Friday, 5 January 2024

સ્વાર્થ કે કારણ વગર


નીશ્વાર્થ સેવા કારણ વગર ની કસરત 

શું પરીયા તું પણ કોઈએ ઠોકંઠોક લખેલી વાંચેલી કે જેનાતેના મોઢે સાંભળેલી વાતો લૈને બેસી ગયો.. 

ઠીક છે ભૈ હું તો તમે કહો એજ માનીશ 

તમારી વાત પર વિશ્વાસ કરીશ.. 

પરીયાઆઆઅ એમ આંધળાની જેમ અમારી પર કે અમારી વાતો પર પણ બૌ ભરોસો ન કરવો... 

અનંતની વાત સાંભળી અજ્ઞાનીએ મહા ભ્રમ તોડતા અને જગત ભરના સાહિત્ય મા લખાયેલ હોય દુનિયા ના લોક મોઢે બોલાયેલ વાક્ય નુ ખંડન કરતા કહ્યું 

અનંત તું પણ પરીયા માફક વંચાયેલુ, બોલાયેલું જ બાફે છે. 

*આંધળા જેમ વીશ્વાસ ન કરવો *

*આંધળાની જેમ અફળાવુ*

અંધ ને બંધ ન બેસતા આવા અનેક વાક્યો 

ઊંડાણથી જોયા સમજ્યા વિના લખનાર લખી નાખે છે અને મુર્ખાઓ એજ વાક્ય નો વાતે વાતે ઉદાહરણ તરીકે ઉપયોગ કરે છે યા કોઈને ઉતારી પાડવા બોલે છે.. 

હકિકત તો એ છે કે આંધળા કરતાં વધુ દેખતાજ દાટ વાળે છે. 

આંધળા ક્યારેય કોઈના પર 

દેખતા ની માફક વીશ્વાસ કરતાં નથી 

અને દેખતા છતી આંખે જેટલા ઠોકર ઠેબા ખાય છે 

હાલતાં ચાલતાં અથડાય છે. તેટલા આંધળા અફળાતા નથી... 

એ વગર આંખે ખૂબજ ચીવટ અને સાવધાની સાથે ચાલે છે..! એવુજ ભરોસા નું છે એ કોઈ પર ભરોસો નથી કરતા કારણ કે એ જાણે છે કે 

તે આંખો ન હોવા નો લાભ લઈ 

કોઈ પણ તેનો ગેરલાભ લઈ શકે છે. 

સ્વાર્થ કે કારણ વગર "અનંત" 

આ જગતમાં કશુંજ થતું નથી.! 

કારણ કે, સ્વાર્થ વગર આ 

જગતમાં કોઈ કશું કરતું નથી.! 

વર્ષો પહેલાં... 

મધરાતે જ્યારે હું ચાય લૈને સાંકડી ગલી ના ઊબડ ખાબડ રસ્તે થી ઠેબા ખાતો ખાતો ખંડેર પર જઈ અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી ભીતર પ્રવેશ્યો ત્યારે... 

અનંત ના મુખેથી મે સાંભળ્યું... 

અનંત અજ્ઞાની ને ગુસ્સે થઈ કહેતો હતો કે, 

સ્વાર્થ કે કારણ વગર "અનંત" 

આ જગતમાં કશુંજ થતું નથી.! 

કારણ કે, સ્વાર્થ વગર આ 

જગતમાં કોઈ કશું કરતું નથી.! 

ભાઈબંધો આજે હું જે બાબતે પુછવાનો હતો, સવાલ કરવાનો હતો, ચર્ચા કરવા વીચારતો હતો 

એજ વાત તમારી વચ્ચે પહેલેથીજ થઈ રહી છે.!!! 

એ વાતનું મને બેહદ આશ્ચર્ય થાય છે..! 

ભીતર પ્રવેશી ટીપોય પર ચાયની કીટલી મુકી મારી ખુરશી પર બેસતાં મે કહ્યું. 

ભૈ ખબર હતી અમને ખબરજ હતી.! 

કારણ વગર કે સ્વાર્થ વગર આ 

જગતમાં કોઈ કશું કરતું નથી.! 

સ્વાર્થ વગર કે કારણ વગર "અનંત" 

આ જગતમાં કશુંજ થતું નથી.

અહીં બીજી લાઈન માં અનંતે એક વાત બે અર્થમાં કહી છે. 

ક્રમશઃ 




No comments:

Post a Comment