Wednesday, 22 November 2023

પોતાને કહેલી

 વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે, 

પોતાનેજ કહેલી લખેલી રચના...


*"હીશાબ"*


અનંત વર્ષોથી શબ્દો સમેત ગુંગળાશે કબાટમાં બંધ.

તો પણ, મારા કાગળીયાનો કાંઈક તો કરો પ્રબંધ.!


એવુ ક્યારેય ઈચ્છીશ નહીં કોઈને કહીશ પણ નહીં.

એનો અર્થ એવો પણ નથી જ કે હું થઇ ગયો છું સંત. 


જાણુ છું ઝર્રઝર્રીત થઇ ને અંતે તો ફાટી જવાના છે.! 

આ શબ્દો ક્યાં સુધી રહેશે જુના કાગળમાં અકબંધ.?


મળ્યા વીના સ્પર્શ્યા વીના પણ જોતા વેંત ઝણઝણીએ, 

શું આ આજનો છે, કે પછી છે યુગો જુનો કોઈ સબંધ.?


છેક લગી કોઈ એ જાણી સમજી શકતુ નથી "અનંત"

કે, હીશાબ જુના ચુકતે થાય છે કે પછી નવા ચડંત.!?


"અનંત" 

No comments:

Post a Comment