Monday, 18 March 2024

અંદેશાઓથી ભરેલા સંદેશાઓ

વર્ષો પહેલાં ભાઈબંધોએ કહેલી વાતો... 

*******, 

અંદેશાઓથી ભરેલા સંદેશાઓ, 

જે કોઈ સમજી જશે તે સુખી થશે.! 

કહેશો તો સાંભળવુ પણ પડશે..! 

સાંભળશો તો કહેવાની ઈચ્છા પણ થશે..! 

તમારો અંત આવી જશે.! 

તમારા શ્વાસ ખૂટી જશે.! 

આ દેહ પણ છુટી જશે.! 

મગર આ કહેવા સાંભળવા ના સીલસીલા નો 

ક્યારેય અંત નહીં આવે .! 

મગર હાં લગીરે ઉગ્ર થયા વિના, 

સાચી દિશામાં સારી રીતે શાંત ચિત્તે, 

કોઈ પણ સમસ્યા વિશે 

ચર્ચા વિચારણા ચોક્કસ કરી શકાય..!

અન્યથા 

ખોટા સાચા .! 

સવાલ થશે જવાબ મળશે.! 

જવાબ સામે ફરી સવાલ થશે.! 

સાચા ખોટા.! 

ખુદને સાચા કે સામા ને ખોટા સાબિત કરવાના , 

યા સામા ને ખોટા કે ખુદને સાચા સાબિત કરવાના ,

આ સિલસિલા નો અનંત કાળ સુધી, 

ક્યારેય અંત નહીં આવે.! આ સાર્વજનિક સમસ્યા નો. 

"અનંત" આ સવાલ જવાબ નો.

આમ તો જો કે, 

કોઈજ હલ નથી કોઈજ અંત નથી.!  

મગર એક આખર એવં 

ઉતમ ઉપાય એકજ છે.! 

મૌન... 

હાં "અનંત" પરમ ચરમ મૌન ધારણ કરો.! 

ખુદની ભીતર ઉતરી પુર્ણ ઈમાનદારી સાથે 

મૌજથી મનન મંથન કરો, આત્મ મંથન કરો.! 

તમને તમારા તમામ સવાલો ના જવાબ 

આપોઆપ મળી જશે..! 

આમ તમામ સમસ્યાઓ નુ મારણ કરો.! 

"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 

બધુજ કહી સંભળાવી દેવાની ઈચ્છા, 

લાલચ અગર છોડી દેશો,

"અજ્ઞાની" તો ઘણુ બધું સાંભળવાથી પણ, 

તમે બચી જશો.

"અજ્ઞાની"

બધુજ સંભાળી ને સાંભળી લેશો અને, 

પછી પણ જાતને સંભાળી જરૂર પુરતુજ બોલશો 

અર્થાત્ જરૂર પુરતો જવાબ આપશો તો, 

કહેવા સંભળાવવાની ઈચ્છા કે લાલચ રાખનારા, 

તમામ તમારી સામે કૈ પણ બોલતા અટકી જશે. 

યા તો કૈ પણ બોલતા પહેલા સો વાર વિચાર કરશે. 

"અજ્ઞાની" 

"અનંત" અંદેશાઓથી ભરેલા સંદેશાઓ, 

જે સમજે તે મહા સુખ પામે.. 🤪

*બ્લાસ્ટ*

આખી દુનિયા તો શું ઘર ના બે ચાર સભ્યો ને પણ બદલવાનું ખૂબજ કઠીન છે.! 

અને એથીયે અધરૂ છે જાત ને બદલવું..! 

મગર 

આખાય જગતને બદલવા કરતાં, 

"અજ્ઞાની" જાતને બદલવું સરળ છે.

જગત બદલવા કરતાં જાતે ખુદને બદલવા માં 

છેવટે સૌથી મોટો એક ફાયદો એ છે કે, 

જગત કૈંજ જોતું સાંભળતુ નથી. અને, 

તમામ લોકો સાથે લમણા નથી લેવા પડતાં.!

"અજ્ઞાની" 

જેની આંખ પર , બુરા કર્મ ની પટ્ટી બાંધી હોય છે. 

તેને કોઈ ગમે તેવો સાચો સારો અને સરળ માર્ગ બતાવો 

તો પણ તે અવળે માર્ગે ચડી ભટકી જતા હોય છે.! 

એવા લોકો ને એનાજ હીતમાં, એનાજ હીતની, 

કોઈ સાચી કે સારી વાત કરે, સલાહ આપે 

તો પણ તેને ખરાબ લાગે છે, ગમતું નથી.! 

ખૈર.... 

મારગ બતાનારે પોતાના પ્રયાસો એક હદ સુધી, સામી વ્યક્તિ બતાવેલા મારગ પર  ચાલવીજ જોઈએ એવી અપેક્ષા રાખ્યા વગર જારી રાખવા જોઈએ. 

જેને સાચો મારગ બતાવ્યો છે તે એ મારગ પર ચાલે કે ન ચાલે પણ ખુદ ભટકી ન જવાય એનુ ધ્યાન રાખવુ. 

અમુક લોકો એવા હોય છે કે, લાખ પ્રયત્નો છતાં, તેઓ સમજતા સુધરતા નથી હોતા. એવા લોકોને એના હાલ પર છોડી, નજર અંદાજ કરી અર્થાત્ બે ધ્યાન કરી, આપણે ખુદમા ધ્યાન પરોવવુ જોઈએ. 

બેશક કોઈનું ભલુ થાય એવુ વીચારવુજ જોઈએ, અને એના માટે બનતા પ્રયાસો પણ કરવાજ જોઈએ. મગર, એમ કરતા, એમની કે ખુદની નજરમાં, ખુદ બુરા ન થઈ જઈએ એ બાતનુ પણ સખત ધ્યાન રાખવું જોઈએ.

"અનંત" 

ઈશ્વરે તમામ રચના નુ ખૂબજ 

અદ્ભુત રીતે સર્જન કરેલું છે.! 

હરેક સવાલ ના જવાબ હોયજ છે.! 

કારણ કે હરેક સવાલ જવાબ સાથેજ 

જન્મ લેતા હોય છે. 

એજ રીતે હરેક દર્દ ની દવા પણ હોયજ છે.! 

કારણ કે દર્દ સાથેજ દવા નો ઉદભવ 

થઈ જતો હોય છે..! 

તેમ છતાં મૃત્યુ નિશ્ચિત છે..! 

એ ન ભૂલવું જોઈએ..! 

"અજ્ઞાની 

સુખ માટે ની તમામ મથામણ ના અંતે પણ, 

અગર ધાર્યું સુખ ન મળે તો સમજવું કે,

હજુ સારા કર્મ નો ઉદય નથી થયો .!

કેમકે જીવન ના મોટા ભાગના સુખ દુઃખ, 

માનવી ના ખુદના કર્મ ને આધીન હોય છે. 

સુખી હોય ત્યારે તો આ બાબતે કોઈ કૈ ખાસ વીચારતુ નથી. મગર દુ:ખ આવે ત્યારે,સમજુ વ્યક્તિ થોડો ઘણો વીચાર કરે છે.! આમ જુઓ તો એ રીતે દુ:ખ જીવન ઉપયોગી ઔષધિ ગણાય..! 

"અજ્ઞાની" 

સબંધ હોય કે ઈમારત પાયો મજબૂત હશે તોજ.! 

વીપરીત સંજોગોમાં પણ ટકી રહેશે..! 

સબંધ હોય કે ઈમારત 

કોઈ પણ વસ્તુ હોય બનવા માં જેટલો સમય લાગે છે, તેનાથી ખૂબ ઓછા સમયમાં વસ્તુ તુટી જતી હોય છે બગડી જતી હોય છે.

જેમ કે એક ઈમારત ચણવામાં વર્ષો ના વર્ષો લાગી જતાં હોય છે. મગર એક બ્લાસ્ટ અને ઈમારણ ધ્વંસ, 

ભુકંપ નો એક આંચકો અને ઈમારત કડડડભૂસ... 

અદલ આવુ જ સંબંધો બાબતે પણ બને છે કે, 

ખૂબજ માવજત થી બંધાયેલા સંબંધો એકાદ ગેર સમજ ને કારણે યા તો બંને ની યા તો એકાદ વ્યક્તિની સમજણના અભાવે ક્ષણભરમા તુટી જતાં હોય છે. 

માટે ખૂબજ માવજત થી બંધાયેલા સંબંધોની સમજણ પુર્વક જાણવણી કરવી એ કોઈ એક જ નહીં બલ્કે બંને વ્યક્તિ ની સહીયારી જવાબદારી છે. 

સંસારમાં સમજણના અભાવે હંમેશા કાયમ આ તકલીફો આવતી રહે છે. જરૂરી છે કે બંને સમજદાર હોય, અગર બંને સમજદાર છે તો આ ધરતીજ આખુય સ્વર્ગ છે.! 

બે માંથી એક વ્યક્તિ અગર સમજદાર હોય તો જે વ્યક્તિ સમજદાર છે તેના ભાગે અડધુ સ્વર્ગ તો આવેજ છે. મગર અગર બંને વ્યક્તિઓ અણસમજુ હોય તો, બંનેને વ્યક્તિને સરખોજ નર્ક નો કારમો અનુભવ આ ધરતી પરજ થશે.! 

જીવન ને સ્વર્ગ નહીં તો ઈમાનદારી પુર્વક સ્વર્ગ સમાન બનાવવા ની જવાબદારી બંને વ્યક્તિ ની સરખી છે.! 

સારી અને ખરાબ 

આ બ્રહ્માંડ ની તમામ વસ્તુ કે વ્યક્તિની બે બાજુ હોય છે. તમારે તમારી કે વસ્તુ કે વ્યક્તિ ની કૈ બાજુ જોવી અને કેવો ઉપયોગ કરવો એ સૌએ જાતે નક્કી કરવાનુ હોય છે. 

વીચારશીલ વ્યક્તિ સતત સારી ખરાબ તમામ બાબતે વીચારતી હોય છે. અને તે સૌ પ્રથમ પોતાની ભીતર ઝાંકે છે. તેથી જ્યારે જ્યારે તેને લાગે કે તેના પોતાનામાં કૈ ખામી છે, ખરાબી છે તો સૌ પ્રથમ તે જાતેજ પોતાની ખામીઓ, ખરાબીઓ સમય સમય પર સમયાનુસાર દૂર કરવાનો પ્રયાસ કરે છે. ઘણા લોકો સમજણના અભાવે આવુ નથી કરી શકતા ત્યારે કોઈ સમજુ હીતેચ્છુ તેને સાચી સલાહ અને સારી શીખામણ આપે છે. જો કે ઉછીની સલાહ શીખામણ નુ આયુષ્ય સાવ અલ્પ હોય છે એ હકીકત છે. તેમ છતાં અન્ય ની સલાહ શીખામણ ના આધારે ખુદ ને યા અન્ય ને બદલવા ઈચ્છતા રાખતી વ્યક્તિ એ એ યાદ રાખવું જોઈએ કે, કોઈ ના માં પણ કોઈ પણ પ્રકારનો બદલાવ તાત્કાલીક નથી આવતો હોતો,એના માટે ખૂબજ ધીરજ જરૂરી છે. જેમ એક બીજ વાવ્યા ભેળુ તુરંત કે થોડા અમથા સમયમાં ફલ યા ફળ નથી આપતું. ફળ ફુલ ને પામવા બીજ વાવ્યા પછી પણ સતત તેની જાણવણી કરવી પડતી હોય છે. મીઠા ફળ અને સુગંધી ફુલ નો ફાલ મેળવવા બીજ છોડ થાય છોડ વૃક્ષ થાય તે માટે અનુકૂળ વાતાવરણ પણ જરૂરી હોય છે. અને એના માટે પરીશ્રમ એવં ધીરજ ખૂબજ જરૂરી હોય છે.! આમ તમામ પ્રકારના શ્રમ અને માવજત કર્યો પછી સૌથી મહત્ત્વની વાત એ કે ઈશ્વર ઈચ્છા પણ જરૂરી હોય છે. આટલુ જાણી સમજી ને ઈમાનદારી પુર્વક જે જીવનને ઉન્નત બનાવવા નો પ્રયાસ કરે છે તે, અચુક સુખ પામે છે. મગર અગર ઈચ્છીત ફળ કદાચ નથી પણ મળતું તો પણ બિલકુલ નીરાશ કે હતાશ નથી થતાં.! 

બલ્કે નીરાશ કે હતાશ થયા વીના પોતાના જીવનને ઉન્નત કરવાના નીરંતર પ્રયાસ  કરે છે. 

"અજ્ઞાની" 

હરેક માનવીને માનવ માત્રને જીવનમાં સુખ યા દુ:ખ

તેના પોતાના કર્મ ને આધીનજ મળતા હોય છે. 

સુખમાં રાચતી વ્યક્તિ એ જાણતી હોય એ જરૂરી છે કે તે જે કૈ સુખ ભોગવી રહ્યો છે તે તેના પુર્વ ના યા હાલ ના સારા કર્મો ને કારણે ભોગવી રહ્યો છે. જેથી તે એ બાબતે કાયમ સજાગ રહી સારા કર્મો જ કરવાની સતત જાગરૂક અવસ્થામાં પ્રેરણા પ્રાપ્ત કરશે.! 

જે એ જાણી જાય કે આ ભવમાં કૈજ ગુનાહ નથી કર્યા તેમ છતાં દુઃખ ભોગવી રહ્યા છે અને તે જે કૈ દુઃખ  ભોગવી રહ્યા છે તે તેમના પુર્વ ના કર્મો  કારણે ભોગવી રહ્યા છે તો આ વખતે તેઓએ બુરા કર્મો કરવાથી બચવું જોઈએ. અન્યથા વારંવાર એજ દુ:ખ એજ પીડા ભોગવવી પડશે.! 

અગર જે કોઈ આ જીવનમાં દુ:ખ ભોગવી રહ્યા છે. તે એમ સમજી વિચારી શકે અને, સ્વીકારી શકે કે તે જે કૈ દુ:ખ ભોગવી રહ્યા છે તે તેના પુર્વ ના યા હાલના બુરા કર્મોને કારણે ભોગવી રહ્યા છે તો તેને કર્મ ને આધીન જે દુઃખ છે તે સહન કરવાની શક્તિ પ્રાપ્ત થશે.! અને નવા ખરાબ કર્મો કરવાથી તે બચવાનો પ્રયાસ કરશે અને ચોક્કસ બચશે.! 

*બ્લાસ્ટ* 

જાણ કરવી અને ફરીયાદ કરવી 

આ બંને મા બડો તફાવત છે. 

માત્ર ફરીયાદ કરવા થી કોઈ ખાસ પ્રશ્નો હલ નથી થતાં. 

જ્યારે કે જાણ કરવા સાથે માર્ગદર્શન મળે છે.! 

મને આ તકલીફ છે, મને તે તકલીફ છે. 

મને પેલો હેરાન કરે છે, મને પેલી પરેશાન કરે છે.

તકલીફ હોય તો લાગતા વળગતા ને ચોક્કસ ફરીયાદ કરવીજ જોઈએ. જે કૈ તફલીફ હોય તેની જાણ પણ કરવીજ જોઈએ, પણ સાથે સાથે એમાંથી બહાર નીકળવાનું યોગ્ય વ્યક્તિ પાસે માર્ગદર્શન પણ માંગવું જોઈએ. યોગ્ય વ્યક્તિ દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ આગળ વધવાથી પ્રશ્નો હલ થતા હોય છે. 

"અજ્ઞાની" 

શોધે છે તેને અચુક રસ્તા હજાર મળે છે. 

હરેક દિશા માંથી "અનંત" નવા વીચાર મળે છે. 

"અનંત" 

"અજ્ઞાની" કોઈએ પણ કોઈની પણ લાગણી સાથે, 

ક્યારેય ખીલવાડ ન કરવો જોઈએ. 

કારણ કે દુભાયેલા હ્રદયમાંથી નીકળેલી બદ દુઆ

 ખૂબજ ખતરનાક હોય છે. 

"અજ્ઞાની" 

જે ખુદ નું અને સૌનું કલ્યાણ કરવા ચાહે ! 

હે "અનંત" ઈશ્વર એ સૌનું કલ્યાણ કરો.! 

"અનંત" 


No comments:

Post a Comment