Saturday, 27 April 2024

જ્ઞાની હો યા અજ્ઞાની.



વર્ષો પહેલા કહેલું ..! 

અટપટું સત્ય અનંત અને અજ્ઞાની નું. 

જેમાં નું ઘણુ બધુ હજુ મને સમજાયું નથી...! 

તો તમને ના સમજાય એમાં કૈ નવાઈ ...!

લોકોને તો આદત છે .!

ગ્રંથોમાં લખેલા, વાંચેલા 

'ને વંચાઈ વંચાઈ ને ચવાઈ ગયેલા, 

ને ચવાઈ ને ચૂથો થઈ ગયેલા, 

સુગંધ ઊડી ને ગંધાઈ ગયેલા .. 

શબ્દો દોહરાવ્યે રાખવાની. 

કે પછી કોઇ એક વ્યક્તિએ, 

જાત નીચોવી જાત અનુભવે, 

કહેલા, લખેલા શબ્દો, સુત્રો કે  વાક્યોને..... 

વગર અનુભવે વગર અનુભવ્યે, 

કહી કહીને કોહવાઈ ગયેલા વાક્યો બકયે રાખવાની 

આદત હવે તો હર આમ આદમીને થૈ ગૈ છે. 

........... 'ને પછી..? 

વાંચી વાંચી ને એ સૂત્રો ,એ વાક્યો, એ કથા 

જે એક અનુભવી બાદ 

બીન અનુભવીઓએ પ્રવચનોમાં બોલી બોલીને, 

બ્રેઇનમાં ઠસાવી દીધા હોય, 

તે આ જીવન દોહરાવ્યે રાખવાના .!?

પોતાની બુધ્ધિની ચારણી થી ચારવાના નૈ... .!?

બસ માત્ર ચર્યે રાખવાના. !?

અને એના એજ ઘીસા પિટા સૂત્રો નો જ્યાં ત્યાં ઉપિયોગ કરીને , 

પોતે મોટા સંત પ્રકૃતિના , મોહ માયા વિનાના છે. 

એવું સાબિત કર્યે રાખવાનું .

અકલે કે, 

"ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે.." 

એક દિવસ જ્યારે અમે ત્રણેય ભાઈબંધે મધરાતે 

ખંડેરમા મળ્યા ત્યારે.... 

વાત વાતમાં મારાથી પણ એજ સૂત્ર બોલાઈ ગયું .... 

મે કહ્યું યારો આપણે ખોટી ફિકરો કરીયે છીયે...

આપણે ક્યાં કશું લઈને આવ્યા હતા હે... 

અને લઈ પણ ક્યાં કશું જવાના હે.. 

ત્યારે અજ્ઞાની એ ગુસ્સે થઈને મને ઘઘલાવી નાખ્યો... 

અને મને કહ્યું. 

શું યાર પરિયા.... 

તું પણ આમ મૂર્ખાઓ જેવી સોચ ધરાવે છે.! 

મે કહ્યું કેમ એમાં મે ખોટું શું કહ્યું ... ? 

તો એણે કહ્યું. ? તો તે સાચું પણ શું કહ્યું બોલ..! 

લે બોલ..! એ તો આખી દુનિયા સ્વીકારે છે.! 

અને એમજ તો ગ્રંથોમાં લખ્યું છે..! 

અને એજ તો સંતો એ કહ્યું છે.! 

તો, મે કહ્યું, એમાં ખોટું શું કર્યું...!? 

કે તને વાંધા પડે છે..!? 

ત્યારે અનંત વચ્ચે બોલ્યો... 

પરિયા વાત વાંધા પડવા, પાડવાની નથી... 

તું તારી બુધ્ધિનો ઉપયોગ ના કરીને-

એજ જૂના ઘીસાપીટા કોઈના ચાતરેલા ચિલ્લે ચાલે છે

એ ઠીક નથી પરીયા...

ગ્રંથોમાં લખેલી કે કોઈએ કહેલી કોઈ પણ વાતને-

એમ વેવલાની માફક સ્વીકારી ના લેવાય ... 

મે કહ્યું પણ લે.! એમાં ખોટું શું છે અનંત.!

કોઈએ કહ્યું એ સાચું હોય તો સ્વીકારવામાં વાંધો શું .?

અનંતે કહ્યું પરિયા સત્ય હોય તે સ્વીકારવાની હું ના નથી કહેતો ... 

પણ જાત અનુભવે જાણ્યા સમજ્યા વિના 

કોઈ પણ કોઈની પણ વાત સ્વીકારવા સામે મને વાંધો છે.!

અને તને એટલા માટેજ સમજાવું છું કે આપણો ભાઈબંધીનો નાતો છે ..!

બાકી આખી દુનિયાને ના તો હું સમજાવું છું ના ચાહું તો પણ સમજાવી શકું. 

અનંતે છેલ્લે કહેલું ઉપરનું અટપટું વાક્ય મારે ઉપર્થીજ ગયું  

જોકે આમ નીચેનું. 

મારી અને અનંત ની મગજમારી દરમ્યાન....

મૌન બેઠેલો અજ્ઞાની પણ એજ કહ્યું. 

પરિયા કઈ પણ સમજ્યા વિચાર્યા વગર સ્વીકારવું 

એ સારું સાચું નથી..! 

શું ખરાબ શું સારું , શું ખોટું શું સાચું,

એ તો જાત અનુભવેજ સમજાય પરીયા ..! 

જેમ તારા જમવાથી મારું પેટ ના ભરાય ... 

ભાઈબંધો કદાચ સાચું પણ કહેતા હોય 

મગર હું ઘણું બધું સમજી નહોતો શકતો ... 

અકલે હું કંટાળ્યો...  

કંટાળીને મે કહ્યું ચાલો તો હવે, 

તમેજ સમજાવો કે, એ સૂત્રમાં શું ખોટું છે...? 

અજ્ઞાનીએ કહ્યુ અચ્છા... 

તો સાંભળ એ સૂત્ર અર્ધ સત્ય છે. 

હાં " કઈ જ લઈ નથી આવતું કોઈ" 

એ વાત બરાબર છે. 

અને "કોઇ કંઈ લઈ નથી જતું" 

એ પણ બરાબર ... 

અજ્ઞાનીએ આવુ કહ્યું અકલે મે કહ્યુ 

લે બોલ.! લ્યા બધુ બરાબર જ છે.! 

તો પછી હું બોલું એમાં તને વાંધો શું છે..? 

બૌ ઉતાવડો ના થા પરીયા.... 

નાહક ભોંઠો પડીશ.... 

હજુ મે વાત પૂરી નથી કરી ..! 

અજ્ઞાની મને વઢયો.

મે કહ્યુ. 

હયશે ભૂલ થઈ ગૈ ભૈ હવે આગળ સમજાવ. 

એટલે એણે આગળ ચલાવ્યુ. 

જો પરિયા , ખાલી હાથે આવેલું એક બાળક,

આવતા વેંત અસંખ્ય સંબંધોમાં બંધાય છે... 

અને, 

સમય  જતાં એ ખુદ નવા નવા સંબંધો બાંધે છે..

અને પછી એ ખાલી હાથે આવેલું બાળક, 

મોટું થતાં દોસ્તો પત્ની, સંતાન અને સંપતિ પણ મેળવે છે ... 

અંતે એ ખાલી હાથે આવેલો બાળક મોટુ થઈ 

હિસાબ મુજબનું જીવન જીવીને -

જ્યારે મૃત્યુ પામે છે ત્યારે... 

ખાલી હાથે આવેલો એ માણસ જતાં જતાં, -

પોતાની પત્ની,બાળકો અન્ય સંબંધો એ સિવાય -

ઘર , બાંગ્લા ગાડી જેવી અઢળક સંપત્તી.. 

આ બધુ બધુ ને બધ્ધુજ..! 

છોડી જાય છે..! 

હવે તુજ વિચાર કર પરીયા... કે, 

એક ખાલી હાથે આવેલો માણસ... 

જતા જતા કેટલું બધુ છોડી જાય છે ...!

હુ રીતસરનો મુંજાય ગ્યો 

મે માથું ખંજવાળતા ખંજવાળતા કહ્યું ... 

હાં.. યાર.... 

આવું બધુ તો મારા ધ્યાનમાં જ નહોતું. 

મે તો આવું કશું વિચાર્યું જ નહોતું ... 

ખરે ખર યાર્ર .... 

હું તારા કહેવા મુજબ બુધ્ધિ વગરનો જ છું ... 

ત્યારે એણે ફરી કહ્યું . 

હાં, અને હજુ પણ પ્રદર્શન ચાલુ જ છે... 

હે..!!

મે આશ્ચર્ય સહ કહ્યું. 

યાર હવે શાનું પ્રદર્શન..? 

તે કહ્યું એ માન્યું તોય તકલીફ..!!.? 

હા પરીયા હાં..! 

કેમકે તું હજુ એજ ભૂલ દોહરાવે  છે ... 

પેલું સૂત્ર સાવ ખોટું હોવા છતાં, 

મે કહ્યું એ મુજબ તું બૂધ્ધુની જેમ બધુજ માની ગયો. 

લે બોલ ! આ તો અઘરું.! 

અઘરું કાય નથી પરિયા જો સમજાય જાય તો ... 

ના સમજાય ત્યાં સુધી જ બધુ અઘરું લાગે .

આવુ મને, અનંતે કહ્યું. 

અકલે મે કહ્યુ અચ્છા... 

તો હવે પૂર્ણ સત્ય શું એ સમજાવો.. 

એકલે અજ્ઞાની બોલ્યો ... 

પૂર્ણ સત્ય શું છે.! 

એ હજુ મને તો શું કોઈને પણ નથી સમજાયું ... 

છતા ઘણા સમજી ગયાના ભરમમા જીવે છે..! 

એ સૂત્ર ઉપર છલ્લું છે અને બિલકુલ ખોટું છે ...! 

કેમકે, ખાલી હાથે ના તો કોઈ આવે છે, 

ના તો, ખાલી હાથે કોઈ જાય છે..! 

મે પુછ્યુ એ કેવી રીતે... ? 

ચાલ તો હવે એ કહે કે, 

એ શું લઈ આવે છે ? 

અને શું લઈ જાય છે..? 

મારા સવાલના જવાબમાં અજ્ઞાનીએ કહ્યુ કે, 

યુગોની આ આવન જાવનમાં લોકો ... 

પોતાના કર્મો નો અધૂરો હિસાબ લઈને આવે છે ...  

પરીયા... 

ને જતાં જતાં એ અધૂરો હિસાબ લઈને જાય છે... 

અને ફરી અનંત વચ્ચે બોલ્યો 

પરીયા... 

આ આવન, જાવન, નો કોઈજ અંત નથી.. 

અંત હીન "અનંત " યાત્રા છે આ જીવનની... 

અને, પછી, 

અજ્ઞાની એ આગળ ચલાવતા કહ્યુ. 

પરીયા.. અહી આવીને... 

લીધેલું દેવાનું હોય છે..!

દીધેલું લેવાનું હોય છે ..!  

અકલે મે કહ્યુ. 

લે પણ.! 

આમને આમ ક્યાં સુધી ચાલે ..?

અને, એ નક્કી કેવી રીતે થાય ...?

કે, શું લીધું હતું , શું દેવાનું છે ..? 

ભૈ આ હિસાબ સરભર ક્યારે થાય.? 

અને કેવી રીતે થાય....?

કેવી રીતે સમજાય કે આપણે 

શુ લીધુ હતુ શુ દીધુ હતું.? 

મે એક સાથે અનેક સવાલ કર્યા... 

અકલે એણે જવાબ આપ્યો ...

પરીયા... બૌ સરળ છે એ જાણવુ... 

મને નથી લાગતુ. મે કહ્યુ.. 

એમા તારો વાંક નથી અજ્ઞાનીને હસીને કહ્યુ. 

જો..! હુ નથી કે તો વાતે વાતે કે મારો શુ વાંક..! 

એમા મારો વાંક નથી..! કેતો તો ને..!? 

એજ કહ્યુ ને અજ્ઞાનીએ 

હુ નો તો કે તો કે મારો વાંક હોય જ નૈ... 

મે અનંત સામે જોઈ સફાઈ પેસ કરી.. 

અકલે કે મારી નિર્દોષતા જાહેર કરી એમ.. 

અનંતે કહ્યુ હાં સાચુ પરીયા વાંક તારો નૈ 

અમારો છે.. 

હં તો પછી..!?

પછી અજ્ઞાનીએ મારો વાંક બાદ કરીને અકલે કે 

મને બે કસુર ઠરાવી ને આગળ કહ્યુ.. 

પરીયા તે પુછ્યુ ને કે એ કેમ નક્કી થાય કે, 

આપણે પૂર્વમા 

કોઈને શું આપ્યુ હતુ.? 

ને કોઈ પાસે શું લીધુ હતું.? 

મે કહ્યુ હાં..! 

અકલે એણે કહ્યુ કે, 

પરીયા.. 

શું આપ્યુ હતું, એ શું મળે છે એના પરથી નક્કી થાય... 

અને,

શું આપીએ છીએ, તેના પરથી શુ પામ્યુ હતુ એ નક્કી થાય. ..

અને,

સુખ કે દૂ:ખ .! આ બે માથી તમને કોણ શું આપે છે ..!

તમને કોના તરફથી શું મળે છે ..! 

એના પરથી તમે કોઈને શું આપ્યું હતું તે સ્પષ્ટ થઈ જતું હોય છે..! 

અતી મુંજારો અનુભવતા મે બે હાથ જોડીને કહ્યુ. 

ભૈ મને માફ કરો મારે બધુ ઉપરથી જાય છે..! 

સાચુ કૌ છુ  મને તમે બન્ને કહો છો એમાનુ કશુ નથી સમજાતું ..! 

અનંતે મજાક કરતા કહ્યુ. 

લ્યા પરીયા એમા શુ તુ આટલો મુંજાય જાય છે.. !

આ મુંજારો એક તનેજ નહી ,અહીં બધાને થાય છે..! 

અને પછી....

અજ્ઞાનીએ મને કહ્યું. 

પરીયા આજ અગર તને કશુ ના સમજાય... 

ભલે ના સમજાય સમય આવ્યે તનેય.... 

સમજાય જશે... 

મે કહ્યુ ભલે બીજુ શુ.! 

વળી અનંતે મારી મશ્કરી કરતા કહ્યુ. 

અને પરીયા.... 

અગર તને નજ સમજાય તો પણ કૈ લુંટાય જવાનુ નથી....! 

હું તો એમજ સમજતો હતો . 

મગર અનંત ના અંતિમ શબ્દોથી મને રાહત થૈ ગૈ અકલે મે કહ્યુ. 

તો ઠીક.!

અંતમાં અજ્ઞાનીએ કહ્યુ... 

પરીયા આખરે તો કોણ કેવું જીવે છે.! 

એના પરથી ઘણું બધુ નક્કી થઈ જતું હોય છે  ...

હવે અનંત બોલ્યો ... 

અને સાંભળ પરિયા..!   

આટલું સમજ્યા સમજ્યાવ્યા પછી પણ ... 

અંત સુધી કોઈ એ નથી સમજી શકતું કે....  

હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત... 

પછી ???

પછી તમારા જેવો જ પ્રશ્ન મને થયેલો... 

પણ પછી મને ઊંઘ આવતી હતી... 

એકલે અધુરી વાત આકલેથી પૂરી કરી હું ઘેર જઈને પોઢી ગ્યો...

*બ્લાસ્ટ* 

અંત સુધી એ નથી સમજાતું કોઈને "અનંત" 

કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત. 

"અનંત" 

*બ્લાસ્ટ*

કોઈ કંઇજ લઈને નથી આવતું 

“અજ્ઞાની” આ દુનિયામાં  

તેમ છતાં, જતા જતા.. ! 

કૈ કેટલૂયે છોડીને જવુ પડે છે.! 

“અજ્ઞાની”

પ્રેમાળ બ્લાસ્ટ :- 

વર્ષો પહેલાં ઉનાળાના ધોમધખતા તાપમા 

લૂ ઝરતા પવનને માણતા નિર્દોષ અનંતે... 

ભોળાભાવે એની કોઈ ચહીતીને કહેલુ કે..., 

હે પ્રીયે હું સાવ સાચુ કહું છુ !

બંધ આંખે સાથ તારો સુંવાણો લાગે ... 

શિયાળે સાથ તારો ... 

મને બૌ હુંફાળો લાગે.!

ભરોષો છે ભર તાપમા પણ ઠંડક આપશે તુ..!

ભલે ઉનાળો "અનંત" ધખધખતી લૂ વાળો આવે..! 

"અનંત "

બ્લાસ્ટ :-

જ્ઞાની હો યા અજ્ઞાની. 

માણસ નામે માટી. 

કહેવાને કોરી પાટી. 

મગર કોરી નથી હોતી.

લખાયેલુ હોય છે

કૈ કેટલુય પહેલેથી. 

કૈ કેટલૂય લખાય છે પછી.!

અંતે કોઈ દફન થાય છે..!

કોઈને અગ્નિ દાહ દેવાય છે.!

મગર તો પણ લખાણ પાટીનુ

ભુંજાતુ ભુંસાતુ નથી...!

માણસ નામે માટી

કહેવાને કોરી પાટી.. 

મગર કોરી નથી હોતી.

લખ્યું લખાયું છે જન્મોથી ... 

એજ ફરી ફરી ઉપસી આવે ..!

કોઈને યાદ આવે કોઈને ના આવે .!  

એજ  આધારે બને કોઈ જ્ઞાની "અજ્ઞાની"

 "અજ્ઞાની"

https://www.facebook.com/share/UbfwCmbi3FYNuaPB/?mibextid=oFDknk


No comments:

Post a Comment