Sunday, 15 October 2023

વર્ષો પછી મળીએ તો,

 

વર્ષો પછી મળીએ તો, વાતો જૂની જૂની નીકળે.
ભરચક ભરચક બજાર વચ્ચે ગલી કો'ક સૂની નીકળે.
બે શક્ક.! શક જેના પર હોય એ નીકળે નિર્દોષ...
'ને નીર્દોષ જેને ધારી બેઠા હોય એજ ખૂની નીકળે
બરફ પર હાથ મુકીને કહો ભલા.!ભરોસો કેનો કરવો.?સાવ ઠંડી લાગતી રાખ ભીતરથી ઊની ઊની નીકળે.

માનવ મન કળવું અતી મુશ્કેલ હોય છે.ઊપર ઊપરથી
શાંત જણાતો માનવી ક્યારેક ભીતરથી જનુની નીકળે.
પળમાં છોડે જગની માયા પકડે વાટ જંગલની. આ-
જગમાં, આવાયે કોઈ મસ્ત કલંદર અને ધુની નિકળે.
વસ્ત્રો ભગવા હો' સફેદ હો' યા, કેસરી છેતરી શકે છે.!
"અજ્ઞાની" સૂટ બૂટમાયે કોઈ સંત સુફી કે ઋષીમૂની નીકળે.
"અજ્ઞાની "
*બ્લાસ્ટ*
વસ્ત્રો ભગવા હો' સફેદ હો' યા, કેસરી,છેતરી શકે છે.! "અજ્ઞાની"
ચિંથરે હાલ વસ્ત્રમાં પણ કોઈ સંત સુફી કે ઋષીમૂની નીકળે.
"અજ્ઞાની "
No insights to show
Boost a Post

No comments:

Post a Comment