એનો કોઈજ હીશાબ નથી ....
છતાં હજુ દુનિયાના લોકો ઊંઘી રહ્યા છે.
તેમ છતાં યે હજુ પણ જાગી ચૂકેલાઓ......
સૂતેલાને જગાડવાનો સતત સખત પ્રયત્ન કરતાં જ રહે છે...કરતાં જ રહે છે.... :)
પણ , આ મારો ભાઈબંધ અજ્ઞાની કહેતો કે,
બહારની સમજ ક્યારેય કોઈને
સમજાવી કે સુધારી ના શકે ..!
અને એવી ઉછીની સમજણનુ આયુષ્ય પણ સાવ અલ્પ હોય છે.
જ્યારે કે ભીતરથી આવેલી સમજણનુ આયુષ્ય અનંત હોય છે.
આ તકે મને વર્ષો પહેલાં મારા ભાઈબંધ અજ્ઞાની એ કહેલી બીજી એક વાત યાદ આવે છે.
ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે,
દુનીયા ભર ના ગ્રંથો વાંચો કે મહાન મહાન સંતો ના પ્રવચનો
સાંભળીને પણ માણસ ત્યાં સુધી નહીં બદલાય...
માણસ ખુદ જ્યાં સુધી ભીતરથી બદલવા પ્રયાસ નહીં કરે/નહીં બદલે ....
જ્યાં સુધી બદલવાની ઇચ્છા માણસમાં ખુદમાં નહીં જન્મે...
અને જ્યાં સુધી માણસ ખુદ મનથી નક્કી નહીં કરે કે હાં મારે બદલવુ છે.!
અન્ય માટે નહીં ખુદ કાજે મારે બદલવુ છે તેવુ જ્યાં સુધી ખુદ નક્કી નહીં કરે ત્યાં સુધી તે બદલશે નહીં.!
કોઈજ નહીં સમજે/ સુધરે....
કોઈ જ ફર્ક નહીં પડે .... :)
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" ખુદ બદલવા ન ચાહે,
એને ખુદા પણ બદલી ના શકે..!
"અજ્ઞાની"
ખૈર સૌ પોત પોતાનો પ્રયાસ જારી રાખે ...:)
કમસે કમ ખુદને આત્મ સંતોષ તો મળશે જ .!
"અજ્ઞાની" જગતને બદલવુ અઘરૂ છે.
જાતને બદલવુ તો એનાથીયે અઘરૂ છે.
તેમ છતાં સરવાળે જગતને બદલવા કરતાં.
જાતેજ જાતને બદલવુ ખૂબ સહેલું છે.!
"અજ્ઞાની"
બીજું જોઇયે પણ શું હે...!
અરવિંદ પટેલ...:)
https://www.facebook.com/photo.php?fbid=191808324262210&set=a.119481608161549.20378.100002991311961&type=1
ભુંગળાવાળું થાળીવાજું, પછી રેડીયો, ટેપરેકોર્ડર્સ, કેસેટ્સ, ટેલીફોન, કમ્પ્યુટર, ટેલીવીઝન અને મોબાઈલ ફોન વગેરે અપ્રાપ્ય અને આધુનીક ઉપકરણો વીજ્ઞાને આપણી સામે લાઈનબંધ ગોઠવી આપ્યાં છે. એમાંનું એક પણ ઉપકરણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું? સમાજને ઉપયોગી એવું કંઈ પણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું ? કોઈ વૈજ્ઞાનીકે ક્યારેય એવી મન્નત રાખી નથી કે મોબાઈલની શોધ સક્સેસ જશે તો દરગાહ પર ચાદર ચડાવશે કે કોઈ મન્દીર પર છપ્પન ગજની ધજા ફરકાવશે ! અન્ધશ્રદ્ધાએ માણસને કાયર બનાવી દીધો છે, આળસુ બનાવી દીધો છે. દીવો શોધવાનું કે સળગાવવાનું સુઝતું નથી અને અજવાળા માટે મન્નતો માનતો અને બાધા રાખતો થઈ જાય છે. અન્ધશ્રદ્ધાએ માણસને છતી આંખે આંધળો બનાવી દીધો છે.
ખલીલ આજ વો આઈને બેચનેવાલા,
કુએ મેં ઝાંક કર ચેહરા તલાશ કરતા હૈ.
–ખલીલ ધનતેજવી.
https://m.facebook.com/story.php?story_fbid=670352249741146&id=100002991311961&mibextid=Nif5oz

જેને. બદલવું જ છે એને કઈ વાચવાની જરૂર નથી અને જેને બદલવું જ નથી એ ગમે તેટલું વાચે યા મંદીર મસ્જિદ કે સત્સંગ માં જાય એ નો કોઈ અર્થ નથી
ReplyDelete