વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે....
ઊંધમા અભાન અવસ્થામાં...
કરેલો અટપટો બબડાટ...
"અનંત" હોય તોય દેખાય ના.
ના હોય તોય દેખાય "અનંત"
પાસે હોય તોય દેખાય નહીં.
દેખાય દૂર હોય તોય અહીં.
સામે હોય તે સમજાય નહીં.
સમજાય તે સામે હોય નહીં.
પાસે હોય તે સમજે નહીં.
સમજે તે પાસે હોય નહીં.
સત્ય હોય તે દેખાય નહીં.
દેખાય તે સત્ય હોય નહીં.
દેખાય તે હોય નહીં સત્ય.
સત્ય હોય તે દેખાય નહીં.
હાં દેખાય એ પણ સત્ય હોય.
ના દેખાય નહીં તે પણ સત્ય હોય.
મને દેખાય નહીં એય સત્ય હોય.
તમને દેખાય નહીં તેય સત્ય હોય.
તે જોયું એ જ સત્ય ના હોય.
મે જોયું તેય અસત્ય ના હોય.
મને દેખાય એ તને ના પણ દેખાય...
તને દેખાય એ મને ના પણ દેખાય...
તને દેખાય એજ મને પણ દેખાય...
મને દેખાય એ તને ના પણ દેખાય...
તો પણ પામી નથી શકતુ કોઈ કેમ?
તો પણ ચાહી નથી શકતુ કોઈ કેમ.?
નૈ તો ચાહવો તો હોય છે સૌને પ્રેમ.!
આખરે પામવો તો હોય છે સૌને પ્રેમ.!
કોઈ જાણીને પામે કોઈ પામીને જાણે.
કોઈ પામીને જાણે કોઈ જાણીને પામે.
કોઈ આપીને પામે કોઈ પામીને આપે.
કોઈ પામીને આપે કોઈ આપીને પામે.
કોઈ માપીને આપે કોઈ આપીને માપે.
કોઈ આપીને માપે કોઈ માપીને આપે.
દૂર દૂર હોવા છતાં કોઈ પામી જાય છે.
કોઈ પામી નથી શકતુ હોવા છતાં સાથે.
ઓળખી નથી શકતા કેમ? એક બીજાને.
નૈ તો હોવાને તો હોય છે બંને સાવ પાસે.
"અનંત" મુર્ખી બહેર મારી જાય
ક્યારેક એક બુધ્ધિશાળી સામે.
વર્ષો પહેલાં ઉંઘમાં અટપટુ બબડ્યા બાદ....
ઉંઘમાજ આક લૂ લખ્યા બાદ,
અનંતે એની કોઇક નાદાન ના સમજ
ચહીતી ને કહ્યા પછી લખે લૂ કે,
એ પાસે હોવા છતાં સમજતી નથી મને.
તું સમજેતો છે મગર છે નહીં મારી કને.
"અનંત" જન્મોના હીશાબ હોય શકે છે.
નહીં તો આવે ના તું અવારનવાર સપને.
"અનંત"
*બ્લાસ્ટ*
તને દૂરના નંબર છે પણ તે પહેર્યો છે ચશ્મા નજીકના.
મને નંબર છે નજીકના છતાં પહેર્યા છે મે દૂરના ચશ્મા...
ખરેખર તો દ્રષ્ટિ સમજણની બંને ની સાવ કાચી છે.
"અનંત" હું ખોટો નથી કદાચ, કદાચ તું પણ સાચી છે.
એક ઘટના વીષે છે તારી ને મારી નોખી નોખી માન્યતા..
તને દૂરના નંબર છે પણ તે પહેર્યો છે ચશ્મા નજીકના.
મને નંબર છે નજીકના છતાં પહેર્યા છે મે દૂરના ચશ્મા...
"અનંત"
ગળે પડેલ રૂમાલ જેમ ક્યારેક જડે નહીં.
"અનંત" સુખનુ પણ કૈક એવુજ હોય છે.
"અનંત" સુખ શર્ટના કોલરમા
ખોસેલા રૂમાલ જેવુ હોય છે.!
હોય સાવ કરતા સાવ નજીક
શોધ્યુ મળેજ નહીં તોય એ.!
જો બતાવી શકે અગર કોઈ એ.
તો એનેજ અપનાવી લેવુ જોઈએ...
હોય રૂમાલ કોલરમા તો પણ
"અનંત" ફાંફા મારીએ આમ તેમ...
આ બધુ એક રૂમાલની કમાલ છે.!
એ સેડા લુછશે કે આંસુ? સવાલ છે.!
જો કે સેડા અને આંસુ નો પણ અતુટ સબંધ હોય છે.
અર્થાત્ નાક અને આંખનુય અતુટ
બંધન હોય છે એમ.!
આંખનુ વહેણ રોકાય તો નાક વહેવા લાગે.
ક્યારેક નાક સાથે સાથે આંખ વહેવા લાગે.
"અનંત" આંખથી આંખની વાત અજાણી..!
લાલ લાલ ગાલ અને લાલ નાક કહેવા માંડે.!
લાલ નાક અને નાક જરતી સેડારી છોકરી
શરદીની જ દરદી હોય એ જરૂરી નથીજ!
ક્યારેક હ્રદયમાં ભરાયેલા ડુમાઓ પણ.
નાકને લાલંલાલ કરી નાખતા હોય છે.!
"અનંત"
ઘોઘી એ શોધી આપેલા સુખના સરનામા જેવા રૂમાલ વડે ઘોઘીનુ નાક લુછી,
ઘોઘાએ ભાઈબંધ ના ભાઇબંધે વર્ષો પહેલાં....
શેડા જેવા ગંધારા વીષય પર અડધી રાતે
ખંડેર મધ્યે કહેલી વાત એકધારી કરી....
ભાઈબંધ ના ભાઈબંધ નુ લખેલુ છેલ્લુ વાક્ય બોલી.
ઘોઘો ચુપ થયો અને ઘોઘી સામે જોયું તો?
ઘોઘીનું નાક લાલચોળ થૈ ગયું હતું...
ઘોઘીને શરદી નહોતી થઇ તોય ...
@@@@@@@@@@@@
બે, મતલબ કી બાતે..!
અકલે પછી,
ઘોઘો આમ તેમ રૂમાલ શોધતો હતો.
પણ મળે નૈ...
અંતે હારી થાકીને ઘોઘાએ ઘોઘી ને પુકારી...
ઘોઘી... એ ઘોઘી....
શુ છે તારે હવે..!
તીણા તીણા હ્રદયમા ઝણ ઝણ થાય એવા,
જીણા જીણા અવાજે ઘોઘી બરાડી...
બસ બીજુ કૈ નૈ એક રૂમાલનુ સરનામુ આપ એટલે હુ સેડા લૂછતો લૂછતો રવાનો થાવ...!
ઘોઘી રૂમમાં આવી ઘોઘા સામે જોયુ અને પાછી વળી ગૈ...
અરે.! રૂમાલ તો..,
જતી ઘોઘીએ જરી પાછુ ફરી,
એક નજર ઘોઘાના ગળા પર કરી કહ્યુ.
ગળે પડેલ રૂમાલનુ સરનામુ હુ નથી આપતી જા..!
અરે ભૈ મે રૂમાલનુ સરનામુ માંગ્યું છે તારૂ નૈ....
પગ પછાડતી ગુસ્સાયેલ ઘોઘી ઘોઘા સામે આવી.
શુ કહ્યુ હુ તારે ગળે પડી છુ..!. હે...
બોલતો ફરી બોલતો સેડારા.....!
કૈ પણ બોલ્યા વગર
ગળા પરથી રૂમાલ ઊતારી ઘોઘો,
ઘોઘીનુ નાક લુછવા લાગ્યો.....
https://m.facebook.com/story.php?story_fbid=pfbid036EBxDwFqsttow3v1ZpFJbfT6ShVUDyYnWNvfPkir53YRW8zHePpEGubUKM2kmZNJl&id=100002991311961&mibextid=Nif5oz

No comments:
Post a Comment