Tuesday, 5 December 2023

જે તે સમય નુ સત્ય

"હર એક સવાલ,

જવાબ સાથેજ જન્મ લેતા હોય છે..!" 

આવુ બધુ મારા બે ભાઈબંધો મને ઘણીવાર અડધી રાત્રે સમજાવતા એકાંતમાં ખંડેરની ભીતર... 

અને મને કહેતા કે, 

પરીયા યાદ રાખજે આ વાત અમે માત્ર તનેજ નથી સમજાવતા બલ્કે ખુદ અમે બંને પણ 

આ અજ્ઞાન અવસ્થામાં કરેલી વાતોને

સમજવાનો અને જીવનમાં ઉતારવાનો 

સતત સખત પ્રયાસ કરીએ છીએ..! 

એ બંને જે કૈ બોલતા અજ્ઞાન અવસ્થામાં 

તે હું ચુપચાપ સાંભળતો રહેતો. 

ધ્યાનથી... 

માત્ર કાનથી નહીં બલ્કે હ્રદય થી પણ હું 

એ લોકોની વાતો સાંભળતો રાતોની રાતો.! 

એ લોકો મને કહેતા કે, 

સત્ય હોય કે અસત્ય 

લાંબો વખત દબાવી છુપાવી શકતુ નથી.!

ક્યારેક ને ક્યારેક તો એ ઊગીજ નીકળતું હોય છે..!


અગર સત્ય ઊગે તો સુંદર વન ખીલે..! 

મગર અસત્ય ઊગે તો કાંટાળુ જંગલ...


જ્યારે તમારૂ છુપુ સત્ય લોકો સામે આવશે

ત્યારે તમે ગર્વથી માથુ ઊચુ કરી શકશો.


પણ જ્યારે તમારૂ જુઠ લોકો સામે આવશે

ત્યારે ભોંઠા પડશો અને શર્મથી મો છુપાવશો


જુઠાઓને સાથ આપનાર પણ એટલોજ ગુનેહગાર છે "અનંત" જેટલો જુઠો.! 

બહેતર છે સાચુ બોલો ને સત્ય સાથે રહો.!

**********************************

ક્યારેય પણ એક વ્યક્તિની ફરીયાદ સાંભળીને એ ફરીયાદી સાચો છે અને, એ જેના માટે ફરીયાદ કરે છે 

એ ખોટો છે એવુ માનવાની

મુર્ખામી ભરી ઉતાવળ કદિ ના કરશો... 

એમ કરતા આગળ જતા તમે પણ 

મુર્ખ સાબીત થશો..!


જ્યારે સત્ય સામે આવશે.!

અને, 

સત્ય ત્યારેજ સામે આવશે જ્યારે તમે 

બીજી વ્યક્તિ ની વાત શાંત ચીતે ધ્યાનથી 

સાંભળશો..!


જે માત્ર પોતાની વાત કહેવાજ અધીરો થાય છે..! 

તે આપોઆપ શંકાના દાયરામાં આવી જાય છે..!


અર્થાત્ પોતે જ સાચો છે એવુ સાબીત કરવા, 

આસપાસનુ જ્ઞાન ભાન ભૂલી ને

અથવા તો આસપાસ જે કોઈ હોય છે,

તેની સામે અશાંત મન અને ઊંચા અવાજે અપશબ્દ સમેત પોતાની વાત કરવા ઉતાવળો થતો વ્યક્તિ ખુદને સાચો ઠેરવવા ધમપછાડા કરતો વ્યક્તિ ખુદબખુદ શંકાના દાયરામાં આવી જાય છે..!


એજ રીતે અગર કોઈ વ્યક્તિ એ બાબતે ખુલાસો આપવા ચાહતો હોય અને તેની વાતમાં તથ્ય સત્ય ધ્યાને કાને પડતાંજ તેની વાત કાપવાનો પ્રયાસ કરવો પણ એવુજ સાબીત કરે છે કે તમે પણ સત્યથી ડરો છો દૂર ભાગો છો અને જુઠાના પક્ષમાં છો..!


ફરીયાદ કરનાર કે પછી ફરીયાદ સાંભળનારે 

સામા પક્ષનો ખુલાસો પણ શાંત ચીતે સાભળવો 

જોઈએ.!


કોઈ વ્યક્તિ તમારી વાત કે ફરિયાદ ચુપચાપ સાંભળે એનો અર્થ એ નથી કે તે ગુનેગાર છે.


એવુ માનનાર સમજનારે એકવાર એ મુંગાનુ મો ખોલાવી ખુલાસો સાંભળવો જોઈએ...


આવી તો કૈ કેકલીયે વાતો એ લોકો મને 

કહેતાં રહેતાં....


आज इतना सही। 

बाकी बाते फीर कभी।

@@@@@@@@@@@@

ભાઈબંધો એ વર્ષો પહેલાં થયેલા... 

અનંત અનુભવના આધારે... 

કહેલી /લખેલી વાતો. 

@@@@@@@@@@@@@@@@

એકજ પક્ષ કે એકજ વ્યક્તિ ની આધી અધુરી વાત કે ફરીયાદ સાંભળી બીજી વ્યક્તિ માટે ક્યારેય કોઈ પણ પ્રકારનો અભીપ્રાય આપવાની ઉતાવળ તમને ભોંઠા પાડી શકે છે.!

****************************

એકજ વ્યક્તિ ની ફરીયાદ ના આધારે 

બીજી વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારની

ધારણા બાંધવી એ પણ નરી મુર્ખતા છે..!

*******************************

ભૂલમાં ભૂલથી ભૂલ થવી એ કોઈ પાપ કે ગુનાહ નથીજ ..! 

મગર પોતાની એ ભૂલને ઉઘાડી પડી ગયા પછી પણ યેનકેન પ્રકારે ઢાંકવી છાવરવી

એ પાપ છે.! એજ અપરાધ છે.!

***********************************

એ મુર્ખ છે જે કોઈના સાચુ બોલવા કહેવાથી 

સંબંધો પર પુર્ણ વીરામ મુકે છે..! 

*************************

જે સંબંધો સાચુ બોલવાથી તુટે

એ પહેલેથીજ તકલાદી હોય છે.! 

***************************

જીંદગીની કઠોર અને વરવી વાસ્તવિકતા..!

સંબંધો ખોટુ કે સાચુ બોલવાથી નહીં..! 

મગર સાચુ સાંભળવા અને સ્વીકારવાની ક્ષમતા ના અભાવે તુટતા હોય છે..!

**********************************

વીપરીત સંજોગોમાં કોઈને મદદ કરવી 

પુણ્યનુ કામ છે ચોક્કસ..!


મગર પછીથી કાયમ એ વ્યક્તિને પોતે કરેલા અહેસાન નો અહેસાસ કરાવવો, 

અને એજ અહેસાન વારંવાર યાદ કરાવી

તેનો લાભ યા ગેરલાભ લેવો એ મહા પાપ છે.! 

એમ કરવાથી તમે એ આભારવશ 

વ્યક્તિ જેની તમે વીપરીત સંજોગોમાં 

મદદ કરી હોય છે. 

તેની નજરમાંથી સાવ નીચે ઊતરી જાવ છો.! 

********************************

શક્ય હોય ત્યાં સુધી કોઈની મદદ ન લેવી 

અગર લેવીજ પડે એમ હોય તો પણ મદદ 

લેતા પહેલા એક સ્પષ્ટતા જરૂર કરી લેવી કે 

એ નીશ્ચીત નથી કે તમે પણ ક્યારેક એમને 

મદદ કરી શકશો..! 

*******************************

આપણે વખાણીએ કે, 

વગોવીએ એ વાત નોખી છે.! 

મગર..... 

આ જગતમાં કોઈ કોઈને 

સુખી કે દુ:ખી ક્યારેય કરીજ નથી શકતુ. 

હાં એ માટે કોઈ પણ વ્યક્તિ 

માત્ર નીમીત બને છે..! 

બાકી સુખ કે દુઃખ સૌને સૌના હીશાબ મુજબજ યાની કર્મ મુજબ મળતું હોય છે..! 

**************************

ફીલોસોફીઓ સલાહો શીખામણો 

માત્ર અનુકુળ સંજોગોમાંજ આપવા લેવામાં આનંદ આવે છે..! 

પ્રતીકુળ સંજોગોમાં... 

સુફીયાણી સલાહ શીખામણો અને ફીલોસોફીઓ નો ફીયાસ્કો થતો 

મે જોયો અનુભવ્યો છે..! 

અનુકુળ સંજોગોમાં સુફીયાણી સલાહ શીખામણો અને ફીલોસોફીઓ 

ઠોકનારને મે વીપરીત સંજોગોમાં 

જીવનથી હારી જતાં જોયા છે.! 

*************************

તમારી ઈચ્છા મુજબ કૈ પણ 

બનતા બની જાય એ વાત નોખી છે.! 

મગર તમે ઈચ્છો તમે ચાહો એવુજ બને 

એ શક્યતા ખુબ ઓછી છે..! 

************

હું હર હાલમાં 

પરમ આનંદ 

ચરમ આનંદ 

અનંત આનંદ 

અનુભવું છું..! 

એ સત્ય ખરૂ પણ અધુરૂ..! 

"અનંત"

અનંત અઢળક ઊંડા અનુભવના આધારે આવી તો કૈ કેટલીય ખીલોસોફીઓ ભાઈબંધો ઠોકી ગયા છે..!

પણ એમાની એકેય એનેય કામ નથી આવી.!

છતાં પણ 

આ તો શું છે કે,,,

ઇ બા'ને 

ટાઈમ પાસ થાય.. 😊

@@@@@@@@@@@@@@@@@@


સારા સાચા અને ઈમાનદાર લોકો માટે 

સારી કે નઠારી કોઈ પણ ઘટના 

માત્ર ને માત્ર એમના સારા માટેજ 

ઘટતી હોય છે..!

એવુ જોવા સમજવાની 

એ લોકો પાસે દીર્ઘ દ્રશ્ટી હોય છે.! 

જે સારા સાચા અને ઈમાનદાર છે..! 

એકજ સમયે ઘટતી ઘટના 

ખરાબ ખોટા અને બૈમાન લોકો માટે વધુ

ખરાબ સ્થીતીનુ નીર્માણ કરતી હોય છે..!

આવું મારા ભાઈબંધો મને વર્ષો પહેલાં

કહેતા, સમજાવતા અને મને

સમજાવતા સમજાવતા ખુદ પણ

ખૂબ સમજવાનો પ્રયાસ કરતા

કારણકે આવુ બધુ તેઓ એકદમ 

અજ્ઞાન અવસ્થામાં કહેતાં લખતા બોલતા..

@@@@@@@@@@@@@@@@@@


સમય આવ્યે એ પણ ખબર પડી જશે કે કોણ જુઠો છે અને કોણ સત્ય થી દૂર ભાગે છે.!

આવુ બધુ મારા બે ભાઈબંધો કહેતા હતા. 😊

*********@@@@@@@@@@@***


વર્ષો પહેલાં ભાઈબંધે કહેલી વાત

અચાનક યાદ આવી આજ

એ હંમેશા કહેતો કે,

આર્ટી ફીસીયલ લાગણી અને પ્રેમ કરતા નેચરલ નફરત વધુ સારી

આર્ટી ફીસીયલ અકલે કે

બનાવટી..! 😊

@@@@@@@@@@@@@@@

વર્ષો પહેલાં લખાયેલી 

આ બધી વાતો સાર્વજનિક છે..!

માટે કોઈએ બૌ માથે લેવુ નૈ..!

આટલી સ્પષ્ટતા છતાં પણ કોઈએ માથે લેવુ હોય તો ખુદની જવાબદારીએ લેવુ પછી મારો વાંક કાઢવો નૈ કૈ દૌ છું 😉

&&&&&&&&&&&&&&&&&&&&&

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02wMBHr67EsCyWEEwxfhhW8uUw94LM69TwEMuVjNzPtQ9uUUuGN82ZHSrRokAn294El&id=100002991311961&mibextid=UyTHkb

No comments:

Post a Comment