Saturday, 2 September 2023

એક છોકરો ને એક છોકરી.



ઘોઘો એક નો એક ..! 

ઘોઘી મગર અનેક ! 

અકલે ..... 

ફનફ્યૂઝ તો થઈ જવાય...

હાં ,હાં, પ્રેમથી .. 

"મારે નૈ તારે " 

બે અર્થમાં ... 

"પ્રેમ પણ મારે નૈ તારે "

મતલબ સે ભરી "બે"મતલબ કી બાતે ... :)

... અને દૂ:ખી ઘોઘી , દૂ:ખી સ્વરે ઘોઘાને કહે છે ..! 

પણ ઘોઘી શું કહે છે એ ઘોઘો સમજતો નથી 

અકલે ઘોઘીની આંખમાં આસું આવી જાય છે !

અકલે ઘોઘો કહે છે ઘોઘીને કે ,

અરે ઘોઘી આ શું ! તારી આંખમાં આસું ?

ઘોઘી આંખ નીચી કરીને ઘોઘા સામે બેસી જાય છે !

અકલે ઘોઘો કહે છે કેમ ઘોઘી શરમાઈ ગઈ તું !?

અકલે ઘોઘી કહે ના રે ... શરમાઈ ક્યાં ?

અકલે ઘોઘો કહે અહિયાં ..!

ઘોઘી ફરી કહે છે ના રે ...

અકલે ઘોઘો કહે છે , અચ્છા અહિયાં નહીં...

તો ક્યાં ઘેર બેઠા ?

ઘોઘી કહે નારે ...

અકલે ઘોઘો કહે, 

લે પણ, તો પછી નયનો અર્થાત, નૈન અર્થાત અકલે કે એજે કહેવાય તે,

પણ તારી આંખો તો નમણી શર્મિલી નારની જેમ ઢળેલી છે  ..!

અકલે ઘોઘી કહે નારે .. એ તો દુ:ખથી ઢળી  ગઈ... 

અકલે ઘોઘો કહે , તો પહેલા કહેવાય ને ..!

ઘોઘાની અક્કલ વગરની વાતો સાંભળીને,

ઘોઘી જોર શોરથી રડી આંસુની છોળો ઊડી.

અકલે ઘોઘો કહે ,

ઓહ ! ઘોઘી તું આકલું બધુ કા રડે..?

મને કાય ખબર પડે ...!

એવું તે શું દૂ:ખ !

અકલે ઘોઘી કહે અઘરું છે !

અકલે ઘોઘો કહે ,

કે તો ખબર પડે !

હું એમનેમ કેમ સમજુ !

અકલે ઘોઘી ઉદાસ સ્વરે કહે ,

નહીં , મારે કોઈને કઈ નથી કહેવું.

અને પછી ઘોઘાએ એક ફકરામાં નકરા જવાબ આપ્યા ...

સ્વભાવ મુજબ બે, ફિકર થઈને ઘોઘો ઘોઘીને  કહે છે .

તો ના કે ,

ઘોઘી ફરી એજ કહે છે ,

મારે કોઈને કઈ નથી કહેવું.

અકલે ઘોઘો કહે છે ..

લે પણ , મે ક્યાં કોઈને કહેવાનું  કહ્યું "અર્થાત ....

ઘોઘાના કહેવાનો મતબલ એ હતો કે મને તો કે !

ઘોઘી ફરી એજ કહે છે ,

મારે કોઈને કઈ નથી કહેવું.

અકલે ઘોઘો કહે ,

શું તને ચિંતા છે કે હું તારા આસું લઈ લઇશ ?

અકલે વળી પાછી કદાચ ઘોઘી ઉદાસ સ્વરે બોલી .

નહીં, કઈ નહીં ,બસ ! કઈજ નહીં !

અને પછી ઘોઘાએ ભાઈ બંધ વાળી વાત કહી ,

જે વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહિતીને કહી 'તી 

જ્યારે અનંતની ચહિતી અસસ્લ ઘોઘી માફક્જ ..!

ચૂપ ચાપ  અનંત સામે આવીને બેસી ગયેલી  ,,,

અનંતે એના મૌન આસું નું કારણ અનેક વાર પૂછ્યું 

પછી પણ પેલી .. 

કઈ નહીં ..! બસ કાઇજ નહીં..! 

એમ કહેતી રહી ત્યારે  અનંતે , 

પેલી ને પ્રેમથી કહ્યું . 

તું ભલે કઈ નહીં ..! બસ કાઇજ નહીં..! કર્યા કરે અને ,

કશુજ ના બોલે , પણ હું જાણું છું.!

તું પણ ઇનકાર નહીં કરી શકે ! કે ,

કઈ નહીં મહી પણ "અનંત..."

કઈ કેટલુય છુપાયું હોય છે !

ખુશી હો યા દૂ:ખ !

અવસર આવ્યે ...

હોઠ અને આંખ સમેત આખે આખો ચહેરો ચાડી ખાય છે . 

આખરે તો, દૂ:ખ આસું રૂપે આંખોમાંથી  

છલકાયજ જાય છે ... !

હોય જો  ખુશી તો ચહેરો હસે છે,'ને હોઠ મલકાય છે...!

એક હદ પછી જે ભીતર દબાયું , દટાયું હોય છે ..!

"અનંત" તે બધુજ  આખરે એક સામટું 

બહાર આવીજ જાય છે !

હું જાણું છું ! કઈ નહીં મહી પણ અનંત... 

કઈ કેટલુય છુપાયું હોય છે ..! 

ખુશી હો યા દૂ:ખ આખરે બહાર આવે છે એ,  

જે ભીતર છુપાયું હોય છે ..!

"અનંત"

અર્થાત એનો કહેવાનો મતબલ એકલોજ હતો કે, 

બૌ હુશિયારી મારવી નૈ ... 

અવસર આવ્યે બધુજ બહાર આઈ જાય છે !

માલિપા છુપાયું હોય એ જે કૈ ... 

આવું આવું બધુ વર્ષો પહેલા ભાઈબંધે 

એની કોઈ ચહિતી કહ્યું હતું ...

એ કઈ ચહિતી હતી એ, મને નથી ખબર ...

જો કે ઘોઘી એ તો કહી જ દીધેલું ...

નથી સાંભળવી મારે કોઇની કઈ વાત ..!

અકલે ઘોઘાએ પણ કૈ દીધું.! 

ના સાંભળવી હોય તો કાય નૈ ... 

અને પછી ...?

શું થયું ???

મને ખબર નથી ... ! :)

&&&&&& 

એક વાર અચાનક ઘોઘી એ ઘોઘાને સવાલ કરતાં પૂછ્યું . 


હેં ઘોઘા,  છોડી દેવાનું મન થાય ત્યારે છોડી દેવાય કે નૈ ...? 


ઘોઘો કહે કેમ નહીં , છોડી દેવાય .. 


પણ છોડવાનું કારણ શું ? 


ઘોઘાએ ઘોઘીને પૂછ્યું.  


ઘોઘી કહે પરેશાની અર્થાત ડિસ્ટર્બ થાય છે ! 


ઘોઘી એ ઘોઘાને અંગ્રેજીનું ગુજરાતી કરીને કહ્યું . 


અકલે ઘોઘો કહે સાંભળ ઘોઘી ... 


"હાં બોલ ! "

ઘોઘો શું જવાબ આપશે એ સાંભળવા એકીટસે ઘોઘા સામે જોઈ ઘોઘીએ કહ્યું . હા બોલ .! 


ઘોઘાએ કહ્યું . 


"હાં તો સાંભળ ઘોઘી.! " 

અગર છોડ્યા પછી ખરેખર ડિસ્ટર્બ અર્થાત પરેશાની પૂરી થઈ જવાની હોય , 


તો, ચોક્કસ છોડી દેવાય જે પણ હોય , જે કઈ હોય એ , 


પણ અગર એ પછી પણ પરેશાની થવાની હોય, 


યા પહેલા કરતાં વધવાની હોય તો , 


બહેતર છે ના છોડો ,  બિલકુલ ના છોડો , પણ ઓછું કરો ... 


 જે પણ હોય , જે કઈ પણ હોય ... 


અને હાં ઘોઘી , એક ઓર હકીકત .. 


ઘોઘી એ કહ્યું , હાં, બોલ ઘોઘા ! 


ઘોઘાએ કહું . 


"છોડ્યા પછી અકસર છોડ્યા પહેલા કરતાં હંમેશા પરેશાની વધતી હોય છે !"


ઘટતી નથી હોતી !


છોડ્યા પછી પણ મન સતત એનેજ જોતું ,ખોજતું હોય છે ! 


અને ક્યારેક એનાથી ઉલ્ટુ પણ થાય.  


ખરેખર મનને અકલે આમ તો જો કે આપણને 


એ ખબરજ નથી હોતી કે આખરે શું જોઈતું હોય છે ! 


અને એટલેજ  મન ભટકતું હોય છે ! 


હાં આત્મા ને પાક્કી ખબર હોય છે કે એને શું જોઈએ છે ! 


આત્મા શુધ્ધ હોય છે !


મન બુધ્ધું હોય છે . આત્મા બુધ્ધ હોય છે !


 એટલે જે શુધ્ધ હોય એ શુધ્ધજ  શોધે  છે  !


અને એ આત્મા પ્રેમાળ પણ હોય છે એટલે માત્ર પ્રેમ શોધે છે ! 


પણ એ પ્રેમ જે આત્મા ઝંખે છે એ મળવો એટલો આસાન નથી હોતો  ! 


એના માટે ધીરજ હોવી જોઇયે જન્મો જનમ રાહ જોવી પડે ! 


પણ મન અધીરું હોય છે ! બુધ્ધું પણ હોયજ છે ! 


એટલે એ જે  સામે આવે તેને પ્રેમ સમજી બેસે છે !     


 આવું આવું  બધુ  મારો "અજ્ઞાની" ભાઈબંધ કહેતો .  


પછી એ એવિ પણ સલાહ સાવ મફતમાં દેતો કે , 


બહેતર છે કે તમે પકડો પણ નહીં અને છોડો પણ નહીં ! 


અર્થાત ... ? 


મે જ્યારે આવું પૂછ્યું ત્યારે એણે કહ્યું કે , 


તમે કશું કરીજ શકતા નથી ! હાં તમે કરો છો એવો ભ્રમ જરૂર સૌને થાય છે !


બાકી બધુ જ થતું હોય છે , થઈ જતું હોય છે ! 

  

અકલે પછી  બૌ ભાર નૈ રાખવાનો એવો. 


 એનો કહેવાનો અર્થ થતો હશે .! કદાચ ..! 


પાક્કુ અકલે નથી કહેતો કેમકે એણે જે કહ્યું  એ બૌ અટપટું કહ્યું .


અકલે ,


મને તો કાય સમજાયું નૈ ,


અકલે હું હળવો થવાને બદલે ભારે ભારે થઈ ગ્યો ... 


અને, ઘોઘી ઘોઘા પર ગુસ્સે થઈ... 


કાયમ છેલ્લે છેલ્લે જ દાટ વાળે છે .. 


હુહ ! આમ છણકો કરી પગ પછાડતી ઘોઘી ભાગી ગઈ ....  


બ્લાસ્ટ :- 


"અનંત" 


જ્યારે મારી સાથે ,મારી પાસે કોઈ નથી હોતું , 


ત્યારે... 


મારી પાસે, મારી સાથે  "હું" હોઉ છું ! 


"અનંત" 


બ્લાસ્ટ :- 


જાત અનુભવને આધારે વર્ષો પહેલા ભાઈબંધ  અનંતે કહ્યું / લખ્યું  હતું કે , 

પુરુષને  પ્રેમમાં પડતાં વાર નથી લાગતી. 


બસ પછી ઊભા થતાં વાર લાગે છે . 


ક્યારેક તો વર્ષો ના વર્ષો .... 


જ્યારે સ્ત્રી જલ્દી પડતી નથી... !


અર્થાત :- સ્ત્રી ખૂબ સમજી વિચારીને પ્રેમમાં પડતી હોય છે ..!  


અને "સંજોગે" ઊભી પણ જડપથી થઈ જાય છે..!


અને પછી ચાલવા લાગે છે.

 જે આજીવન જોડાય તેની સાથે . 

"અપવાદ બાદ કરતાં" 

આ બાબતે 

"પુરુષોમાં કોઈજ અપવાદ નથી " 

પ્રેમમાં પડવા પરુષ સામે આવનાર  સ્ત્રી..!

સુંદર હોય એ વાત જુદી છે ,  બાકી જરૂરી નથી ... ! 

બસ એ એક સ્ત્રી હોય એ કાફી છે...!

અને માત્ર સ્ત્રીજ  હોય તો, 

પડીને ઊભા થવું આસાન થઈ જાય છે ..!

મગર  અગર જો એ સ્ત્રી સુંદર પણ હોય તો...!

તો તો ભૈ  પુરુષ એને જોતાં વેંત પડી જાય છે .! 

ક્યારેક તો ઉમર પણ દેખાતી બંધ થઈ જાય છે 

અર્થાત :-  અમુક અમુક કેસમાં તો, 

ઉમર નો તફાવત પણ ભુસાય ભૂલાય જાય છે ..!  

પુરુષ પ્રેમમાં ..! 

અને એ છેક લગી  લડી લેવા મજબૂર થઈ જાય છે ..!

આવું સ્ત્રી પક્ષે પણ બની શકે ! 

જ્યારે સ્ત્રી સુંદરતા બાબતે જુદી છે .! 

જો કે એક સ્ત્રી સામે જ્યારે  "સુંદર" પુરુષ  આવી જાય  છે ત્યારે ... 

સ્ત્રીની દશા પણ પુરુષ જેવીજ થઈ જાય છે ..! 

તેમ છતાં એ પ્રતિભાને પણ ધ્યાને લ્યે છે ..! 

એની સામે આવનાર માત્ર પુરુષ હોય એટલુંજ  પૂરતું નથીજ ..!   

"અનંત" 

આ માત્ર ભાઈબંધ નું અનુભવ સિધ્ધ અજ્ઞાન છે ..!

કોઈએ એ માનવું સ્વીકારવું બિલકુલ જરૂરી નથી ..! 

એવું હું ભાઈબંધ અનંત વતી ખુલાસો કરતાં કહું છું ..! 

અકલે પછી કોઈને  બબાલ  કરવાનો અવકાશજ ના રહે ..!

અકલે મારે ચોખ્ખું ને ચટ્ટ કહેવું પડે ..! 

નૈ તો વિવાદ પ્રિય લોકો પાડા ના વાંખે પખાલીને ડામ આપવા લાગે ..! 

ઈવડો ઇ પાડો તો બૌ આઘો વયો ગ્યો .. . 

અને , 

એવા હું ડામ ખમુ  નૈ ...

અકલે કોઈને હું ગમુ નૈ...

"અનંત"

જ્યારે મારી સાથે ,મારી પાસે કોઈ નથી હોતું ,

ત્યારે...

મારી પાસે, મારી સાથે "હું" હોઉ છું !

"અનંત"

બ્લાસ્ટ :-

આ હકીકત પણ જાણી લે પ્રિયે કે , 

દુનિયાના લોકો સારા કે સાચા નથી એમ કહેતા પહેલા ... 

મારે સો વાર વિચારવું પડે .! 

અને , વિચારના અંતે સ્વીકારવું પડે કે, 

હું પણ નખશીખ સાચો કે સારો નથીજ ..! 

ભાઈબંધ અનંત પાસેથીજ.! 

આ સત્ય સ્વીકારતા હું શીખ્યો છું ..! 

એક રાત્રે જ્યારે અમારા ત્રણેય વચ્ચે ,

સ્વાર્થની નિશ્વાર્થની વાત ચાલતી હતી ત્યારે... 

ભાઈબંધ અજ્ઞાનીએ એ ખુદ પણ સ્વાર્થી છે એવુંસ્વીકારતા , 

મારી અને અનંતની સામે જોઈને કહ્યું હતું . 

પરિયા તું સ્વાર્થી છે હું પણ સ્વાર્થી છું ..! 

અને પછી અનંત સામે નિશાન તાકતા કહેલું 

અનંત તું તો બડો સ્વાર્થી છે..! 

જો કે , દુનિયા આખી છે સ્વાર્થી .. 

આટલું કહી પછી અજ્ઞાનીએ કહેલું કે, 

હું ક્યાં કહું છું કે સ્વાર્થ ના હોવો જોઈએ ..! 

"અજ્ઞાની" મગર સ્વાર્થમાં છુપો પરમાર્થ હોવો જોઇયે ...! 

અકલે અગર જો મારે કોઈ છુપો સ્વાર્થ સાધવો હોય તો , 

પહેલા ચેતવીને અનંતના શબ્દો ઉછીના લઈને ,

પરમાર્થ સિધ્ધ કરવો પડે ..!

તો , 

"અનંતના શબ્દો ને સહારે સહારે" 

હું તને પણ ચેતવું છું ..!

બે અર્થમાં... 

"ચેતવું ચેતવવું પ્રગટાવવું "

જોવાનું એ રહે છે કે તું ચેતે છે , ચેતી જાય છે કે પછી 

પ્રગટે છે પ્રેમ તારીયે ભીતર .... 

હાં તો, 

ઊંડા જાત અનુભવના આધારે વર્ષો પહેલા ..

ભાઈબંધ અનંતે લખ્યું/કહ્યું હતું કે, 

પ્રકૃતિગત પૃરુષ ગમે ત્યારે જાણે અજાણે પ્રયાસે અનાયાસે..  

ક્યારેક કોઈ કોઈ ક્ષણે પુરુષ વેડા કરીજ બેસે છે ..! 

પ્રેમ કરવા માટે સ્ત્રીને પુરુષની અને,

પુરુષને સ્ત્રીની જરૂર પડેજ છે .!

અને, પ્રેમમાં તો સ્ત્રી પણ પડેજ છે ..! 

પણ પુરુષને પ્રેમમાં પડતાં વાર નથી લગતી ..! 

બસ, પછી ઊભું થતાં વાર લાગે છે ..! 

ક્યારેક તો વર્ષોના વર્ષો... 

જ્યારે સ્ત્રી જલ્દી નથી પડતી .. 

અર્થાત સ્ત્રી પહેલ નથી કરતી .. 

અર્થાત :- સ્ત્રી ખૂબ સમજી વિચારીને પ્રેમમાં પડતી હોય છે ..! 

જો કે મારા કિસ્સામાં જરા ઊલટું છે ..! 

એને હું મારુ ભાગ્ય સમજુ છે કે , 

"આજ સુધી મારી સામે મારી સાથે, 

છોકરીઓ એજ પહેલ કરી છે "

અને "સંજોગે ઊભી પણ જલ્દી થઈ જતી હોય છે ..! 

અને પછી ચાલવા લાગે છે... 

જે આજીવન "શરીર" જેની સાથે જોડાય તેની સાથે ... 

"અપવાદ બાદ કરતાં "

આ બાબતે જોકે 

"પુરુષોમાં કોઈ અપવાદ નથી"

અર્થાત પુરુષ બધા સરખા .

પ્રેમમાં પડવા પુરુષ સામે આવનાર સ્ત્રી .! 

સુંદર હોય એ વાત જુદી છે બાકી, જરૂરી નથી..! 

બસ એ એક સ્ત્રી હોય એ જરૂરી છે ! 

બસ એ એક સ્ત્રી હોય એજ કાફી છે .! 

અને એ માત્ર સ્ત્રીનું શરીરજ હોય તો તો વહેલું મોડુ પણ ,

પડીને ઊભા થવું આસાન થઈ જાય છે .. 

મગર... 

અગર જો એ સ્ત્રી માત્ર સ્ત્રીનું શરીર નહીં...!

બલ્કે, આખે આખી બહારથી ભીતરથી 

તનથી ,મનથી , સ્વભાવથી , આત્માથી પણ ..! 

એ અગર સુંદર સ્ત્રી હોય... 

તો તો ભૈ પુરુષ એને જોતાવેંતજ પડી જાય છે એના પ્રેમમાં ,

ક્યારેક ક્યારેક તો ઉમર પણ દેખાતી  બંધ થઈ જાય છે ..! 

અર્થાત :- ઉમરનો તફાવત પણ ભૂલાય ભુસાય જાય છે ..! 

એવી સહજ સુંદર સ્ત્રીના પ્રેમમાં ... 

પુરુષ છેક લગી લડી લેવા મજબૂર થઈ જતો હોય છે ..! 

આવું તો સ્ત્રી પક્ષે પણ બનીજ શકે .! 

પણ સ્ત્રી પુરુષની સુંદરતા બાબતે જરા જુદો ખ્યાલ રાખે છે ! 

છતાં પણ એક સ્ત્રી સામે જ્યારે "સુંદર" પુરુષ આવી જાય છે ત્યારે... 

દશા સ્ત્રીની પણ પુરુષ જેવીજ થઈ જતી હોય છે ..! 

તેમ છતાં સ્ત્રી પુરુષની પ્રતિભાને પણ ધ્યાને લ્યે છે ..!

એની સામે આવનાર માત્ર પુરુષજ હોય એટલું પૂરતું નથીજ ..! 

"અનંત"

આ માત્ર ભાઈબંધ અનંતનું અનુભવ સિધ્ધ અજ્ઞાન છે ..!

તારે કે કોઈએ પણ એ સ્વીકારવું બિલકુલ જરૂરી નથી..! 

એવું હું ભાઈબંધ અનંત વતી ખુલાસો કરતાં કહું છું..! 

કેમકે કે એ પણ એવુજ કહેતો અને માનતો કે , 

જેને જે માનવું હોય એ માને કોઈને પણ કઈ પણ ..!

માનવાની કોઈજ મનાય નથી ..! 

બસ મનાવવાની બિલકુલ મનાઈ છે ..! 

અર્થાત :- હું જે માનું છું એ તમે પણ માનો ..! 

એવો હઠાગ્રહ નહીં રાખવાનો ..!

કે ના તો પરાણે ઠસાવવાનો પ્રયાસ કરવાનો ...! 

કોઈ પોતાની સહજ સમજ પૂર્વક મારી વાત માને તો ઠીક છે ..! 

આવું "અનંત" સ્પષ્ટ કહેતો અકલેજ ..!

હું અનંત વતી ખુલ્લીને ખુલાસો કરું છું ..! 

અકલે પછી કોઈને પણ .!

આ બાબતે બબાલ કરવાનો કોઈજ અવકાશ ના રહે ..! 

અકલે મારે ચોખ્ખું ને ચટ્ટ કહેવું પડે છે ..!

નૈ તો ઘણા વિવાદ પ્રિય લોકો અકલે કે, 

બબાલ પ્રિય બાબલાઑ અને બેબલીઓ ..! 

તરતજ પાડના વાંકે પખાલીને ડામ આપે ..!

એવા હોય છે ..! 

હવે ઈવડો ઇ પાડો તો બૌ દૂર નીકળી ગયો ... 

જેનો આજ સુધી  આતો પતો નથી...! 

અને હું એવા ડામ ખમુ નૈ .. 

અકલે હું કોઈને ગમુ નૈ ...

https://m.facebook.com/story.php?story_fbid=pfbid03RmRuTmb8FQ1yjnedEL2TpcTjEnfhpANjj52kAH3T7sNBL4MWwn8LYviayhqAD8pl&id=100002991311961&mibextid=Nif5oz




No comments:

Post a Comment