ઞાની" એ વ્યક્તિને કોઈ સલાહ આપશો 

તો એકને ન્યાય કરતા બીજાને અન્યાય થશે. 

"અજ્ઞાની" 





No comments:

Post a Comment