Sunday, 16 July 2023

અટપટી હકીકત

 હું જાણુ છું કે, 

હું કશુંજ જાણતો નથી.

એ સુખ છે

એ દુઃખ છે 

કે એજ સુખ છે 

ને એજ દુઃખ છે.? 

હું કશુંજ જાણતો નથી.

 હું જાણુ છું એ. 

ક્રમશઃ 

"અજ્ઞાની" 

મળ્યો છે જે સ્થુળ સંબંધ હિશાબથી એ નીભાવુ છું પ્રેમથી.

હિશાબથી જે મળ્યો છે એ પણ અલૌકિક સુક્ષ્મ સંબંધ છે. 

જે મળ્યું નથી આ વખતે તે, આવતી વખતે મેળવી લઈશ. 

આ વખતે જે જેટલુ મળ્યું છે તેનો મને "અનંત" આનંદ છે.

"અનંત" 

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે, 

આ બ્રહ્માંડ માં એવી કોઈ વ્યક્તિ કે 

દેવ દેવી સુધ્ધાં નહીં હોય જેણે પોતાના જીવનમાં 

ક્યારેક કોઈ ભુલ ન કરી હોય, 

જાણે કે અજાણતાં સૌ કોઈ એ 

જીવનમાં ક્યારેક ને ક્યારેક 

કોઈ ને કોઈ નાની મોટી ભુલ તો કરી જ હોય છે. 

ભુલ કરવી કે થઈ જવી એ એક બાબત છે. 

એ ભુલ ના કારણે કોઈની લાગણી દુભાઈ જાય.. 

કોઈ દુ:ખી થાય એ બીજી બાબત છે. 

મગર સૌથી મહત્ત્વની બાબત એ છે કે, 

પોતાના થી ભુલ થઈ હતી એ ખુદને અહેસાસ થાય, 

અને એ અહેસાસ સાથે જ એ જ્ઞાન ભાન થાય કે, 

પોતાના થી થયેલી અથવા કોઈ લોભ લાલચ કે 

નીજ સ્વાર્થે કરેલી ભુલ ના કારણે 

કોઈની લાગણી કોઈનો આત્મા દુભાયો દુખાયો છે,

એવો જ્યારે પણ હ્રદય પુર્વક અહેસાસ થાય, 

ત્યારે તુરંત સ્થળ કાળ ને અન્ય તમામ વીચાર એવં 

અહંકાર છોડી પોતે કરેલી કે પોતાનાથી થયેલી 

ભુલ નો સ્વીકાર કરી તમે કરેલી યા તમારાથી થયેલી 

ભુલ ના કારણે દુભાયેલી વ્યક્તિની 

માગી લેવી જોઈએ..! 

એમ કરવાથી તમે બોજ મુક્ત થઈ શકશો.! 

અને મૌજ યુક્ત થઈ જશો.! 

બાકી એક સનાતન નીયમ છે "અજ્ઞાની" કે, 

સળગાવતા પહેલા દિવસથી ને સળગવુ પડતુ હોય છે. 

અર્થાત્ ઠરતો ઠારે છે અને બાળે તે બળે છે. 

"અજ્ઞાની"

પરીવાર માં ઘણી વખત એવું બનતું હોય છે, 

પરીવાર ના વડીલો કોઈ એકા'દ વ્યક્તિ ને

 ખૂબજ વધુ મહત્વ આપતા હોય છે અને, 

એકા'દ બે વ્યક્તિ ને 

મહત્વ પણ ખુબ ઓછુ આપે છે અને, 

એની સાથે ભારોભાર 

અન્યાય પણ કરતા હોય છે ઘરના વડીલો... 

આવે સમયે એ વ્યક્તિ જેને ઘરના વડીલ 

અન્યથી વધુ માન સન્માન અને મહત્વ આપે છે 

તે વ્યક્તિ ખુદ પણ જાણતી હોય છે કે, 

તેને વધુ મહત્વ આપી ઘરના વડીલો 

ખરેખર બહુ ખોટુ કરી રહ્યા છે.! 

આ હકીકત જાણવા છતાં તેઓ વડીલો ને 

આમ કરતાં રોકતા નથી.! 

વડીલો ને આમ કરતાં ન રોકવા પાછળ 

એમનો મહા સ્વાર્થ અને લોભ લાલચ રહેલા હોય છે. 

પરીવાર ના વડીલો દ્વારા મળતા માન સન્માન 

ઉપરાંત ભવિષ્યમાં વધુ લાગભાગ મળવાની લાલચે 

તેઓ વડીલો સાથે હળીમળીને પોતે પણ 

અન્ય સાથે અન્યાય કરે છે. 

ક્રમશઃ 

મુદા આવી લાલચુ વ્યક્તિ ને કારણે બાકીના સભ્યો 

ને વીકસવાનો કે એ વડીલો ની નજરમાં વસવાનો મોકોજ નથી મળતો તેથી અંદર અંદર તેઓની અંદર પણ એ વડીલો પ્રત્યે લાગણી અને માન સન્માન ઘટતા જાય છે. 

અને એજ રીતે વડીલો ની નજરમાં સન્માનીય વ્યક્તિ 

નુ માનસન્માન પણ ઘટતું જાય છે. 

આ તમામ બાબતો નો અહેસાસ 

એ સ્વાર્થી વ્યક્તિ ને છેવટે થાય પણ, 

ત્યારે જ્યારે એ વડીલો સીધાવી જાય છે. 

સમજદાર હોય તો ઠીક છે 

પણ ઘણા નાદાનો અંત સુધી નથી સમજતા 

અને સમજી ગયા એવુ કહેનારા પણ 

જુઠ બોલતા હોય શકે છે.

અને વળી કોઈ સમજી ગયા નો ભ્રમ પેદા કરી 

માફી પણ માંગે છે અને પોતે વડીલોની વાતમાં આવી ને 

અમુક તમુક ભુલો કરી હતી કે એમનાથી થઈ ગઈ હતી 

એવુ સ્વીકારી પણ લે છે..! 

અને પસ્તાવા સાથે માફી પણ માંગે છે.! 

પણ ત્યારે સવાલ એ થાય છે કે,

હવે માફી માંગવાથી શું ફર્ક પડશે.? 

તમારા લોભ લાલચ અને સ્વાર્થમાં તમેજ 

વડીલોની નજરમાં કાયમ સારા રહ્યા 

તમારા પાપે અમે તો 

વડીલોની નજરમાં કાયમ ખરાબજ રહ્યા! 

આવે વખતે એમની માફી પણ શંકા જન્માવે છે. 

કે આ હવે એટલે માફી માંગે છે કે 

વડીલો તો ગયા હવે કોઈ લાભ આપનાર છે નહીં 

તો માફી માંગી લઈએ 

જેથી નવા નવા સ્વાર્થ સધાય.. 





No comments:

Post a Comment