Tuesday, 12 December 2023

ભાઈબંધ અજ્ઞાની પસંદ ભજન

 *બ્લાસ્ટ*

"અજ્ઞાની" મન સાથે મુખ ગાય તે ગીત. 

ને, મુખ સાથે આતમ ગાય તે ભજન. 

મન થી મનની વાત થાય એ મનોરંજન.! 

આત્માની આતમની વાત થાય એ સત્સંગ.!

"અજ્ઞાની" 


એકલા જ આવ્યા મનવા, એકલા જવાના

સાથી વિના સંગી વિના, એકલા જવાના... ꠶ટેક

કાળજાની કેડીએ, કાયા ન સાથ દે

કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે

કાયા ન સાથ દે ભલે, છાયા ન સાથ દે ભલે

 પોતાના જ પંથે પોતાના વિનાના... ૧

 આપણે એકલા ને કિરતાર એકલો

એકલા જીવનો તારો આધાર એકલો

વેદના સહીએ રે ભલે, એકલા રહીએ રે ભલે

 એકલા રહી ને બેલી થાઓ બધાના... ૨



આપણ સૌએ હરતાં ફરતાં પિંજરાં

ઉપર બનાવ્યો મોર રૂડો ને માંહી ભર્યાં નર્યાં ચીંથરાં... ꠶ટેક

પંડના પિંજરામાં પંડે પુરાયો હંસલો કામણગારો

કોઈનો નાખેલો ચારો એ ચરતો છોડીને મોતીનો ચારો

કોણે બનાવ્યો મહેલ રૂડો પણ ભીતરમાં તો ભર્યા ચીંથરાં... ૧

નહિ આરો કે નહિ ઓવારો એવો સંસાર સાગર ખારો

તરીને ડૂબવું કે ડૂબીને તરવું વારાફરતી વારો

સાગર કેરું નામ ધર્યું પણ નીર જુઓ તો એના છીછરાં... ૨



જનમનો સંગાથી કુંભારાણા કોઈ નથી,

 સૌનો ન્યારો ન્યારો રાહ... ꠶ટેક

એક રે માતાના દોનું દોનું બેટડા, એનો ન્યારો ન્યારો રાહ,

એક રે રાજ કરવાને મહાલતો, બીજો ભારા વેચવા જાય.૧

એક રે વેલાના દોનું તુંબડાં, એનો ન્યારો ન્યારો રાહ,

એક રે અડસઠ તીરથ કરે, બીજું વાદીડાને હાથ... ૨

એક રે ગાયના દોનું વાછડા, એનો ન્યારો ન્યારો રાહ,

એક રે શંકર કેરો પોઠિયો, બીજો ઘાંચી કેરો બેલ... ૩

એક રે માટી કેરા દોનું ઘડૂલા, એનો ન્યારો ન્યારો રાહ,

એક રે જમુના તીરે જળ ભરે, બીજો સમશાને જાય... ૪

ગુરુને પ્રતાપે મીરાંબાઈ બોલિયાં, આ તો કસોટી કેરા ખેલ,

રાગ ને મમતા મેલજો, તો રાણા ઊતરશો ભવપાર... ૫


આજ ખરું અવતરવાનું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

કંસની સામે તમે કૃષ્ણ થયા
અને રાવણની સામે રામ
પણ આજે તો કંસનો પાર નથી જગમાં
ને રાવણ તો સો માં નવ્વાણું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

કૈક ને માર્યા તમે કૈક ને તાર્યા
ને ધર્યા તમે વિધવિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે
અવતરતા લાગે કેમ વાર?

શ્રધ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા
હવે કોણ તાણે તારું ઉપરાણું?
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

આ ચંદ્રમાં તો હવે હાથવેંતમાં
અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વિંધીને અવકાશે આદમ
દોડ્યો આવે ને દોડ્યો જાય

બધું એ જીતાય, પણ એક તું ના જીતાય
તો ગીતાનો ગાનારો સાચો માનું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

*બ્લાસ્ટ*

"અજ્ઞાની" મન સાથે મુખ ગાય તે ગીત. 

ને, મુખ સાથે આતમ ગાય તે ભજન. 

મન થી મનની વાત થાય એ મનોરંજન.! 

આત્માની આતમની વાત થાય એ સત્સંગ.!

"અજ્ઞાની" 



પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું
જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી..
નવું પીંજરુ માંગે
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી
નવું પીંજરુ માંગે
પંખીડાને આ પીંજરુ….

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી
નવું પીંજરુ માંગે
પંખીડાને આ પીંજરુ….

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના બનીએ ભેરુ, કોઇના રંગ રાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી
નવું પીંજરુ માંગે
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું
જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી..
નવું પીંજરુ માંગે
પંખીડાને આ પીંજરુ….


ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું
ચાલ્યા જ કરું છું

સંસારની પગથારને કોઇ ઘર નથી,
મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઇ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

સ્વર : મુકેશ
સંગીત : કલ્યાણજીભાઇ

ચાલ્યાં જ કરું છું – અવિનાશ વ્યાસ

ચાલ્યા જ કરું છું…
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું,
ચાલ્યા જ કરું છું…

સંસારની પગથારને કોઇ ઘર નથી,
મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી…

શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું…

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને…

મંદિરમાં જઇ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું…

નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને…

જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું…

– અવિનાશ વ્યાસ





No comments:

Post a Comment