Friday, 22 December 2023

એક સ્ત્રી ની ઝંખના

જયારે આખું નગર સૂતું હોય

ત્યારે હું મારા ઝાંઝર કાઢી નાખું છું

અને સાવ સુંવાળા પગલે, ચોરીછૂપીથી

તારા ખંડમાં પ્રવેશું છું.

.

.

તું ત્યાં સુતો છે, નથી કોઈ હલનચલન

ચોળાયેલી તારી પથારીમાં

તારી આસપાસ પુસ્તકો આમતેમ પડ્યા છે.

આ બધાંની વચ્ચે, તું એકલો, સૂતો છે.

તારા હોઠ પર કોઈક અજાણ્યા સંતોષનું સ્મિત છે

જે તારા નિદ્રિત ચહેરા પર વિલાસે છે.

હું નીરવતાથી તારી પથારી પાસે બેસું છું.

તારા વિખરાયેલા વાળને સુંવાળપથી સરખા કરું છું

પછી, સહેજ વાંકી વળી વળું છું અને તીણા નખથી

તારી છાતીને ચીરીને ખુલ્લી કરું છું

અને મારા બંને હાથથી તારા

સુંવાળા ધબકતા મુઠ્ઠીભર ગુલાબી માંસને બહાર કાઢું છું.

.

.

તારા માંસની સુગંધથી હું વિવશ થાઉં છું

મારા સ્તન સાથે એને એક ક્ષણ ચાંપું છું.

શબ્દ અને મૌન એક થઇ જાય છે

એક થઇ જાય છે આકાશ અને પૃથ્વી.

તું જાગે એ પહેલા

એને ફરી પાછું

એ જ્યાં હતું ત્યાં એને મૂકી દઉં છું

અને તારી ખુલ્લી છાતીને પંપાળું છું

એક ક્ષણમાં જખમ રુઝાઈ જાય છે

જાણે કે કશું જ નથી બન્યું એમ.

પહેલાની જેમ, તું સૂતો જ રહે છે

હું ચુપચાપ તારા ખંડમાંથી ચાલી નીકળું છું.

.

.

- સુનંદા ત્રિપાઠી

(ભાષા: ઊડિયા)

(અનુવાદ: ઉત્પલ ભાયાણી)

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0MYecDRicWyQu7sqCHcjo3VSobRXCaH6WU2ejFDuADVSJj5ia1uF9GD4gKBv8gXkCl&id=100000173210368&mibextid=UyTHkb


https://layastaro.com/?cat=16


*બ્લાસ્ટ*

અદ્દભુત છે આ એક સ્ત્રી ની કવીતા.! 

અલૌકિક છે એક સ્ત્રી ની ઝંખના.!

પહેલી વખત આ ખંડેર પર લાવ્યો છું. 

"કતીરા" પ્રેમથી પ્રેમની પારકી રચના.!

"કતીરા"

*બ્લાસ્ટ* 

શરીર જન્મે છે માત્ર સ્ત્રી જેવા જે બાળકી માંથી, કીશોરી થાય છે, યુવતી થાય છે, મગર સ્ત્રી નથી થતી..! 

"અનંત" આ પૃથ્વી પરથી ક્રમશઃ યાની ધીરે ધીરે સ્ત્રી લુપ્ત થઈ રહી છે. 

"અનંત" 


.
.
તું ત્યાં સુતો છે, નથી કોઈ હલનચલન
ચોળાયેલી તારી પથારીમાં
તારી આસપાસ પુસ્તકો આમતેમ પડ્યા છે.
આ બધાંની વચ્ચે, તું એકલો, સૂતો છે.
તારા હોઠ પર કોઈક અજાણ્યા સંતોષનું સ્મિત છે
જે તારા નિદ્રિત ચહેરા પર વિલાસે છે.
હું નીરવતાથી તારી પથારી પાસે બેસું છું.
તારા વિખરાયેલા વાળને સુંવાળપથી સરખા કરું છું
પછી, સહેજ વાંકી વળી વળું છું અને તીણા નખથી
તારી છાતીને ચીરીને ખુલ્લી કરું છું
અને મારા બંને હાથથી તારા
સુંવાળા ધબકતા મુઠ્ઠીભર ગુલાબી માંસને બહાર કાઢું છું.
.
.
તારા માંસની સુગંધથી હું વિવશ થાઉં છું
મારા સ્તન સાથે એને એક ક્ષણ ચાંપું છું.
શબ્દ અને મૌન એક થઇ જાય છે
એક થઇ જાય છે આકાશ અને પૃથ્વી.
તું જાગે એ પહેલા
એને ફરી પાછું
એ જ્યાં હતું ત્યાં એને મૂકી દઉં છું
અને તારી ખુલ્લી છાતીને પંપાળું છું
એક ક્ષણમાં જખમ રુઝાઈ જાય છે
જાણે કે કશું જ નથી બન્યું એમ.
પહેલાની જેમ, તું સૂતો જ રહે છે
હું ચુપચાપ તારા ખંડમાંથી ચાલી નીકળું છું.

– સુનંદા ત્રિપાઠી (ભાષા: ઊડિયા)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)

 

અભિસાર એટલે પ્રેમી-પ્રેમિકાએ સંકેત મુજબની જગ્યાએ મળવા જવું. સાહસ અને છળ એ અભિસારિકાની પ્રકૃતિ છે. આટલી પૂર્વભૂમિકા પછી આ કવિતાને અનુભવીએ… પ્રણયની તીવ્રતર લાગણીથી છલકાતી આ કવિતા આપણા ઊર્મિતંત્રને એટલી નજીકથી અડી જાય છે કે શબ્દ અને મૌન બંને એકાકાર થઈ જતા અનુભવાય છે…

 

ટાઇપ સૌજન્ય: ક્રિષ્ણા-તારા નામનો આધાર

No comments:

Post a Comment