Friday, 28 July 2023

અનંતની જીવન ઝરમર...

 

"અનંત" ના ઝર્ઝરિત કાગળિયા, અને જીવન ઝરમર. કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 'ને હું કહું છું કે...

સંઘર્ષમય ખૂબ કષ્ટદાયક, મને એ દિવસો કપરા યાદ આવે છે.

દિવસો એ મજબૂરી ને મજદૂરીના એક સામટા યાદ આવે છે...

કે આ ચોમાસે ચોમાસે મને મારા ભાઈબંની દશા યાદ આવે છે.....

જ્યારે દુનિયાના લોકો વરસાદમાં ન્હાતા  ...

ત્યારે ભાઈબંધ ખૂણામાં પરસેવે પલળતો ...

જ્યારે દોસ્તો ભીંજાતા ભીંજાતા હસતાં  .....

ત્યારે ભાઈબંધ ભીની આંખે અંદર અંદર રળતો ....

અને જ્યારે એક દિવસ ઈશ્વરે એની સામે જોયું ....

ત્યારે ....

આનંદ વિભોર થઈ એ વરસાદમાં ન્હાતો હતો ...

'ને ન્હાતા ન્હાતા ગીત આ ગાતો હતો...

@@@@@@@@@@@@@@@@@

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

પ્રથમ આકાશેથી આગ વરશે છે.

સુરજ કાળઝાળ વરશે છે.

ને પછી વરસાદ અનરાધાર વરશે છે.

પ્રથમ આગ બાદ ભીની ભીની ટાઢ વરસે છે.

હો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

કક્યાંક ઝરમર ઝરમર તો ક્યાક ધોધમાર વરસે છે.

આભમાંથી ધરતીનો લીલોછંમ શણગાર વર્ષે છે.

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

કષ્ટદાઈ સફરમાં પણ દૂ:ખને  હું સુખ કહું છું.

વ્યથાઓ  છુપાવી હર હાલમાં હું ખુશ રહું છું.

દિવસ રાત જોયા વિના હું તનતોડ મહેનત કરું છું.

અઢળક પીડા સહેતુ શરીર છતાય તંદુરસ્ત રહું છું .

કેમ ના રહું હું ખુશ તંદુરત..!?

પરસેવો સતત મારા અંગેઅંગ માંથી આખાયે બદનમાંથી અથાગ વરસે છે.

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

સ્વાર્થી માનવી પોતાનું ફોડી લે છે. મગર ઈશ્વર મૂંગા પ્રાણીનું વિચારે છે.

એ તરસ્યા મૂંગા મંતર પ્રાણી અને આ સુકી તરસી ધરતી જ્યારે પુકારે છે.

ત્યારે ધોધમાર આખે આખું આકાશ વરશે છે....

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

અનંત અલૌકિક આ મૌસમની અસર કૈક એવી હોય છે .!

આ વરસાદી મૌસમમાં કોઈ દૂ:ખ અનુભવે તો કોઈ સુખ.

કોઈ પ્રિતમના સંગમાં ભીંજાય આ વરસાદમાં...

તો કોઈ વિરહણિની પ્રિતમના વિરહમાં આંખ વરસે છે..

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

અંગારની માફક ક્યારેક ક્યારેક જેમ ઠંડો બરફ દઝાડે છે.

આ વરસાદનું પણ અસસ્લ એવું જ એ પણ આગ લડાગે છે.

ઝરમર ઝરમર આ મૌસમની ભીની ભીની માદક સુવાસ....

કોઈના હૈયાને આપે છે ઠંડક તો કોઈના હ્રદયને દઝાડે છે.

વરસાદની સાથે સાથે ભુલાઈ ગયેલી કેટકેટલી યાદ વરસે છે .

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

થાય ક્યારેક એવું પણ આ વરસતા અનરાધાર વરસાદમાં ...

કરુણ હસવું આવેપહેલા પહેલા, આંખે આંસુ આવે બાદમાં...

સમજે લોક ચહેરા પર બુંદ બુંદ નીતરે છે તે છે બુંદ બુંદ વરસાદની

કોઈ કળી ના શકે વરસાદી  બુંદ સાથે આંખથી આંસુ આબાદ વરસે છે .!

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

કોઈને ખુબ હસાવે કોઈને યાદ સતાવે કોઈને ચોધાર રડાવે છે !

તો કોઈને ભુલાઈ ગયેલી અનેક ઘટના એક સામટી યાદ અપાવે છે.

આ મૌસમ બધે બધા સાથે એક સરખું ક્યાં ભઈસાબ ! વરતે છે. ?

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

છે આ મૌસમ ની અસર કઈ એવિ ...

સાવ અમસ્તો અમસ્તો કોઈને કોઈ પર પ્યાર વરસે છે.

તો અમસ્તી અમસ્તી કોઇની આંખ ચોધાર વરસે છે.

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

જો કે લાગે છે અમસ્તું , પણ સાવ એવું નથી હોતું.

કારણ નવું કે યુગો જૂનું પણ હોય શકે.! સમજે જો તું.

કારણ વિના કોઈ પર કોઈને નથી ઉભરાતો પ્રેમ.

અને વિના કારણ વિના દૂ:ખે તો કોઈ નથી રોતું.

જ્યારે જ્યારે સવાલ તપે છે ત્યારે ત્યારે જવાબ વરસે છે.

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

હ્રદયમાં વેદના આંખમાં ખારા આંસુ ને શરીર જેના પરસેવે નીતરે છે.

અનંત” સોના માફક એનું શરીર ચમકે છે ને ફૂલ માફક ચહેરો નીખરે છે.

ખારા ખારા આંસુ અને એવાજ ખારા પરસેવા વર્ષાવ્યા પછી.

 

અનંત” આ જીવન આકાશમાં પણ ..!

એક દિ'અમ્રુત વરસે છે અમિધાર વરસે છે.

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

"અનંત" આમ તો વરસાદ આશીર્વાદ છે નિશ્ચિત ...

કિન્તુ આ પણ એટલુજ સત્ય છે...

એ વરસી અનરાધાર ...

ને તાણી જાય ઘરબાર...

ત્યારે લાગે એવું કે જાણે આભમાથી કોઈનો શ્રાપ વર્ષે છે...

સમજવું ત્યારે માનવીની જ કોઈ ભૂલ કોઈ પાપ વર્ષે છે ....

બ્લાષ્ટ:-

અનંત” જ્યારે ચો તરફ દૂ:ખનાં કાળા વાદળ ઘેરાય ...

ત્યારે સમજવું કે હવે સુખનો વરસાદ થવાની તૈયારી છે.

બ્લાસ્ટ:-  એવં પ્રાર્થના અનંતની.

આગમાં તપતા મહેનતકશ આ શરીર પર કદિ કોઈ બીમારીની નજર ના પડે..!

હે "અનંત" ઈશ્વર... તું મોત દે તો એવું દેજે કે જિંદગીને પણ ખબર ના પડે..!

"અનંત"

 

 

 















 

હા.! આ જ છે એનું ઝર્ઝરિત સાહિત્ય જેનું હું જીવની જેમ જતન કરું છું .

 

ખોટું નથી બોલતો કાઇ ... જો આ રહ્યો બોલતો પુરાવો...

 

 




  • Darshna Suraj
    bhai bandh na shabd ma thi mausam nu satya varse che!
    2
  • Kaushik Savariya
    ATI SUNDAR...............
  • Pravin Miyaatra
    old is gold...new is silver!
  • Namrata Katira
    ભુલાઈ ગયેલી અનેક ઘટના એક સામટી યાદ અપાવે છે. આ મૌસમ બધે બધા સાથે એક સરખું ક્યાં ભઈસાબ ! વરતે છે. ?
    3
  • નિર્દોષ ગુનેહગાર
    Pravin Miyatra ... ) તો પછી ...! આટલે જ તો... 🙂
    2
  • નિર્દોષ ગુનેહગાર
    Namrata જી...
    તે શું ઈવડો ઇ મરી ગ્યો ... સાચું કે તો તો... … 
    See more
    3
  • Namrata Katira
    કારણ વિના કોઈ પર કોઈને નથી ઉભરાતો પ્રેમ. અને વિના કારણ વિના દૂ:ખે તો કોઈ નથી રોતું. જ્યારે જ્યારે સવાલ તપે છે ત્યારે ત્યારે જવાબ વરસે છે.
    3
  • નિર્દોષ ગુનેહગાર
    n.k 🙂 હાસ્તો ... 🙂 ઈવડો ઇ સાચુજ કે તો તો ... એવું જ હોય છે .... 🙂
    2
  • નિર્દોષ ગુનેહગાર
    Namrata Katiraile હાસ્તો .. ઈવડો ઇ સાચુજ કે તો તો ... એવું જ હોય છે ....🙂
  • Pravin Miyaatra
    અનંત નુ સર્જન આ જે પણ એટલુ જ પ઼સ્તુત છે..
    આજ માટે જ એણે લખેલુ છે એવુ અનુભુત થાય છે..વાહ
    2
  • Kunjal Pradip Chhaya
    #Kabat Katira ane Kunjal na papa 🙂
    Junu vadhu Janitu lagva lage kyarek.. juni yado bahu songi lagva lage kyarek.. #kunjkalrav
    3
  • નિર્દોષ ગુનેહગાર
    Pravin Miyaatra પવલા ......................
    ભાઈબંધ "અનંત"નું બધુ એવું જ હોય છે.....
    હોય છે વર્ષો જૂનું પણ તોય નવા જેવુ જ હોય છે....
    શું થાય,,,,,, 🙂
  • નિર્દોષ ગુનેહગાર
    Kunjal Pradip Chhaya હ અ એટલેજ તો હું એ મમળાવું છું ... ! જૂની વાતો જૂની યાદો ....

No comments:

Post a Comment