Thursday, 27 July 2023

અનંત અજ્ઞાની ની અવળી વાણી

વર્ષો પહેલાં ભાઈબંધો સાથે મધરાતે... 

ચાયની ચુસ્કી સાથે અમારી વચ્ચે 

માનવ સ્વભાવ બાબતે ખૂબ ચર્ચા થઈ 

ત્યારે અજ્ઞાની એ કહ્યું હતું કે 

કાગડા જો કોયલ જેવુ મીઠુ બોલે... 

તો ચમત્કાર થાય... 

કારેલા જો કેરી જેવી મીઠાશ આપે... 

તો ચમત્કાર થાય... 

મગર "અજ્ઞાની" પ્રાકૃતિક રીતે એમ થવુ શક્ય નથી. 

તો તું સ્વાભાવ થી વીપરીત અપેક્ષા રાખી

શાને દુ:ખી થાય મનવા મનમાં શાને તું રીબાય... 

"અજ્ઞાની" 
ત્યાર બાદ સુર્રરરરરર કરતાક ચાયનો ઘુંટ ભરી 
અનંતે કહ્યું. 
યાર્રો.... 
બે વ્યક્તિ ને ક્યારેય પણ 
સલાહ શીખામણ આપવી નહીં.! 
મે પુછ્યું કૈ બે વ્યક્તિ અનંત.? 
એક બુધ્ધિશાળી ને બીજી બુધ્ધિ વગરની.! 
મે કહ્યું પણ અનંત એ ખબર કેમ પડે કે 
કોણ બુધ્ધિ વગરનું છે અને કોણ બુધ્ધિશાળી છે.? 
અનંતે અજ્ઞાની સામે જોયું 
અજ્ઞાની સમજી ગયો 
અજ્ઞાની ને ખબર છે કે અનંતને 
પોતાની વાત સમજાવતા નથી આવડતું. 
તેથી અનંતે અજ્ઞાની સામે જોયું એટલે તરતજ 
અજ્ઞાનીએ મારી સામે જોઈ મને 
બુધ્ધિશાળી અને બુધ્ધિ વગરની 
વ્યક્તિ વચ્ચે નો ભેદ સમજાવ્યો 
સાથે સાથે બુધ્ધિ વગરની અને બુધ્ધિશાળી
વ્યક્તિ ની ઓળખ કેવી રીતે કરવી તે પણ 
કહેતા કહ્યું હતું કે, 
સાંભળ પરીયા બુધ્ધિશાળી વ્યક્તિ એ છે જે 
બને ત્યાં સુધી ભુલો કરતાજ નથી ! 
મગર અગર તેનાથી ભુલ ભુલમા 
ભુલથી પણ કોઈ ભુલ થઈ જાય 
તો બુધ્ધિશાળી વ્યક્તિ તે ભુલમાં થી 
જાતે સબક લઈ લે અને ફરી એવી ભુલો 
નથી કરતા અને ફરી એવી ભુલ થાય નહીં 
એની ખુબ તકેદારી રાખે.! 
અને પોતાની તો ઠીક પણ બુધ્ધિશાળી વ્યક્તિ 
બીજાની ભુલોમાંંથી પણ શીખ મેળવી લે છે. 
આવી વ્યક્તિ બુધ્ધિશાળી ની કક્ષામાં આવે છે.!
અચ્છા તો બુધ્ધિ વગર ની વ્યક્તિ ની ઓળખ શું.? 
મે અજ્ઞાની નેઊપુછ્યું. 
અજ્ઞાની એ દાઢી પર આંગળી પસારતા 
મુછમા મર્માળું હસતા હસતા કહ્યું. 
પરીયા બુધ્ધિ વગરની વ્યક્તિ ને ઓળખવી 
એટલુ અધરૂ નથી.! બુધ્ધિ વગર ની વ્યક્તિ 
તુરંત ઓળખાય જાય છે.! 
અને એની ઓળખ એ છે કે,
એ વારંવાર ભુલો કરે છે કરતાજ રહે છે 
એક ના એક ભુલ વારંવાર... 
પરંતુ પોતે કરેલી ભુલોમાંં થી એ જાતે તો 
કોઈ સબક નથીજ લેતાં 
મગર અગર કોઈ એવી વ્યક્તિ જેને એની ભુલો 
દેખાતી હોય અને હીતેચ્છુ પણ હોય 
એ એને સમજાવે સલાહ શીખામણ આપે 
તો પણ એ સુધરતા સમજતા નથી 
હાં તત્કાલ તો એમ વર્તે છે 
અને એવા એવા વચન પણ આપે કે 
તેને શીખામણ આપનારને 
એમ લાગે જાણે આ વ્યક્તિ હવે ખરેખર 
જેવી કરી એવી ભુલ ક્યારેય નહીં કરે... 
પરંતુ એ ખોટા પડે છે. કારણ કે 
બુધ્ધિ વગરની વ્યક્તિ આખરે 
બુધ્ધિનુ દેવાળુ ફુંકે છે..! 
તે ના તો પોતાની ભુલોમાંંથી જાતે કોઈ શીખ લે છે 
ના તો કોઈ હીતેચ્છુ તેને સમજાવે 
સલાહ શીખામણ આપે એ માને છે. 
અચ્છા હવે મને અનંત ની વાત 
બરોબર સમજાઈ ગઈ છે કે, 
બે વ્યક્તિ ને ક્યારેય પણ 
સલાહ શીખામણ આપવી નહીં.! 
એક બુધ્ધિશાળી ને બીજી બુધ્ધિ વગરની.! 
કારણ કે બુધ્ધિશાળી ને સલાહ ની જરૂર નથી 
અને બુધ્ધિ વગરનાને ગમે તેટલી સલાહ શીખામણ 
આપશો તો પણ એ સુધારવા સમજવાના નથીજ..! 
વાહ પરીયા વાહ આખરે તને અમારી વાત 
સમજાય જ ગઈ હશે 
મે કહ્યું, હાં થોડી ઘણી. 
અજ્ઞાનીએ કહ્યું અચ્છા 
પણ તને ખબર નહીં હોય પરીયા કે હજુ 
એક ત્રીજા પ્રકારની પ્રજાતી પણ 
આ ધરા પર અનંત અનાદી કાળથી 
અસ્તિત્વ ધરાવે છે.! 
અને સમય જતાં આવી પ્રજાતીનુ 
ઘોડાપુર આવશે... 
અને એવો પણ એક બહોળો સમુહ
અસ્તિત્વમાં આવશે જે ઉછીનું જ્ઞાન 
સલાહ ના રૂપમાં સૌને આપતો હશે... 
અનંતે કહ્યું હાં પરીયા આ તો હજુ 
બેજ પ્રકારની વ્યક્તિ ની વાત કરી છે,
પણ આ સીવાય એક ત્રીજી પ્રજાતી પણ છે. 
અજ્ઞાની ની વાત માં સુર પુરાવતા 
અનંતે કહ્યું 
હાં પરીયા હાં અજ્ઞાનીની વાત 
બીલકુલ સાચી છે.! 
આશ્ચર્ય સહ મે કહ્યું 
શું વાત કરો છો.!!! 
એ વળી કૈ પ્રજાતી.? 
મે સવાલ કર્યો. 
જવાબમાં બંને એક સાથે બોલ્યા. 
મુર્ખ.!
લ્યા તમે મને..! મુર્ખ કહ્યો.! 
અનંતે કહ્યું. 
અર્રે ના યાર્ર અમે તને 
ત્રીજી પ્રજાતી ની ઓળખ આપી છે. 
મગર અગર તને પણ મુર્ખ કહીએ તો 
એમ્માં કૈ ખોટુ નથી આમ તો જોકે, 
એમ કહી અનંત હસવા લાગ્યો. 
મે ગુસ્સા ભરી નજરે અનંત સામે જોયું 
એટલે અજ્ઞાની એ કહ્યું પરીયા એમાં 
લગીરે ગુસ્સે થવાની જરૂર નથી..! 
અમે બંન્ને યાની કી હું અને અનંત પણ 
બાકાત નહોતા... 
અમે પણ એજ પ્રજાતી ના હતાં વર્ષો પહેલાં... 
પણ પછી જેમ જેમ ભીતરની સમજ વધતી ગઈ 
તેમ તેમ એ પ્રજાતી માંથી અમે બાકાત થતાં ગયાં.. 
જો કે હજુ થોડા ઘણા અંશે એ પ્રજાતીના 
લખ્ખણ યાની અવગુણ આજે પણ અમારામાં 
ક્યારેક રેક ઉજાગર થઈ જાય છે. 
મે અકળાઈ ને કહ્યું યાર્ર ઉખાણાં રેવા દો 
અને ચોખવટ કરો એ પ્રજાતી કોણ.? 
અને એના ગુણ અવગુણ કેવા કેવા પ્રકારના હોય છે.? 
એ કહો તો થોડું ઘણું કાં'ક મનેય હમજાય... 
ત્યારે અનંત અને અજ્ઞાનીએ 
હસતા હસતા કહ્યું. 
પરીયા એ પ્રજાતી બડી મુર્ખ છે.! 
એ એવા મુર્ખ છે જે 
વગર માગ્યે અન્ય ને સલાહ શીખામણ 
આપતા રહે છે. 
અને હાં દુનિયાના ભર ના તમામ લેખકો 
પણ..! એજ પ્રજાતીમાં આવે છે.! 
અને એમ કરવા પાછળ અર્થાત્ માગ્યા વીના 
સલાહ શીખામણ આપવા પાછળ પણ એક 
છુપું કારણ હોય છે..! 
પણ હવે અમને 
ઘાટી રગડા જેવી ઊંઘ આવે છે માટે, 
એ બાબતે આવતી કાલે મધ રાત્રે વાત કરીશું 
આજે આટલુ કદાચ.! 
તને સમજાય ગયુ હશે.! 
મારી સમજણ પર એ બંને ને કાયમ શંકા રહેતી. 
જે હજાર ટકા સાચી હતી તેથી એમણે 
"કદાચ" શબ્દ વાપર્યો. 
મે પણ સહર્ષ સ્વીકાર કરતા કહ્યું. 
'હાં દોસ્તો તમારી વાત મને 
સમજાણી છે.! 
થોડી ઘણી..!  
"અનંત" 
*બ્લાસ્ટ* 
જેના માં નીજ સમજણ હોય એને કહેવુ શું..! 
અને જે સમજે જ નહીં "અજ્ઞાની" એને કહેવુ શું..! 
"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 
*લઘુતા ગ્રંથી *
ખબર નથી મારી આ કડવી વાત કોને કોને કેવી લાગે.! 
સમજણ હોય અને સમજો તો સમજવા જેવી લાગે.! 
 સ્વીકાર ભાવ સાથે સાંભળો તો સાંભળવા જેવી લાગે..! 
લઘુતા ગ્રંથી થી પીડાતાને સંભળાવી હોય એવી લાગે..! 
"અનંત" 
🫢🫣🫢
https://pkatira.blogspot.com/2022/12/blog-post_19.html

હું માનુ છું નથી માનતો 
હું કામમાં હોઈશ કદાચ નહીં આવું. 
આવુ બધું તું તારા મનથી વીચારી ને 
ખોટા બહાના શાને બનાવે છે.! 
તારૂ કામ માત્ર કહી દેવાનું છે.! 
પછી ની જવાબદારી મારી... 
"અનંત" 
*બ્લાસ્ટ* 
"અનંત " અપવાદ બાદ કરતા. 
સીવાય પ્રેમી પ્રેમીકા એક બીજાને ભેટ આપે. 
માંગ્યા વીના આપેલી કોઈ પણ વસ્તુ નુ 
કોઈ ખાસ મહત્વ નથી હોતું લેનાર ની નજરમાં 
પછી તે સલાહ શીખામણ હોય તોય શું..! 
"અનંત " 
*બ્લાસ્ટ* 
"અજ્ઞાની" જ્ઞાન આપવુ, માહીતી આપવી 
અને, સલાહ આપવી આ ત્રણેમા 
બડો તફાવત હોય છે..! 
"અજ્ઞાની " 



1 comment: