અમે સૌ પહેલા મળ્યા એક એકાંકી નાટક ના રીહર્સલ મા , કચ્છી ,પરેશ કતીરા ને માત્ર સહ કલાકાર તરીકે ઓળખતો, બે દોસ્તો ના પ઼ણય ત્રીકોણ ની વાત વાળા એ એકાંકી નુ મહીનાઓ સુધી રીહર્સલ ચાલેલુ,નાટકના બે નાયકો મા હુ એક હતો, પણ આખા ગૃપમા સૌથી વધારે રુપાળો આ ભુરીયો હતો
, ઐટલે જ એ બધા જ પુરુષ કલાકારો ની આંખે ચડી ગયેલો..યુવક મહોત્સવ મા અમારુ એકાંકી નાટક જીલ્લા કક્ષાએ વિજેતા થયેલુ. પા઼દેશીક કક્ષાની હરીફાઇ માટે અમે મહીનાઓ સુધી રીહર્સલ મા ભેગા થતા. લખવાનો અને કવીઓને ફોલો કરવાનો બંને ને અનહદ શોખ,
પરેશ ની ખુલ્લાદીલ ની સ્પષ્ટ વાતો ને લૈ ને અમારી દોસ્તી ગાઢ બની ગયેલી. એકબીજા સાથે અમે બધી વાતો સેર કરતા, જ્યા જૈયે ત્યા છોકરીઓ થી પરીયો ઘેરાયેલો જ જોવા મળે.એના કારણે મને પણ ઓળખાણ મળવા લાગેલી
સમય સંજોગો ને લૈ અમે પોતપોતાના ના કામમા પરોવાઇ ગયા. લગભગ 2008મા ઓરકુટ આવ્યુ. રંગીન એવા ઓરકુટ મા ખુબ સારા દોસ્તો અને ગૃપ મળેલા. નવા નવા સ્કે઼પ બનાવવામા મજા પડતી..એ જ અરસા મા ફેસબુક ના પગરણ થયા, ને પરેશ નો ફરી થી ભેટો થયો, ફેસબુક પર પરેશ સેલીબી઼ટી બની ગયેલો, એની ઘોઘા ઘોઘીની સીરીજ ધુમ મચાવતી, મારા સહીત ના હજારો મિત્રો એ સીરીજ ના રીતસર ના દીવાના બની ગયેલા, પરેશ ની પોષ્ટ પર મધપુડાની જેમ લોકો જામી પડતા! મને ફેસબુક પોષ્ટ કે કોમેન્ટ ની કશી ગતાગમ નહોતી, ધીરે ધીરે વગર ફી એ પરેશ ના માર્ગ દર્શન થી કોપી પેસ્ટ કરતા શીખ્યો.
પરેશે અનેક ચડાવ ઉતાર વચ્ચે પણ જીંદગી ને માણી જાણી છે.મોરબીના જૈનના ખમણ ને સુકીભાજી મને બહુ ભાવે એ એને વરસો પછી પણ યાદ છે.
આ જ એનો જન્મદિન નથી.. પણ આવા ખુશમીજાજ લૌકો અનેક લોકો ને ખુશીઓ તો આપતા જ હોય છે તળેલા મરચા પણ ડીસ ભરીને પીરસતા હોય છે.પરેશ કતીરા આજે પણ એજ ખુમારી ને જીંદાદીલી થી મોરબીમા ધબધબાટી બોલાવે છે






















No comments:
Post a Comment