Sunday, 5 November 2023

સુખ પણ અકળાવે ક્યારેક ત્યારે કારણ વગર


"અનંત" સુખ પણ હંમેશા સુખ નથી આપી શકતું.!
એજ રીતે દુ:ખ પણ કાયમ દુ:ખી નથી કરી શકતુ.!
"અનંત" 
"અનંત" સુખ પણ ક્યારેક અકળાવતુ હોય છે.! 
અને દુ:ખ પણ ક્યારેક 
પરમ ચરમ અખંડ અનંત આનંદ આપતુ હોય છે.! 
આવું પણ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું. 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે, 
ખુદના ઊંડા અનુભવ ના આધારે મને 
ખંડેર મધ્યે, સુર્રરરરર કરતાક ને 
ચાયની એક જોરદાર ચુસ્કી ભરી કહ્યું હતું. 

હાં એ હકીકત છે કે અનંતના જીવનમાં 
છતી આંખે અંધારૂ હતું અર્થાત્ 
ખુબ દુઃખી હતો અનંત વર્ષો પહેલાં... 
કારણ..? 
એ કહેતોજ નહીં કોઈને.!
મગર 
એટલેજ ભટકતો હતો અને 
ભટકતો હતો જ્યાં ત્યાં.. 
જો કે પછી તો દુ:ખ માં પણ ખુશ રહેતા 
અનંતને આવડી ગયેલું.! 
અંતરની આંખ ખુલી ગયા પછી જાણ્યું કે, 
સુખ નો રસ્તો દુ:ખના રસ્તેથી 
આગળ ચાલતા મળે છે એ જાણ્યા પછી, 
અનંત હરપલ હરક્ષણ 
પરમ ચરમ અખંડ અનંત આનંદ ની અલૌકિક અનુભુતી કરતો મે જોયો છે.! 
તેમ છતાં ક્યારેક ક્યારેક અનંતને 
સાવ કારણ વગર દુ:ખી થવાનુ મન થતું 
ત્યારે દુ:ખી થવાના રસ્તા પણ જાતેજ શોધી લેતો.! 
અને એ રસ્તે આવા બધા ગીતો એને મળી રહેતા. 
પછી અનંત આવા બધા ગીતો 
એકલો એકલો સાંભળતો..! 
એ વાત નોખી છે કે કોઈ કાળે 
ખરેખર દુ:ખી હોય ત્યારે પણ 
અનંત આ અને આવાજ ગીતો સાંભળતો.! 
જો કે અનંત મને આ બાબતે 
એક ગર્ભીત રાજની વાત કરી હતી. 
જે અજ્ઞાની સમજી ગયો હોય હળવુ હસીને 
અજ્ઞાની બોલ્યો હતો બરોબર છે.! 
અનંત તારી વાત બીલકુલ બરોબર છે.! 
જો કે મને ત્યારે કે ગમે ત્યારે એ બંને 
ભાઈબંધોની ઘણી વાતો ઉપરથી જતી હતી 
અર્થાત્ સમજાતીજ નહોતી એમ.! 
અનંતની એ ગર્ભીત વાત મને
અતારે યાદ નથી.! 
કો'ક દિ' યાદ આવશે તો કૈશ નૈ તો હરી હરી... 



 




No comments:

Post a Comment