Wednesday, 13 September 2023

ચોમાસાની ઢળતી સાંજે.!

 


"फिर वही बारीस की शाम" 

અસ્સલ આજના જેવુજ મસ્ત મસ્ત, 

ભીનુ ભીનુ માદક સુગંધી વરસાદી વાતાવરણ હતુ. 

આંખ સામે કેસરી આકાશ... 

'ને નાકના રસ્તેથી ભીની સુવાસ.... 

શ્વાસમાં પ્રવેશતાજ મારા ચીતમા.. 

અતીતની એક ઘટના ઊપસી આવી... 

થાય..! ઘણી વખત આવુ થાય...! 

ત્યારે યાદ આવે... 

વર્ષો જુની ભુલાઈ ગયેલી ઘટના... 

અમુક સમયે અમુક સંજોગોમાં વીતેલા સમયની, 

ભુલાય ગયેલી વાત યાદ આવે.... 

અગર યાદ આવે છે તો પછી એ ભુલાઈ ગયુ છે, 

એમ કૈ રીતે કહેવાય? 

આવો એક સવાલ ઊપસ્થીત થાય..પણ..! 

જેવો સવાલ ઊભો થાય એવો જવાબ બેસી જાય.. 

કે, જીવનમાં કોઈ પણ કાળે ઘટેલી., 

સારી કે માઠી ઘટના ક્યારેય ભુલાતીજ નથી હોતી.. 

બલ્કે..! 

ભીતર દબાઈ જતી હોય છે..! 

કારણ કે જીવન પર્યત ક્ષણે ક્ષણે, 

એક નવી ઘટના ઘટતી હોય છે. 

એમ કરતા કરતા ઘટનાઓની થપ્પી લાગતી જાય છે., 

જેમ કાગળ પર કાગળ... 

આગળ જતા જીવનમાં હ્રદયના તાર ઝણઝણાવી નાખે.... 

યા તો ભીતરથી ખળભળાવી નાખે તેવી જીવનમા 

બનેલી પહેલ વેલી ઘટના... 

થપ્પીમા છેક છેલ્લે દબાય જાય છે... 

અને પછી ક્યારેક અચાનકજ..! 

એ ઘટના સંબંધીત કોઈ ઘટના ઘટે કે,તુરંત, 

એ સમય મુજબનુ પાનુ, 

જે ઊપર તો નાજ હોય પણ, 

વચ્ચે, અધ વચ્ચે કે પછી, 

છેક નીચે દબાઈ દટાઈને પડ્યુ હોય તે, 

આપો આપ સપાટી ઊપર આવી જતુ હોય છે. 

ખળભળાવી નાખે એવી ઘટના પણ યાદ આવે, પણ.... 

એ પીડા, યાતના, વેદના અને આંસુથી લથબથ ઘટનાને, 

યાદ કરી ફરી એજ સ્થિતિ ની અનુભૂતિ થાય, 

એના કરતા તો બહેતર છે એ ઘટનાને તુરંત.... 

દિમાગવટો દૈ દેવો. અકલે કે દેશ વટો એમ..! 

એ આંસુથી લથબથ ઘટના યાદ કરવા કરતા તો.... 

પ્રેમી સાથે પ્રેમથી થયેલી ચુમીઓ ને બથંબથા યાદ કરી કરી 

અલૌકિક મજા છે "અનંત" એ યાદમાં ઝણઝણવામા ફરી ફરી. 

ખૈર.... 

આવુજ એક પ્રેમથી લથબથ પાનુ, 

વર્ષો પહેલા જે છેક.... 

અધવચ્ચે દબાઈ દટાઈ ગયેલું.... 

તે પાનુ..! 

આજે અચાનક જ્યારે વરસાદ બાદ, 

કેસરી સંધ્યા ખીલી ત્યારે........ 

ભીની ભીની માટીની મહેક જ્યારે...

નાક વાટે, શ્વાસમાં પ્રવેશી ત્યારે.... 

છેક નીચે દબાઈ દટાઈને પડ્યુ હતુ તે..! 

અનંતના જીવનનું એક પાનુ સીધ્ધુજ ઊપર આવી ગ્યુ. 

જેમા મારો કૈ વાંક નથી... ☺

બલ્કે.., વરસાદી કેસરી સંધ્યા સાથે જોડાયેલી... 

એ ઘટનાનો વાંક છે...! 

ઘટના કોઈ વ્યકતી કે વસ્તુ સાથે પણ જોડાયેલી હોય શકે છે...!

ઘટના પહેલા સ્પર્શ કે પછી, 

આલિંગન સાથે પણ જોડાયેલી હોય શકે છે..! 

પહેલવેલા ચુંબન સાથે પણ જોડાયેલી હોય શકે છે...! 

લિપસ્ટિક કે પછી અતરની સુગંધ સાથે પણ.! 

જોડાયેલી હોય શકે છે...! 

ગીત, સંગીત, શબ્દો કે સુમન સાથે પણ..! 

જોડાયેલી હોય શકે છે...! 

નદી નાળા કે પર્વત ઝરણા સાથે પણ..! 

જોડાયેલી હોય શકે છે...! 

અરે એતો ધુળ ને ઢેફા સાથે પણ..! 

જોડાયેલી હોય શકે છે..! 

જોકે આલીંગન તો આલીંગનજ હોય છે... 

પહેલીવારનુ હોય બીજીવારનુ હોય કે પછી, ત્રીજીવારનુ...

પણ એ યાદગાર ત્યારે બને છે... 

જ્યારે પેલીએ તે વખતે અકલે કે આલીંગતી વખતે, 

કોઇ સુગંધી અતર લગાવ્યુ હોય... 

બસ.. પછી તો, વર્ષો વીતી જાય...

તોય પેલી વૈ જાય પણ ! પેલી, અંતરની ખુશ્બુ ના જાય..☺

પહેલુ ચુંબન કે છેલ્લુ ચુંબન એવુ કૈ ના હોય... 

અકલે કદાચ ભુલાય જાય.. પણ.! 

ચુંબન સાથેજ શ્વાસમાં ભળી ગયેલી લાલી.! અકલે કે, 

લીપસ્ટીકની સુગંધ નાજ ભુલાય... 

હાં સમય જતા એ પપ્પી થપ્પીમા દબાય જાય.... 

એવુ બને, પણ.! 

જ્યારે પણ ક્યારેય એ સુગંધ, 

ફરી ક્યાક દુરથી પણ આવીને, 

નાક સાથે અથડાય ને શ્વાસમાં પ્રવેશી જાય.... 

કે તુરંત એ ખુશ્બુ સાથેજ...! 

પહેલુ આલીંગન કે પછી ચુંબન..... 

તુરંત સપાટી પર આવી જાય.... 

લાલીની પણ એક અલગજ સુગંધ હોય છે.! 

પહેલા પહેલા ચસચસતા ચુંબન સાથે, 

નાકના રસ્તેથી શ્વાસમાં ભળેલી લાલીની એ સુગંધ.... 

ઊમ્ર ભર નાકનો પીછો નથી છોડતી...

અનંત જ્યારે પેલીના પહેલા ચુંબનનો શિકાર થયો હતો... 

પેલી અકલે કોણ..? 

અને છેલ્લી કોણ..? 

એ પુછવુજ નૈ.... 

મને એવી બધી ખબર ના હોય હુ શું કૌ... 

ખૈર... 

ગમે ત્યારે એ લાલી ગાલ પરથી કે હોઠ પરથી, 

તો આખરે ભુસાઈ જ જવાની છે, 

પણ હાં હ્રદયમાં છુપાઈને કાયમ રહી જતી હોય છે...! 

એ વાત નોખી છે...! 

અકલે એ પહેલા પહેલા ચસચસતા ચુંબનની છાપ..! 

ભુસાય /ભુલાય જાય એ પહેલા.... 

અનંતે એક કાગળ પર ઉપસાવી લીધેલી... 

જોકે એતો એ મોકે એને એવુ સુજ્યુ, 

બાકી, એ ચુંબન કૈ પહેલુ ન હતુ. 

અનંત ખોટાળો હતો. 

પણ મને જે ખબર હતી એને એ ખબર ન'તી... 

અકલે એ જે અડધી પડધી વાત કહે એ હુ માની જતો. 

જોકે પેલીએ અનંતને ખુણામાં ખેંચીને, 

ચસચસતુ ચુંબન ચોડી દીધુ પછી, 

આ અક્કલ વગરનો થોડીજ વારમાં ભુલી ગયો... 

અને એજ પેલીના લાલીના નિશાન વાળા ગાલે, 

બહાર ફળીયામા નીકળી પડ્યો... 

ત્યારે પેલીની મોટી બહેને જોયુ અને ગુસ્સે થૈ, 

અનંતને કહ્યુ.. તૂ તો સાવ બુધ્ધુ જ છે... 

કાં પણ લે મે શું કર્યુ.? મારા પર શું કરવાને ખીજાય છે..? 

મોટીએ ગુસ્સે થૈ કહ્યુ. 

પહેલા ગાલ સાફ કર... પછી બહાર નીકર... 

તુ મને પણ મરાવીશ ક્યાક... 

મોટીને ગુસ્સો એટલે આવ્યો કે, 

નાનીને અકલે કે પેલીને, 

અનંત પાસે એકાંતમા મળવાને સાથ તેણેજ આપેલો.... 

અકલે..... 

અકલે પછી અનંત ને વિચાર આવ્યો કે, 

આવી કીંમતી કીસ એમ નેમ ધોઈ કેમ નખાય... 

અને એણે પેલીના ચુંબનની છાપ..! 

ગાલ પર કાગળ દબાવી કાગળ પર ઉપસાવી લીધી... 

આમ ઘટનાઓ સજતી સવરતી હોય છે.... 

પહેલા આલિંગન વખતે, 

પેલીએ લગાવેલા અતરની સુગંધ.... 

પહેલુ ચુંબન લેતી વખતે, 

શ્વાસમાં ભળી ચૂકેલી લાલીની સુગંધ.... 

કોઈ શબ્દો, ગીત, સંગીત, અતર કે અગરબત્તી સુગંધ... 

અમુક ગલી, અમુક રસ્તા, અમુક પ્રકારના જુનવાણી ઘર... 

એ ઘરમાં થયેલ ગારમાટીના લીંપણની સુગંધ... 

જ્યારે જ્યારે ભીતરથી ઝણઝણાવે.... 

કે પછી ,છાનુ છાનુ રડાવે.....

ત્યારે એવુ બધુ અચાનક કેમ થયુ...? 

એ ના સમજાય તો પણ સમજવુ કે..., 

એ ગલી, એ રસ્તો, એ શબ્દો, એ સુગંધ, 

એવુ એવુ બધુ જે ઝણઝણાવે યા તો છાનુ છાનુ રડાવે..... 

તો ના સમજાય છતા સમજવુ કે,,,

એ વ્યકતી કે વસ્તુ કે એ માહોલ સાથે...,

આજનો નહી તો પુર્વનો કોઈ તો સંબંધ છેજ..! 

જ્યારે પણ વર્ષો પહેલા અનુભવેલી એ, 

વ્યક્તિ વ્સ્તુ કે પછી ગીત. સંગીત, શબ્દો, વાતાવરણ... 

કે એવુ કૈ પણ ફરી વખત અચાનકજ અનુભવાય ત્યારે... 

નજર સામે એ વીતેલા સમયની આખે આખી ઘટના..... 

એકદમજ ઉપસી આવે છે... 

નજર સમક્ષ, આંખ ખુલ્લી હોય કે બંધ.... 

નેત્ર પટેલ પર એ ઘટના ચલચીત્રની માફક ચાલવા લાગે..... 

ત્યારે.....

હ્રદયમાં કૈક અલૌકિક ભાવ ઊભરી આવે છે... 

યા તો ખુશી થાય યાતો અચાનક આંખ ઊભરી આવે છે.... 

આવુજ કૈક મારી સાથે બન્યુ જ્યારે.... 

અચાનક વરસાદ પડ્યો અને થંભી પણ ગયો.. 

ત્યાર બાદ આકાશ એકદમ કેસરી થઈ ગયુ... 

અને અચાનક જ્યારે એ આકાશી લાલી તરફ, 

મારૂ ધ્યાન ગયુ ત્યારે, હુ વર્તમાનનુ ભાન ભુલી....

ભુતકાળમાં સરી ગયો... 

તે દિવસે પણ.! 

અસ્સલ આજના જેવુજ મસ્ત મસ્ત, 

ભીનુ ભીનુ માદક સુગંધી વરસાદી વાતાવરણ હતુ. 

'ને આંખ સામે કેસરી આકાશ... 

'ને નાકના રસ્તેથી ભીની સુવાસ.... 

શ્વાસમાં પ્રવેશતાજ મારા ચીતમા.. 

અતીતની એક ઘટના ઊપસી આવી... 

સાંકડી ગલીની ભીતર આવેલા, 

એ ખંડેર જેવા મહોલ્લામા, 

છેક ખુણે આવેલા ઘરમાં અનંત સાવ એકલો હતો. 

એ જ્યારે પણ અટુલો હોય ત્યારે...

એકાંત એકલો એકલો  પ્રકૃતિ સાથે, વાત કર્યા કરતો... 

તે દિવસે અનંત બારી પાસે બેસીને... 

બારી બહાર અનંત કેસરી આકાશ તરફ મીટ માંડીને 

અનંત આકાશ સાથે વાતો કરી રહ્યો હતો. 

હુ અચાનક ત્યા મહોલ્લામા જૈ ચડ્યો... 

અને મે જોયુ કે બારી પાસે બેસી અનંત આકાશ સાથે, 

વાતો કરે છે, અકલે એને ખબર ના પડે એમ, 

હુ ચુપ ચાપ દુર ખુણામાં બેસી ગયો. 

અનંત આકાશ સામે મીટ માંડી આકાશને કહી રહ્યો હતો, 

ઐ આકાશી તેજ.!

હુ જાણું છું કે તે બધુજ જાણે છે..!

ક્રમશ :-

* બ્લાસ્ટ* 

આંખમાં પ્રેમની વીજળી ચમકે, 

ઊર માં યાદો ના વાદળ ગાજે..! 

ચોમાસાની આ ઢળતી સાંજે..! 

ફરી તું "અનંત" યાદ આવી આજે.!

"અનંત"

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02ZiXTmCzMF19tvnpYAWJpu9xxAaCbVC8ssGtm21xhf84E4Qhbzmy5u6emc7oPy4YTl&id=100002991311961&mibextid=Nif5oz






No comments:

Post a Comment