Monday, 20 November 2023

ઘોઘી સાચુકા વૈ ગૈ બોલો.!

 છલકે તારી આંખોમાથી દારૂ હજુ વધારે .... 

છલકે તારી, આંખોમાથી,  દારૂ હજુ વધારે ....


છઅલ.. કે,એ એ એ...  તારી આંખોમાથી,


દાઆઆઆરૂ હજુ વધારે ....


ઊગતા રહે તારા હોઠો પર ગુલાબ હજુ વધારે .... 


ઘોઘો પાણીનો ગ્લાસ હાથમાં લઈ ,


પોતાની મૌજમાં વિચિત્ર ગાયન ગાય છે... 


અને, ઘોઘી આવી જાય છે . 


અકલે  બબાલ થાય છે . 


સોફા પર ઘોઘાની બાજુમાં બેસી ઘોઘી કહે છે . 


Areeeee... 


"ઘોઘા આ શું ગાય છે તું ...?"


Areeeee... Areeeee... શું કરે છે એમાં 


"ગીત ગાઉં છું કેમ "


પણ ક્યૂ ..? 


"હિન્દી " 


"પણ તું તો ગુજરાતીમાં ગાય છે "

 

"હાં તો , મને ગુજરાતીય આવડે છે... 


"પણ તો ગુજરાતી ગા ને "


"નથી આવડતું "


"લે ...! હમણાં તો કહેતો હતો કે, "


ઘોઘીની વાત પૂરી સાંભળ્યા વિના ઘોઘો બોલ્યો ... 


" એ તો હજુ પણ કહું છું .."


અંતે ઘોઘી ગુસ્સે થઈ ગઈ .... 

 

" શું પથ્થારી ફેરવે છે ગીતની અને મગજની "


ઘોઘાએ પણ ગુસ્સે થઈ કહ્યું . 


" તું પથ્થારી ફેરવે છે હું નૈ અક્કલ વગરની માંડ જામ્યું હતું . 


મૂક મૂરખ મગજમારી તારે જે ગાવું હોય જેમ ગાવું હોય તેમ ગા ..!


હું તો આ ચાલી . એમ બોલી છણકો કરતી ઘોઘી ઘેર જવા સોફા પરથી 


ઊભી થવા જાય છે ત્યાં ઘોઘી નો હાથ પકડી ઘોઘો ગાય છે .... 


અત્યારે ના જાને છોડી ને કે દિલ હજુ ભરાયું નથી ... 


હજુ હમણાં તો આવી છો .... હમણાં હમણાં તો... 


હાથ મુક્ક ઘોઘા... મારે લમણા નથી લેવા તારી સાથે સમજ્યો ... 


તું તો નવરી બજાર છો મારે હજાર કામ છે હુહ ... 


એમ છણકો કરી ઘોઘાના હાથમાથી હાથ છોડાવી


ઘોઘી સાચુકા વૈ ગૈ બોલો ...

*બ્લાસ્ટ* 

જવાનુ જો કે નક્કી જ હોય આવે છે તે તમામ નું. 

"અનંત" આવે છે એટલેજ એ કારણ કે જાય છે.! 

"અનંત" 




No comments:

Post a Comment