Friday, 8 December 2023

ન બોલુ તો શું ફર્ક પડે

વંર્ષો પહેલા ... 

તું બૌ બોલે છે ! 

'ને સૌ બોલે છે !

"અજ્ઞાની" મગર હું ના બોલું, તો શો ફર્ક પડે..! 

અગર બોલું તો.! સ્વર્ગ મળે યા તો નર્ક મળે ...!

"અજ્ઞાની"

આપણને બોલ્યા વિના લગીરે ચાલતું નથી... 

(મનેય તે ! )

બોલી ના શકાય એ સંજોગોમાં 

લખ્યા વિના ચાલતું નથી ...

( જો કે મને બૌ ફાવે, નૈ ! )

પણ આ જગમાં ઘણા એવાય લોકો હોય છે,

જે બૌ ઓછું બોલે છે, અને વધુ સમજે છે ! 

બધુ સમજે છે ...! અનુ. >>>

( ઘણા ખૂબ બોલે છે ! પણ ખુદ સમજતા નથી )>

( જેમ કે હું...! ) :)

બાકી સૌ સમજદાર સમજે છે ખૂબ ખુદને ! 

હોય છે એવું મે ક્યાં કહ્યું..!?

ઐ.... જીભડી વાળુ ચિતર :)😜

>>> સંધાન...

જેની હયાતી કરતાં ગેર હયાતી વધુ બોલકી હોય છે ...!

અર્થાત :-

જે એની હયાતીમાં ઓછું બોલ્યા હોય, 

'ને વધુ મૌન રહ્યા હોય,

એની ગેર હયાતીમાં એના વિષે, મારા ,તમારા જેવા, 

બૌ બોલ બોલ કરતાં હોય છે....

અને ઘણી વાર એવુય બને કે, 

એવા ઓછા બોલા સહજ ભાવમાં કોઈ વાક્ય બોલે,

એ મારા જેવાને નોંધી લેવાનું મન થાય.... 

અને પછી એના જ નામે લખવાનું પણ મન થાય ...

જ્યારે અમુક, વિચાર,વાક્ય,શબ્દ, ચોરોને ! 

આવા અન્યના વાક્યો, વિચારો,શબ્દો-

પોતાના નામે ચડાવવાની ચળ આવે છે. 

એના મનમાં મહાન થવાના છળ આવે છે.

જોકે આખરે ચોરી તો પકડાય જ જાય છે.! 

જ્યારે મળતા ભળતા શબ્દો આગળ પાછળ આવે છે.

અને તો પણ એ બડી બે શરમી સાથે અમુક લોકો એવું કરે છે ! 

પણ મને એવું બિલકુલ ના ફાવે રે...

અજ્ઞાની તું બૌ ઓછું બોલે છે !

ક્યારેક ક્યારેક જ મો ખોલે છે !

એનું કારણ શું ?

વર્ષો પહેલા અધ રાતે મધ રાતે જ્યારે....

અમારી મહેફિલ જામેલી ત્યારે ...

ચાયની ચૂસ્કી સાથે પૂછેલા મારા આ સવાલના જવાબમાં, 

એણે કહ્યું હતું કે, 

તું બૌ બોલે છે ! 

'ને સૌ બોલે છે !

અગર હું ના બોલું તો શો ફર્ક પડે..!? 

બોલું તો, સ્વર્ગ મળે યા નર્ક મળે ...!

અર્થાત...? 

મે સવાલ કર્યો.

મે કહ્યું અજ્ઞાની તું બોલ ના બોલ મરજી તારી... 

પણ, આ સ્વર્ગ નર્ક વાળી વાત મને લગીરે ના સમજાણી ....

અકલે અર્થ સમજાવતા એણે આગળ ચલાવ્યું ....

પણ હું નૈ ચલાવું કેમકે, 

મને ગાઢ ! ઊંડી ! મીઠી મસ્ત મજાની ઊંઘ આવે છે .... !

ક્રમશ:- ...........

ફોટો બાય ....

બાય,અર્થાત....

ભાઆઆઆઅય... 

એકજ અર્થમાં અંગ્રેજી વાળું ...by ...

સમજોને હવે યાર ..!

યાની,,

ફોટો by ક,તિરા... :)

હાં ,હાં, વર્ષો પહેલાજ ..! 

Katira Paresh added 2 new photos.

December 18, 2015 · 

https://www.facebook.com/katira.paresh/posts/792518740857829

https://m.facebook.com/story.php?story_fbid=1293796708102424&substory_index=1293796708102424&id=100002991311961&mibextid=UyTHkb

*બ્લાસ્ટ* 

સજા માટેજ શરીર મળે છે. 

મજા માટે  શરીર મળે છે. 

અહિયાં આત્મા તો કેવળ 

પરમ ચરમ અખંડ "અનંત" 

આનંદ માટેજ મળે છે.! 

"અનંત" 


*બ્લાસ્ટ* 
 તું, તે, તેઓ, આ, ઓલુ, પેલું.. 
મળશે ,મળે તો,મળી ગયુ... 
પછી.? 
પછી..? 
પછી...? 
બસ્સ "અજ્ઞાની" તું સતત આમ વીચારજે.! 
અને પછી, તું, તે, તેઓ, આ, ઓલુ, પેલું,
કશુંજ નહીં રહે.! 
બધુ શુન્ય થઈ જશે.! 
"અજ્ઞાની" 

No comments:

Post a Comment