કોઈની પણ બઠાવ્યા વગરની અકલે કે
બેઠી કોપી
મારાજ ઘરની છે...!
હું ક્યારેય કોઈની માલીકીનો માલ કોઈને પધરાવતો નથી ...!
જો કે આજે જુકુ ભાઈએ નહીં મગર
"રમણ રિક્ષાવાળો" એ આ યાદ અવાડ્યું છે !
નિર્દોષ ગુનેહગાર shared a photo.
August 17 ·
રે જુકુ ભાઈ આવુન આવું યાદ ના અવાડતા હોય તો ,
તમને કાય ફેર નો પડી જાય ! અને મનેય નો પડે
પણ !
યાદ અવાડો તો આયા કણે કેકલાયને ફેર ચડી જાય
અને મારા જેવા એકલા એકલા
દાંત કાઢી કાઢીને થઇ જાય બોખા
પાછા ગાંડમાં ગણાય જાય ઈ નોખા !
ક,તીરા .....
લખતોજ નથી ! બે ત્રણ અર્થમાં
માતર ને માતર મનોરંજન ખાતર
અહીં ખાતર પાડું છું અર્થાત
નવરા બેઠા નખ્ખોદ વારુ છું એમ..!
એ સિવાય.....
મને બીજું કાય કરતા કાય કરતા કાય કરતાજ નથી આવડતું ...
કૈક કર્યા સિવાય ....
આપણે ક્યાં નામ ચડાવવું છે ચોપડે તે ઉપાધી હોય ...
No automatic alt text available.
નિર્દોષ ગુનેહગાર is with Prakash Kavaiya and Atul Mirani.
August 17, 2015
ભક્ત મૈ ભી હું !
લેકિન....
અંધા નહીં...!
**********
હું કોઈનો વિરોધી કે સમર્થક નથી એ બૌ બધા જાણતા જ હશે....
ના જાણતા હોય એ આજે જાણશે એમાં શું હે...ચાલો દાંત કાઢો ...:)
હું મારા સિવાય કોઈને સારો તો શું ખરાબ પણ નથી ગણાતો !
ગણીતમાં સાવ ઠોઠડો ખરોને અકલે !
ગાંધી જી ને ગુજરી ગયે વર્ષો વીતી ગયા ....
તો પણ આજે એને સારા કે ખરાબ ચીતરી ને કે પછી
સમર્થક કે અસમર્થક થઈને મહાન થવાની લાલચ સૌને જાગે છે .
આમ તો એ પણ ગાંધીજીની મહાનતા જ કેવાય કે નૈ... !
'હાં' તો હસો 'ના' તો મો ના બગાડો મને એ નૈ ગમે ...
પણ એમ તે કાય બેઠે બિઠાએ મહાન નૈ થવાતા હોય ...
અને એ પણ આયા ફેહ બુકમાં ...!
લે આ વાત પર તો મનેય એકલા એકલાને દાંત આઈવા ...:D :D :D ....
લ્યા તમે બૌ દાંત કાઢોમાં હવે, હજુ આગળ બાકી છે -
પછી પેટ દૂ:ખશે તો...! પછી મારો વાંક નૈ . પે'લા જ કૈ દઉં છું ..!
ને આયા તો પાછું કેવું ખબર છે ?
અહિયાં પાછું એવું કે મહાન મહાન લોકો પણ ઠેબે ચડી જાય બોલો..!
તો આમાં નવા મહાન ચ્યોથી પેદા થાય....
લે ! બીક નો લાગે..! ઠેબા કેવા લાગે !
કાઢો હવે થોરાક અમથા દાંત કાઢો .... :)
છતાય ક્યાય નો હાલે ઇ ન્યાં કણે હાલી જાય....
" જેમ કે, હું"
હવે જોર જોરથી હસવાની છૂટ જાવ..!
ભલે પેટ દુખતું હોય તો દુખે મારે શું ..!! :D :D :D ....
જોકે હવે હું અહિયાં પણ નથી હાલતો ઇ વાત જુદી છે ... :)
ભાઈ હું ગાંધી થોડો છું, કે વર્ષો સુધી કે યુગો સુધી હાલી જાઉં ...
મુજ અભાગિયાના એવા ભાગ્ય ક્યાં ...
મતલબ ગાંધી જેવા ભાગ્ય ક્યાં ! હું એમ કૌ છું..!
યાર ગાંધી જેવુ એવું ભાગ્ય પણ ભાગ્યે જ પ્રાપ્ત થાય હોં કે....
અને માત્ર ભાગ્ય થી પણ કશું ના ઉપજે ભાગ્ય સાથે
પૂરુંષાર્થ પણ ભળવો જોઇયે ...એકજ અર્થમાં.!
આજે પણ એના ફોટા વિના ની નોટ ખોટી ગણાય છે...
ગાંધી ના વિચારો ના ગમતા હોય તોય.!
ઝખ્ખ મરાઈને એને દિ'રાત ગુંજામાં રાખવા પડે છે.!
ઇ ભેગા ના હોય તો કોઈ ભાવય ના પૂછે...
હામુ સુ જુવો સો એમાં ! મે કાય ખોટું કીધું..! લે વળી !
અને હું એમ કૌ છું કે ગાંધી ના વિચારો નો
જો વિરોધ જ કરવો હોય તો આમ નો થાય ભાઆઆય। ...
એની જેમજ કરાય સીધું ને સટ્ટ.!
ગાંધી વારી નોઇટું વાપરવાનું જ બંધ કરી દેવાય ...
અને ઈજ હાચો વિરોધ કર્યો ગણાય ....
બાકી ગાંધી વાળી નોટું માટે જ દિ'રાત મજૂરી કરતાં હોય ,
ને પાછો એનો જ વિરોધ..!!!
લ્યાં એમ હમજી બૌ હરખાવું નૈ....
કે, લ્યો આ એક વધુ ગાંધી ભગત પ્રગટ્યો ...
આયા તો ઇ જ કેવાનું કે ગમે તેવા કુદકા મારો ....
કે ગાંઘી વિચારો નો વિરોધ કરો ...
વિચારી વિચારી ને તમને ફેર ચડશે પણ
એનાથી હવે ગાંધીજી ને કૈ ફેર નહીં પડે ....
લાગી શરત...!!
કેતા હો તો લખીને દૌ બોલો..
કેમકે ઇ તો નોટું ને ફોટુ માં જડાઈ ગ્યાં સે...
થોરા થોરા દાંત કાઢો તમ તમારે ..
વધારે તો આમેય નૈ નિકરે હવે...! :) :)
ગમે તે કહો પણ ગાંધીના ફોટા વિના કોર્ટ કચેરી કાય જોવા નો મળે બોલોં...
બોખલા બાપા બધેય ચૂપચાપ
દીવાલે ટિંગાઈને બધુ જોયા કરે છે ..
હસ્યા કરે છે...
આ જોઈ ઈર્ષાળુ ભસ્યા કરે છે....
ગમે તેના ભોગે ગમે તેમ તો પણ ગાંધી મહાન ગણાયા ....
આપણે કેમ નૈ ઇ તો હૌએ હૌના આતમને પૂછવું પડે ...
એમાં દાંત શું કાઢો સો... ગાંડા થઈ ગ્યાં સો કે...? :)
ચડ્ડી થી વિરોધ કે સમર્થન ...!!?
બૌ કેવાય... કે નૈ ...
ભઇ હમજી ને દાંત કાઢજો ...!
પછી ચોખટા ના પૈસા હું નૈ આલુ કૈ દઉં છું ...!
હું તો પેન્ટમાં ઘુસ્યાં પછી પણ આવું કાય નૈ કરી શકતો ...!
હું શું કરું..!!! :)
એટલે આમ તો હું સાવ બુધ્ધિ નો બળધિયો જ ગણાઉં ને હે ભઇ ....
પણ કોઈ ગણે તો ને...!
મારે જાતે જાતે થોડું કેવાય કે હું...,,
કેમ કોઈ બોલતા નહીં ..!
લ્યાં બોલોં નૈ તો કાય નૈ પણ થોરાં થોરાં દાંત તો..,,
*બ્લાસ્ટ*
કહો ભલા આના થી મોટી સ્વતંત્રતા કે આઝાદી બીજી કઈ હોય શકે...
જે દેશમાં જેને જેમ બોલવું હોય બોલી શકે,
મન ફાવે તેમ વર્તી શકે ,
મન ફાવે તે હમજ્યા વિચાર્યા વિના ,
પૂરો અભ્યાસ કર્યા વિના ઠોકં ઠોક લખી શકે,
અને જેને જેવુ ગમે તેવું મન ઘડત અર્થ ઘટન પણ કરી શકે.
કહો ભલા આના થી મોટી સ્વતંત્રતા કે આઝાદી બીજી કઈ હોય શકે...
ક,તિરા નો બ્લાસ્ટ પૂરો...
હવે માત્ર બ્લાસ્ટ પછીનો ધીમો ધીમો ધુવાણો ..........
અને હૌથી હારી વાત ઇ કે ઇ હંધાઆ..આ.આ..આ.. ય .....
નાના મોટા સાચા ખોટા, લેખક, બોલક ,
બેઉ બાજુ વાગતા ઢોલકને....
એમજ થાય, એવો વેમજ જાય કે....
અમે વાગ્યા એટલે હંધાય ભાગ્યા ...
આપણે બોલ્યા એટલે દુનિયા બદલાઈ ગઈ....
નૈ તો દેશ ખાડે જાતે ...
આપણે બોલ્યા એટલે બાજી પલટાઈ ગઈ ...
નૈ તો દેશની ઊંધે પઇડ દેવાય જાતે...
આપણા લેખ લખાણ થકી હૌ માં બત્રીસ નૈ તો કાય નૈ બે ચાર લખણ આયા...
નૈ તો હંધાય હજુ કૂ લક્ષણા જ હોતે ...
આપણે લખ્યું એટલે સમાજ માં કેટલી (ભદ્દી)બધી સમજ આઈ ગઈ નૈ ...!!
નૈ તો ના સમજ આ સમાજને સમજ આવતા હજુ યુગો વીતી જાતે ,
કાય ભાન નો પડત .... !
લ્યા પણ મને આવું કાય કેમ નૈ થાતું હોય હે.... !!!?
શું હું માણસ નૈ હૌ , શું હું જનાવર હોઈશ ....!!!?
એક મિનિટ હું જરા મારી પૂંઠે હાથ ફરાવી ચેક કરી લઉં હોં...
ક્યાક મારી પૂંઠે પૂંછડી તો નૈ ઊગી ગઈ હોય ને...
અફસોસ....
મે જોયું ....
હાં,હાં મે પૂંઠે હાથ ફેરવીને જોયું....
યાર સરખી રીતે જોયું ..
નથી ઊગી.....
સ્સાલી પૂંછડી હજુ નથી ઊગી ...
અફસોસ.... અફસોસ ...અફસોસ...
અફકોર્સ ...
નૈ તો દિ'રાત કેવો જલસો પડી જાત...
ખબરદાર જો આ વાત પર કોઈએ દાંત કાઢ્યા છે તો....
મારા સિવાય.... :D :D :D :D .... :) .....
લેખક... !!!
જોયા જોયા હવે મોટા લેખક..!
અક્કલ વગરના "અ,નારી" ગોદરા ભેરો થા
નાહક ઢીબઇ જશે .... અને પછી... છેલ્લે ... છેલ્લે ....
આટલું હું મને વઢિને હસતાં વદને પોઢી ગ્યો....:)
જીણકોક
* બ્લાસ્ટ *
જોયા જાણ્યા,સમજ્યા,વિચાર્યા વગર....
શું લેવા કોઈ વિષે ,વિષયે કશું બોલવું ....
ક,તીરા .....
લખતોજ નથી !
એ તો બાફે યા કાચું કાપે
એ સિવાય
કાય કરતા કાય કરતા કાય કરતાજ ના આવડે ...
આપણે ક્યાં નામ ચડાવવું છે ચોપડે તે ઉપાધી હોય
આપણે ભાઈબંધ પાસે થી અમથુંય ઉત્તમ અજ્ઞાન લાધેલુંજ છે !
વર્ષો પહેલા ખૂણામાં જીવતો,મરી ગયેલો ભાઈબંધ "અજ્ઞાની" કહેતો કે,
"અજ્ઞાની" આ સિદ્ધિ શું ઓછી કહેવાય.?
કે,પ્રસિદ્ધિની લગીરે જંખનાજ ના રહે !
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
ફોર ક, તિરા.
વર્ષો પહેલાં ગાંધી ને એક ગોડશે એ મારી નાખ્યા.!
હવે એના વીચારો ને મારવા હજારો ગોડશે પેદા થયા છે.!
મગર યાદ રહે ગાંધી વીચાર ક્યારેય નહીં મરે.!
કારણ કે સત્ય ક્યારેય મરતું નથી.!
"ક, તીરા."
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0kqKCd6UXbgQHj8E2EoE6mehFd37PpULxU8JwzhZGtAkQjH54Ys4uikDsqUWRsDmxl&id=100002991311961&mibextid=Nif5oz


No comments:
Post a Comment