Wednesday, 31 May 2023

તમારે મહાન થવુ છે.?

 ભા...ગ {9}

ઘોઘી : એ...  ગુડ નાઈટ ઘોઘા ગુડ નાઈટ ....... 

ઘોઘો : સૂ પ્રભાત સૂ પ્રભાત પધારો...પધારો.... 

ઘોઘી : અલ્યા ઠેકાણે તો છે ને ? 

ઘોઘી : રાત છે રાત.......... 

ઘોઘો : ખોટી વાત.... 

રાત તારે માટે,  મારી તો સવાર પડી છે.  

પણ તે કઈક લોચો માર્યો ... 

ઘોઘી  તું  ગુડનાઇટ સવારના સૂરમાં બોલી. 

ઘોઘી : એમાં વળી લોચો શું ? 

સવારે  મળીએ તો ગુડ મોર્નિંગ બોલાય. 

બપોરે મળીએ તો ગુડ આફ્ટર નુન બોલાય.

સાંજે મળીએ તો ગુડ ઈવનિંગ બોલાય હે ને ? 

તો રાત્રે મળીએ ત્યારે ગુડ નાઈટ ના બોલાય ?

ઘોઘો :પણ એ તો છૂટા પડીએ ત્યારેજ

મે લોકોને બોલતા સાંભળ્યા છે. 

ઘોઘી : તો છૂટા પડવા સમયે સમય મુજબ

ગુડ મોર્નિંગ , ગુડ આફ્ટર નુન ,ગુડ ઈવનિંગ

એવું બધુ બોલવાની મે ક્યાં કોઈને ના પડી છે. ? 

ઘોઘો :બોલાય બોલાય હોં જે બોલવું હોય તે બોલાય. 

પણ અત્યારે અડધી રાતે મળવા આવવાનું કારણ ?

ઘોઘી : કેમ ભૂલી ગયો ?

મારે તને એક પ્રશ્ન પૂછવાનો હતો ..!

ઘોઘો : લે એવો તે કેવો પ્રશ્ન છે કે

અડધી રાતે પૂછવા આવવું પડે. 

ઘોઘી : મને મહાન થવાની ઝંખના જાગી છે . 

ઘોઘો : તો એ તો તારો પ્રશ્ન છે . 

ઘોઘી : મે ક્યાં ના પાડી પ્રશ્ન તો મારો જ છે. 

એટલે તો તને પૂછવા આવી છું.

પણ એનો જવાબ કદાચ તારી પાસે છે. 

ઘોઘો : કદાચ ..!  પૂછ.!

ઘોઘી : ઘોઘા પ્રશ્ન એ જ છે કે 

મારે મહાન થવું હોય તો શું કરવું જોઇયે ?

ઘોઘો : લે એમાં વળી કરવાનું શું હોય .

"સામા વાળાને મહાન કરી દેવાનો".

ઘોઘી ઊછળી પડી ઓહ ઘોઘા આટલું સરળ...

તું સી ગ્રેટ ઘોઘા તું સી ગ્રેટ. 

ઘોઘો :.શું કહ્યું ? હું સિગરેટ...!! 

શું બોલે છે તું ઘોઘી તને કઈ ભાન છે ?

કઈ  બાજુથી હું તને સિગારેટ જેવો લાગ્યો હે ?

ઘોઘી : અરે ઘોઘા સાવ ઘોઘો જ છે હોં તું.  

શું તને ક્યારેય અંગ્રેજી નહીં આવડે ?

અરે હું એમ કહું છું કે ...

તારા વિચારો કેટલા ઊંચા છે ।

તું ખરે ખર મહાન છે હોં ...!

ઘોઘો : બસ મારાથી જ શરૂવાત કરી....! 

હોય એને ના કહેવાનું હોય ઘોઘી.....!

ઘોઘી : અચ્છા...

પણ ખરેખર ઘોઘા મે તો તને તું સી ગ્રેટ કીધું તું. 

પણ કદાચ સિગારેટ કીધું હોત તો પણ

 એમાં કશું ખોટું ના હોત.... 

ઘોઘો : કેમ .... ??? 

ઘોઘી : કેમકે તું પણ ધીમું બળે છે 

ને વધુ લિજ્જત આપે છે. 

મને એમ થાય છે તને સિગરેટની જેમ 

બે હોઠ વચ્ચે દબાવી ને,


એક જોરદાર કસ ખેંચી લઉં. 

ઘોઘો : એમ એટલે તું મારી ઇજ્જત લે 

સોરી  લિજ્જત લે...

અને હું ફાસંફાસ બળું...

મારે તો બળવાનું જ ને ?

"બંધ આંખે સપના ના જો ઘોઘી..

ખુલ્લી આંખે સાકાર કર." 

(ક્રમશ :)



No comments:

Post a Comment