એકધારુ તો પ્રકૃતિને પણ,
કશું નથી પરવડતું તો
મને ક્યાથી ફાવે હે...!
મૌસમ મુજબ ટાઢ , તડકો, વરસાદ..
રૂતુ મુજબ વસંત કે પાનખર...
આવે જાય, જાય આવે.!
આમ પ્રકૃતિમાં પણ,
સતત પરીવર્તન થયા કરતું હોય છે...
સવારે છોડ પર ખિલેલા સુંદર મજાનાં,
સુગંધી ફૂલ પ્રકૃતિ સાંજે ખેરવી નાખે છે....
તો પછી એમાં મારો શું વાંક હે...
હું પણ પ્રકૃતિનો એક
નાનકડો હિસ્સો જ છું ને..?
છુંજ હવે એતો... :)
તો, મે પણ પ્રકૃતિ સહજ સ્વભાવે વિચાર્યું,
કે ચાલ હું પણ,મનમાથી જૂનું ખેરવી
આજ કઈક નવું ઉગાડું.
એક જેવુ જીવન
રોજ રોજ શું જીવવાનું હે..!
ગર મારુ ચાલેતો...!!!?
પણ ચાલે તો ને.. :)
ખૈર....
તો પ્રકૃતિ સહજ કશુક નવું કરવા
મે પ્રયાસ કર્યો...
જોકે મે જે કર્યું છે એમાં આમ તો કશું નવું કે,
નવી નવાઈનું નથી કર્યું, ઘણા કરે છે....
પણ હાં મને આ કાર્ય કરવામાં અલૌકિક આનંદ આવ્યો
એ મારો નફો...
આ સર્જનમાં મે ઘણા સર્જકોના સર્જનનો
ઈશ્વરની શાક્ષિએ ઉપિયોગ કર્યો છે...
જેમકે..!
ફોટોગ્રાફર,ચિત્રકાર,શબ્દકાર,સંગીતકાર તેમજ ગાયક....
આ બધા કલાકારોના સર્જન નો મે
એમને પુછ્યા વીનાજ ઉપયોગ કર્યો છે..!
પણ આ બધાજ સર્જકોને હું હ્રદયથી વંદન કરું છું..!
દંડવત પ્રણામ કરું છું...!
અને મારા ભાઈબંધોના વર્ષો પહેલાં લખેલા
શબ્દો ને મે સામેલ કર્યા છે અલગ અંદાજમા
એક ખાસ વાત આની માલિપા
મે પરેશ કતિરાનો પણ ભરપૂર ઉપિયોગ કર્યો છે..!
તો, એને માત્ર પ્રદર્શનનો
એક ભાગ સમજવો ... 😉
કૃપયા એ સીવાય જે કોઈ,
કઈ પણ સમજે એ ખુદની જવાબદારી પર સમજે ....
પછી કાય ગેર સમજ થાય,
તો એમાં મારો વાંક નૈ....
બ્લાસ્ટ:- "અનંત" કહેતો કે...
માણસથી માણસ સુધી પહોંચવું
સાવ કરતા સાવ સહેલું છે...
એના માટે દિમાગ જોઇયે
બહુ બહુ તો ચરણ ....
લેકિન..!
માણસના હ્રદય સુધી પહોંચવું
એટલું આસાન નથી...!
માણસના હ્રદય સુધી પહોંચવા......
પ્રેમ, કલા અને કલાથી ભર્યું ભર્યું મન
અને, પ્રેમાળ હ્રદય હોવું જોઇયે....
એક માણસ..!
(સ્ત્રી પણ માણસમાજ આવે
આમ તો જો કે )
અકલે પુરૂષ યા સ્ત્રી અગર સુંદર હોય,
તોય બહુ બહુ તો
કોઈની આંખમાં વસી શકે ....
મગર....
અગર જો એ સ્ત્રી કે પુરૂષ....
કલાકાર હોય તો
કોઇની પણ ...
આંખોની આરપાર ઉતરી
નેસીધો જ હ્રદયમાં વસી જતો હોય છે..!
અર્થાત્...
બ્લાસ્ટ :-
કોઈના મન થી મન અને હ્રદયની ભીતર
છેક ઊડેં સુધી પહોંચવા કલાકાર હોવુ
જરૂરી છે..!
આવુ ઈવડો ઈ "અનંત" કહેતો ...!
પરસેવે નીતરતો ભાઈબંધ
આ ગીત સતત ગાતો રહેતો...
અકલે મારા મગજમાં સતત ગુંજે
એ સ્વાભાવિક છે..!
દિવસે બૌ થોડા મગર રાતે તો
અમે સતત સાથેજ રહેતા
અકલે,,,
*બ્લાસ્ટ*
"અનંત" સાવ તમારી જેમ નૈ.
હું તો પ્રક્રુતી મુજબ જીવુ છું.!
"અનંત"
https://fb.watch/oWDCecw8D6/?mibextid=UyTHkb
*બ્લાસ્ટ*
આવ્યા ત્યારે રડ્યા હતાં. બસ તેથી, ગયા પછી જગત,
આખા રડાવવા "અજ્ઞાની" કેટ કેટલાં ઉધામાં કરવાના.
આ ગયા પછી ગામ આખા ને રડાવવા કાજ
તમે રોજે રોજ શાને બગાડો તમારી "આજ"
રડ્યા વગર, લડ્યા વગર કોઈને નડ્યા વગર...
જીવો બસ જીવો મૌજથી શું ફર્ક પડે અગર...
કોઈ રડે નહીં તમારા ગયા પછી તમારા મોત પર...
રડતાં રડતાં આવ્યા, છો આવ્યા રડતાં જગમાં...
જવા સમયે તમારે હસતા હસતા જવાનુ છે મગર...
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
આ પર થી એવુ સમજાય છે કે, આદિકાળથી માણસને બીજાને રડાવવા માં બડી મજા આવે છે..!
મગર હું જોઈ રહ્યો છું કે,
મર્યા બાદ બીજા ને રડાવવાની લહાયમાં
"અજ્ઞાની" માનવ જીવતે જીવ
ખુદ ની હસવાની ક્ષણો ગુમાવે છે.!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
તું રડશે તો જગ રડશે એ પણ એક ભ્રમ છે.
તું હસે તો જગ હસસે એ પણ એક ભ્રમ છે.
અને , "અજ્ઞાની" તું હશે તોજ જગત હશે.!
એ તો મહા ભ્રમ છે..!
"અજ્ઞાની"
પહેલાં "અનંત" જ્ઞાન હતું મગર બુધ્ધિ નહોતી.
મગર હવે "અનંત" બુધ્ધિ છે પણ જ્ઞાન લગીરે નથી.!
"અનંત"
બુધ્ધી એવં જ્ઞાન માં બડો તફાવત હોય છે..!
બુધ્ધી એવં જ્ઞાન અંદર બહાર ની પ્રક્રિયા છે.!
બુધ્ધી બહાર નો વિષય છે.
જ્યારે જ્ઞાન ભીતર નો વિષય છે.
બુધ્ધી પ્રદર્શન નો વીષય છે.
જ્યારે જ્ઞાન દર્શન નો વિષય છે.
"અજ્ઞાની" બુધ્ધી નુ પ્રદર્શન થાય છે..!
મગર જ્ઞાન નું સહજ દર્શન થાય છે ..!
બહાર થી ભીતર આવે એ માહિતી છે.!
ભીતર થી સહજ બહાર આવે એ જ્ઞાન છે.!
"અજ્ઞાની"
આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ કહેતો હતો.
.jpeg)
No comments:
Post a Comment