Friday, 28 July 2023

તેજીમાં તનતોડ મહેનત કરવી ને

 

જાહેર મંદી ......!
****************
બજાર સુમસામ છે.
જાણે ખાલી ગામ છે.

ના.. રે...!

કરફ્યુ બરફયૂ કાય નથી .

ગામ માણસ વિના ભેંકાર.છે !
વેપારી ગ્રાહક વિના બેકાર છે !

રસ્તાના આ છેડે ઉભી, ઉભી બજારે છેક સામે છેડે જો
સામે છેડે જો એક પણ માણસ દેખાય તો મને ફટ્ટ કહેજો

રસ્તાની આ બાજુ
રસ્તાની પેલી બાજુ

કે પછી રસ્તાની વચ્ચોવચ્ચ

મન ફાવે ન્યા
તમને ગમે ત્યાં

વાહન પાર્ક કરો.

તો પણ !

કોઈ તમને રોકશે નહીં.
કોઈ તમને ટોકશે નહીં.

ના...યાર ના...!

પોલીસ પણ હડતાળ પર નથી....!

ના તો કાયદો બદલાયો છે ...!

મંદીમાં બસ હાલત બદલાઈ ગઈ છે...!

પોલીસ નથી પબ્લિક નથી.
અકસ્માતની બીક નથી.

જોરદાર પવન વાય છે.
વેપારીઓ હવા ખાય છે.

ગજવા સૌના ખાલી છે

તહેવાર જેવું ક્યાં કાય દેખાય છે ?

તહેવાર ટાંકાણે મંદી છે.
'ને બજાર સાવ ઠંડી છે.

દૂઉઉઉ ર.... દૂઉઉઉઉ ર…..

માંડ કોઈ એકલ દોકલ માણસ દેખાય છે.

ગામડું દેખાતું નથી.

બસ ખાલી.. લોકલ માણસ દેખાય છે.

આ બધી મેઘાની મહેરબાની છે

દિવસો વીતતા જાય છે
મેઘો હજુ પણ વર્ષ્યો નથી...!

ખોટે ખોટું પણ આ વખતે
મેઘો હજુ ગર્જયો નથી...!

લાગે છે આવખતે મેઘો
સાતમ પહેલા ....!
ટાઢી સાતમનામૂડમાં છે.!

આ સ્થિતિનો સામનો પણ...!
કેવળ પ્રજાને જ કરવો પડશે....!

બાકી સફેદ ટોપી ઢીલી ધોતી તો એ...ય...ને મોજમાં.

લે.....!

કેમ વળી એ તો આવી રાહ જોઈને જ બેઠા હોય છે.

ક્યાક કઈ રાહત આપવાનું થાય.

'ને તેમાથી થોડી એમને પણ મળે.

લ્યા એ...ય.....!

કેમ કઈ હમજ્યા નઈ ???

એ તો કટકી.....

રાબેતા મુજબ.

ખૈર। ....

જોઇયે ઈશ્વર કોની તરફ જુવે છે હે ને ?
 
See less

વર્ષો પહેલા મંદી વખતે ભાઈબંધ અનંતે કહેલી વાત ... 
*બ્લાસ્ટ*
ભાઈબંધ કહેતો કે ,
તેજીમાં તનતોડ મહેનત કરવી ને ,
મંદી માં કરાવી "અનંત" મૌજ ..!
આવતી કાલ નું આવતી કાલે થઇ રહેશે ... 
આવતી કાલની ચિંતા શું કરવી રોજ રોજ ..
"અનંત"  
— with Pravin Miyaatra and 6 others.



Edit
All reactions:
Pravin Miyaatra, Ashoksinh Vala and 9 others
11
4
Like
Comment
Share

Comments

  • Shailesh Chaudhary
    જબરું !!
  • નિર્દોષ ગુનેહગાર
    જી'' s.p 'ને વરસાદ ના આવે તો અઘરું....!
  • Ashoksinh Vala
    હાહાહાહા વાહ પરેશભાઇ વરસાદ ન આવવાની વેદનાને સુંદર હાસ્ય ટચ આપ્યો...
    એક બાપુ ઈન્ટરવ્યુ આપવા ગયા સાહેબે સવાલ કર્યો
    ગુજરાત સરકારમાં કેટલા ખાતા હોય છે?
    બાપુ ઉવાચ : સાહેબ આમ તો બધા ખાતા જ હોય છે પરંતુ આપણને ખબર નથી હોતી
    3
    • Like
    • Hide
    • See translation
    • 11 y
  • નિર્દોષ ગુનેહગાર
    જી'' Ashoksinh Vala વ્હાલા તમેય તે માર્યોને કાઇ છક્કો .....
    2
  • નિર્દોષ ગુનેહગાર
    જી'' Ashoksinh Vala વ્હાલા તમેય તે દિ' માર્યોતો ને કાઇ છક્કો .....🙂
  • નિર્દોષ ગુનેહગાર
    વર્ષો બાદ પરિસ્થ્તી પલટાઈ ચૂકી છે .....
    આજની દશા જરા જુદી છે....
    આજે ઊલટું છે વરસાદ હોવા છતાં ! મંદી છે...પણ...
    હાં વરસાદ થકી જ તેજી આવશે એ નક્કી છે....
    Ashoksinh Vala............🙂
    3
  • Pravin Miyaatra
    અશોકસીહ વાળા કદાચ હમણા બિજા કામ મા હોય...ખેર વરસાદ તો સારો આવ્યો..
  • નિર્દોષ ગુનેહગાર
    હાં પણ,,,, 🙂
    કામમાં તો કોણ નથી હોતું... હે પવલા ....🙂
  • Pravin Miyaatra
    કોઇ ના કામ ,કામ હોય તો કોઇ ના નાકામ!!

No comments:

Post a Comment