Wednesday, 1 November 2023

ચૂપ ચાપ બેસ તો કહું.

 ભાગ 14 

વહી ચૂકેલી વાત...  

હવે અત્યારે નહીં કહું જા...  

એમ કહી ઘોઘો અટકી ગયો હતો ...... 

ઘોઘી માથે હાથ દઈને ... 

ઘોઘી:- હે ભગવાન આને ક્યાક મૂકી આવો..... ! 

આગળ... 

ભૂલ થઈ બાપ.... 

હવે નહીં બોલું વચ્ચે પણ તું મને એ કહે તું અહિયાં શું લેવા ગુડાણો 'તો....?

ઘોઘો:- હવે હું ભૂલી ગયો બધુ...! 

જા પાણી ભરી આવ ત્યાં હું યાદ કરી લઉં .. 

ઘોઘી:- ફરી .. હે ભગવાન ...! 

આટલી બધી તરસ લગતી હોય તો,   

પાણીનો  જગ ભેગો લઈને અવાય ને .! 

ઘોઘો :-બીજી વાર યાદ રાખીશ બસ ..! 

તારે ના જવું હોય તો ના જા પણ 

ચૂપ ચાપ બેસ તો કહું . 

સાંભળ  હું અહી જૂઠ શોધવા આવ્યો છું.

ઘોઘી મનોમન બબડી મરાયા ...

એવું જ થયું જેની બીક હતી ...

આશ્ચર્ય સાથે ઘોઘીએ પ્રશ્ન કર્યો. 

જૂઠ.!! જૂઠ એટલે...!!! ??

ઘોઘો હળવા ગુસ્સા સાથે ઘોઘીના ગોરા ગોરા ગાલ ટપલી મારતા બોલ્યો .. 

ઘોઘી તું સાવ અક્કલ વગરની છે..! 

જૂઠ એટલે જૂઠ.!

જે સત્ય ના હોય એ એટલેકે અસત્ય ...! 

અસત્ય...!!! ?

હા ઘોઘી  હું અહી મસાણમાં 'અસત્ય' શોધવા આવ્યો છું.     

હવે ઘોઘીને જરાક અમથું સમજાયું. 

ધ્યાન માં હોય ને ઘોઘા ને ધ્યાનમાં આવે  ત્યારે..! 

ઘોઘી જરાક અમથી બાજુમાં આવે છે કે તરતજ ,

ઘોઘો આઘો ખસી જતો હોય છે,

એ જાણતી ઘોઘી, 

ઘોઘાના બે ધ્યાન પણાનો લાભ લેવા,

ધીરે ધીરે ઘોઘાની સાવ નજીક ઘોઘાને અડોઅડ બેસીને -

ઘોઘાની સાથળ પર હળવેકથી ટપલી મારતા બોલી.  

અરે !  પણ ..

ઘોઘા દુનિયાના મહાન મહાન લોકો સત્ય શોધે છે,

અને સત્ય શોધવા જંગલ જંગલ ભટકે છે,

ભગવા માળા ટીલા ટપકા કૈક કરતબ કરે છે-

માળા  ફેરવે છે જપ કરે છે, તપ કરે છે,અને ઘણા તો વર્ષો સુધી ગુફામાં બેસીને સત્ય શોધવાના પ્રયાસો કરે છે.  

વૈજ્ઞાનિકો  સત્યને શોધવા મોટા મોટા અખતરા કરે છે. 

ધરતીના પેટાળમાં "ફાંકા કરીને ફાંફા મારે છે."

અને તું.!!!?

એક તું છે કે,

અહી મસાણમાં અસત્ય શોધવા નોકળ્યો છે..! 

ઘોઘી એકી શ્વાસે  ઘણું બધુ બોલી ગઈ ... 

દૂ...ર ..દૂ..ર.. શંખનાદ સાથે જોરદાર ઘંટનાદ થયો...    

અને ઘોઘા તું દુનિયાથી ઉલ્ટી દિશામાં અને એ પણ,

અહી મસાણમાં....!!? 

અને એ પણ પાછું સત્ય નહીં ને અસત્ય શોધવા આવ્યો...? 

અલ્યા તારું ચસકી તો નથી ગયું ને ? ? ?

ઘોઘો ઘોઘીની વાત સાંભળી ત્રાસા હોઠે મલકે છે. 

અને પછી ઘોઘીના ગોઠણ પર ટપલી મારીને ...

મસાણમાં તો મૌજથી આવ્યો છું ઘોઘી...! 

બાકી "અસત્ય" તો હું ચારેકોર શોધતો ફરું છું ... 

પણ મને તો જૂઠ યાની અસત્ય ક્યાય મળતું નથી....  

ઘોઘાએ ઘોઘીને એક વાત બે અર્થમાં કહી.  

ઘોઘી તારામાં ને એ લોકોમાં કોઈજ ફરક નથી.. 

તારામાં નામ પ્રમાણેના ગુણ મૌજૂદ છે.

ઘોઘી ગુસ્સે થઈને બોલી.   

એટલે ? તું કહેવા શું માંગે હે ?

ઘોઘો ટૂંકમાં જ જાવાબ આપે છે.

“ જે કહી દીધું એ કહી દીધું”. 

ઘોઘી મનોમન બોલી ... 

’લાગે છે એક ભવમાં તો આ કોયડો નહીં ઉકલે ’

ઘોઘો :- બાંકડેથી ઊભો થતાં ..

ચાલો હવે ઘર ભેગા થઈશું ? 

ઘોઘી :- ના ... !

વાત અધૂરી છે. અને મારે નિરાંતે સૂવું છે...!

રાતભર ઉજાગરા નથી કરવા સમજ્યો... 

ઘોઘો :- એટલે જ તો કહું છું ઘોઘીઈઈઈ

ચાલ જટ ઊભી થા ઘેર જઈને સૂઈ જજે. 

ઘોઘી :- હવે એ શક્ય નથી ..

તે કોયડો ઊભો કર્યો છે. 

જે મને ઉકેલતા નહીં આવડે

તું મને જ્યાં સુધી નહીં કહે કે તું, 

ક્યુ અને કેવું અસત્ય શોધવા નીકળ્યો હતો,

ત્યાં સુધી હું ઘેર નહીં આવું ભલે રાત પડે, 

ને સવાર પડે. 

વાત પૂરી કરીનેજ ઘેર જઈશું..!

આમ બન્ને માથાકૂટ કરતાં હોય છે ત્યાં જ કોઇની અર્થી મસાણમાં પ્રવેશી ... 

દૂ...ર..દૂ..ર જગજીત સિહના અવાજમાં .. 

મિર્જા ગાલિબની ગઝલની દર્દ ભરી પંક્તિ  સંભળાય છે...   

कैदे हयात औ बंद ए गम अस्लमे दोनों एक हें.....  

मौतसे पहेले आदमी गमसे निजात पाए क्यु.....  

વાતાવરણ ગમગીન થઈ જાય છે. હવે ઘોઘાનો સ્વર બદલાઈ જાય છે. 

ઘોઘાને ગાલિબના શબ્દો છેક ભીતર અસર કરે છે.  

ઘોઘો આંખ બંધ કરી ક્ષણમા અતિતની સફર કરી પાછો ફરે છે.

ઘોઘો હળવા સ્વરે ઘોઘીને કહે છે.    

ઘોઘી ચાલ હવે ઘણું મોડુ થઈ ગયું છે.

પછી તારી માં ?  

ઘોઘી છણકો કરીને ..

હું તારી જેમ કહ્યા વિના નથી આવી સમજ્યો ..!

અને હવે લાબુ ખેંચ્યા વગર મને એ કહે કે,

ઘોઘો વચ્ચેજ ... 

શાંતી ઘોઘી શાંતી...

જો ઘોઘી પેલી અર્થી જો..!  

એના પર જે સૂતો એ થોડી વાર પહેલા હતો.

અને  હવે ન,હતો થઈ ગયો.... 

અને એ જે કદાચ થોડા કલાક પહેલા

હરતો ફરતો માણસ હતો ....

એ લાશ બની અત્યારે

ચાર કન્ધા પર સવાર થઈને મસાણે આવ્યો છે.  

અને એને અહી લાવનાર

એ ચારેય પણ વારા ફરતી વારા ક્યારેક,

અન્ય કોઈ ચાર કંધા પર અહી આવશેજ.!

છે ને બન્ને સત્ય. 

ઘોઘી ઘોઘા પર ગુસ્સે થઈ ગઈ... 

પણ ઘોઘા તું તો જૂઠ યાની અસત્યની વાત કરતો હતો ને ?

આમાં તે નવું શું કહ્યું ..?

એ તો દીવા જેવુ સાફ છે, 

જે તને દેખાય છે એ મને પણ દેખાય છે.. 

ઘોઘા મને લાગે છે તું ટાઈમ પાસ કરી રહ્યો છે....   

ઘોઘો હળવેકથી બોલ્યો બસ ,

તને સાવ એવું જ લાગ્યું  ? 

વાંધો નહીં  ઘોઘી એ સમસ્યા તારી એકનીજ નથી....! 

પણ એવું બિલકુલ નથી ઘોઘી.! એવું બિલકુલ નથી..! 

ઘોઘી બોલી તો કેવું છે ઘોઘા તું બોલને કેવું છે..?   

બસ ઘોઘી તું પણ પૂરી વાત સાંભળ્યા વિના મૂર્ખ લોકોની માફક બાફ નહીં ..

ઘોઘો મનોમન બાબડ્યો “ સારું છે કે કાચું નથી કાપતી નહીં તો સાવ ના પચે”   

ઘોઘી હું એજ કહું છું કે આ બ્ધુજ  સત્ય છે.

તો પછી જૂઠ શું છે ક્યાં છે  ? અસત્ય શું છે ?

(અને દૂ..ર દૂ...ર શંખનાદ થયો...) 

તમને લોકોને  જે દેખાય તેને જ તમે લોકો સત્ય માનો છો, 

તો શું  જે નથી દેખાતું એ અસત્ય છે ?

ઘોઘી કહે  કેમ નહીં.! 

જે ના દેખાય એ સાચું કેમ મનાય ..?  

અરે..ઘોઘી તું પણ ?

ઘોઘાને ઘોઘીની સમજ પર દયા આવે છે.  

ઘોઘી હું એમ કહું છું કે  જે હોય , જે છે જ એને શોધવાનું શું ? એમાં શોધવાનું શું.?

સત્ય તો બધે જ છે.

બસ મને ક્યાય "અસત્ય" નથી દેખાતું... 

જે હું શોધૂ છું. 

ઘોઘી કહ્યું ,

જેમ કે ?  

ઘોઘો કહે જેમકે..

હું, અને તું, તારું મને ચીંટિયો ભરવું,

અને  મારા ગાલમાં દુખવું.... 

ઘોઘી કમર પર હાથ મૂકી હોઠ ભીસી આંખ જીણી કરી ઘોઘાની સામે તાકી વચ્ચેજ બોલી .... 

ઓહ..હો,  તો હજુ તને ચિંટીયાની જ પીડા છે એમ ને....?

અને આ જરાક અમથી પીડામાં તું વૈજ્ઞાનિક થઈ ગયો હે ?

(દૂ...ર..દૂ..ર... વાંસળીના દર્દ ભર્યા સૂર વાગે છે....)  

ઘોઘીએ મજાક કરી,

પણ ઘોઘો ગંભીર થઈ બોલ્યો .... 

ઘોઘી : પીડા આખરે પીડા જ હોય છે.

એ ચિંટીયાની  હોય કે પછી.., 

ઘોઘો આટલું બોલી ક્ષણ ભર અટકી ગયો.

નીચું જોઇ ગયો... 

ઘોઘીનું ધ્યાન જાય એ પહેલા સ્વસ્થ થઈને

ઘોઘાએ વાત આગળ વધારી...     

જો ઘોઘી પેલા ચાર કન્ધા પર એક વવ્યક્તી અર્થી પર છે. 

એ સત્ય એ થોડા કલાક પહેલા એ વ્યક્તી જીવિત હતી એ સત્ય ..

આજે તે મૃત્યુ પામી એ પણ સત્ય .. 

એને અહી લાવનાર પણ સત્ય, 

અને એક દિવસ કોઈ અને પણ એજ રીતે ચાર કન્ધા પર અહી જ લઈ આવશે... 

એ પણ સત્ય જ હશે . 

આ પાણી જે પીય  શકાય છે એ પણ સત્ય, 

આ હવા જે જોઈ નથી શકાતી છતાં એ સત્ય, 

આ રંગબેરંગી ફૂલ જે દેખાય છે એ સત્ય..

અને જે નથી દેખાતી એ ફૂલોની સુવાસ એ પણ સત્ય,  

બોલ હવે જ્યારે ચારે કોર સત્ય સત્ય ને સત્ય જ ભર્યું પડ્યું હોય,

તો તેમાં શોધવાનું શું હે ? 

માટે હું એ વિચારું  છું કે જો આ બધુ જ સત્ય છે તો આ દુનિયાના લોકો શું લેવા ભટકે છે .? 

અને જે હોય તે શોધીને શું ધાડ માંરવાની જે નથી તે શોધીએ તો મજા છે ..    

ઘોઘી એક સામટું બોલતા ઘોઘાની સામે

એકીટસે જોતી રહી ....  

અને પછી એકદમ ઉછળીને

ઘોઘા તું....સી...ગ્રે..એ.એ.. 

ઘોઘી પોતાને વળગે એ પહેલાજ

ઘોઘો બે કદમ પાછળ જતાં 

ઘોઘીનું વાક્ય પૂરું થાય એ પહેલા જ વચ્ચે બોલ્યો.  ...

અ , હ..હ.હ..નો  સિગરેટ ઘોઘી નો સિગરેટ...

ઘોઘી ગુસ્સે થઈ ખીજાઈને બોલી.... 

આમ આઘો આઘો શું ભાગે છે !

કૈ પીય જાઉં હું તને...! 

ઘોઘી સિગારેટના સંદર્ભમાં બોલી ને તુરંત બીજા અર્થ "કિસ" યાની ચુંબન મા સરી પડી ... 

પાછી જાણે પીવાની યાને ઘોઘાને ચુંબન લેવાની ખૂબ તલબ લાગી હોય એમ બોલી.  

"હવે ઘોઘી ચુંબનના સંદર્ભમાં બોલી" 

ઘોઘા એકજ કસ... 

પછી ધીમેકથી બોલી 'કિસ' .

બસ ઘોઘા એક જ ...ક..અ.. અ... અ...

ઘોઘી બીજીવાર કસ કે કિસની વાત કરે એ પહેલા  ઘોઘો વચ્ચેજ બોલ્યો .. 

ના ઘોઘી ના, નથી મારવો હો એકેય "કસ" કે "કિસ"..! 

"કિસ" ઘોઘો પણ ધીમેકથી ઘોઘીને સંભળાય નહીં એમ બોલ્યો... 

ચાલ ચાલ હવે ઘેર ચાલ ! નૈ તો તારી 'માં 'તને છેક અહી મસાણમાં શોધતી આવશે. 

ચાલ હવે સાંજ ઢળવા આવી  .. 

બંન્ને ઘર ભળી ચાલવા લાગે છે. 

ચાલતા ચાલતા ઘોઘીને એક પ્રશ્ન થાય છે. 

અને એ ઘોઘાના ખંભે હાથ મૂકીને પ્રશ્ન  કરે છે.. 

ઘોઘા... એ... ઘોઘા.... 

મને એક પ્રશ્નનો જવાબ આપ ! 

ઘઘો ઘોઘીનો હાથ ખંભા પરથી હટાવતા કહે છે બોલ ! 

ઘોઘો ઘોઘીનો હાથ ખંભા પરથી હટાવે છે એ ઘોઘીને ગમતું નથી ઘોઘી મનોમન સમસમી જાય છે.

મનના ભાવ મનમાં જ દબાવી મનોમન ઘોઘી બબડી.

ક્યાં સુધી તું આમ વર્તશે ઘોઘા....

એક દિ' તને મજબૂર ના કરી દઉં તો મારુ નામ ઘોઘી નૈ.! 

એક દિ જ્યારે હું પણ તારી જ માફક હરકત કરીશ ત્યારે....

તને પણ સમજાશે કે પ્રેમાળ હેતાળ સ્પર્શ શું ચીજ છે ...    

મનોમન બબડતી વિચાર મગ્ન વિચારમાને વિચારમાં આગળ ચાલતી ઘોઘીને ઘોઘાએ બૂમ પાડતા કહ્યું. 

ઘોઘી એ...ઘોઘી... કેમ હવે ઉતાવળ થઈ બા ની બીક લાગી કે...? 

ઘોઘાની બૂમ સાંભળી ઘોઘી થંભી .. 

એટલે ઘોઘો એની સાથે થઈ ગયો .. 

બોલ તું શું પૂછતી હતી...? 

ઘોઘી વિચારમાથી ઝબકીને ... 

હ, હ, અં , હા , હા .. હું એમ પૂછતી હતી ઘોઘા કે ... 

આ જગતમાં  સમજવામાં,

ઓળખવામાં સૌથી અઘરું શું ?  

(ક્રમશ.)

https://m.facebook.com/photo.php?fbid=289355864507455&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz





No comments:

Post a Comment