Friday, 31 May 2024

અનંતનુ સરળ અટપટું

*સરળ અટપટું *

આવે પણ આવે નૈ જાય પણ જાય નૈ. 

બંધાય પણ બાંધે નૈ બાંધે પણ બંધાય નૈ. 

આ એક એવી અટપટી હકીકત છે"અનંત" 

કે, સમજી શકાય મગર સમજાવી શકાય નૈ. 

"અનંત" હોય એનો તો હોય નહીં અંત કદિ. 

અને હોય જેનો અંત એને અનંત કહેવાય નૈ.

"અનંત" 


ગળે પડેલ રૂમાલ અર્થાત્



બે, મતલબ કી બાતે..! 

વૈસે, હે મતલબકી બાતે.! 

અકલે પછી, 

ઘોઘો આમ તેમ રૂમાલ શોધતો હતો. 

પણ મળે નૈ... 

અંતે હારી થાકીને ઘોઘાએ ઘોઘી ને પુકારી... 

ઘોઘી... એ ઘોઘી.... 

શુ છે તારે હવે..! 

તીણા તીણા હ્રદયમા ઝણ ઝણ થાય એવા, 

જીણા જીણા અવાજે ઘોઘી બરાડી... 

બસ બીજુ કૈ નૈ એક રૂમાલનુ સરનામુ આપ એટલે હુ સેડા લૂછતો લૂછતો રવાનો થાવ...! 

ઘોઘી રૂમમાં આવી ઘોઘા સામે જોયુ અને પાછી વળી ગૈ... 

અરે.! રૂમાલ તો.., 

જતી ઘોઘીએ જરી પાછુ ફરી, 

એક નજર ઘોઘાના ગળા પર કરી કહ્યુ.

ગળે પડેલ રૂમાલનુ સરનામુ હુ નથી આપતી જા..! 

અરે ભૈ મે રૂમાલનુ સરનામુ માંગ્યું છે તારૂ નૈ.... 

પગ પછાડતી ગુસ્સાયેલ ઘોઘી ઘોઘા સામે આવી. 

શુ કહ્યુ હુ તારે ગળે પડી છુ..!. હે... 

બોલતો ફરી બોલતો સેડારા.....! 

કૈ પણ બોલ્યા વગર, 

ગળા પરથી રૂમાલ ઊતારી ઘોઘો, 

ઘોઘીનુ નાક લુછવા લાગ્યો.....

https://www.facebook.com/share/p/ocVcAcBDJdYjYiMk/?mibextid=oFDknk


Thursday, 30 May 2024

બે મતલબકી બાતે, યે બાતે બે મતલબકી


બે મતલબકી બાતે, યે બાતે બે મતલબકી
હે મતલબકી બાતે યે બાતે બે મતલબકી.
"અનંત" ઔર ભી બહોત કુછ હૈ, જાન લો.
હે તલબકી બાતે, યે બાતે હૈ તલબકી.!
"અનંત"
**************
કોઈ રાજી થાય અકલે નહીં
મન મારૂ રાજી થાય અકલે કૌ છું...
હું રાજી થતો હૌ અને
પછી કોઈ બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી
ઇન્દ્રી રાજી રાજી થૈ જાય એ વાત નોખી છે...
અકલે,
ઘોઘી સજીધજીને આવી...
સોફા સામે પડેલી ખુરશી પર બેસી ગઇ...
કારણ કે સોફાપર જગ્યા નહોતી...
કારણ કે ઘોઘો લાંબો થઈ ને સુતો હતો.
અકલે આખો સોફો ઘોઘાથી ભરાયેલો હતો.
અકલે જગ્યા નહોતી.
અકલે ઘોઘી સોફા સામે પડેલી ખુરશી પર બેસી ગઇ...
ઘોઘાને ચાય પણ આપી...
આદતવશ સોફાપર લાંબો થૈ લેટેલા ઘોઘાએ...
આળસ મરડી બેઠા થઈ ચાય પણ પીધી...
એ દરમિયાન ઘોઘી રાહ જોઈને બેઠી હતી કે
હમણા ઘોઘો પણ એ કહેશે. જે બધાએ કહ્યું.
પણ ઘોઘો તો ચાય પીને પાછો
સોફાપર લાંબો થઈ ગ્યો...
અકલે ઘોઘીને ગુસ્સો આવ્યો...
અકલે ગુસ્સેલ અવાજે ઘોઘીએ ઘોઘાને કહ્યું.
કેમ ઘોઘા તને ખબર નથી..?
અકલે ઘોઘાએ કહ્યું.
"ખબર હોય તોય શું.!
તો પછી કેતો કેમ નથી.?
ઘોઘાએ બેફિકરાઈથી કહ્યું.
ઘોઘી.! બધા ભલે કહે,
હું તો નહીં જ કહું.!"
ઘોઘીને પહેલા કરતા
થોડોક અમથો વધુ ગુસ્સો આવ્યો...
અકલે પહેલા કરતા જરીક અમથા વધુ ઉંચા સુરમા
ગુસ્સે થઇ ઘોઘીએ ઘોઘાને પુછ્યું.
અને પછી શરૂ થૈ અટપટી બબાલ
ઘોઘા શું ખબર છે તને.?
એજ ઘોઘી જે તને ખબર છે..!
ઘોઘા મને શું ખબર છે.?
એજ ઘોઘી જે બધાને ખબર છે.
બધાને શું ખબર છે ઘોઘા.?
એજ ઘોઘી એજ જે તને પણ ખબર છે
અને મને પણ.!
ઔહૌ.! ઘોઘા..!
તું બૌ પરેશાન કરે છે.!
અહં હું કૈ પરેશાન નથી કરતો ઘોઘી...
તુ જાતેજ હેરાન થાય છે..!
ઘોઘાઆઆઆઅ...
ઘોઘીનો ગુસ્સો લંબાઇ ગયો...
પણ ઘોઘાએ ટુંકમાં કહ્યું.
હ્અ.. બોલ ઘોઘી.!
*બોલવાનું મારે નૈ ઘોઘા તારે છે.!*
અહં
એવુ નથી ઘોઘી.!
ઘોઘી એવુ નથી.!
ઘોઘાએ ઘોઘીના કહેવાનો
આખો મતલબ ફેરવી નાખ્યો...
કારણ કે ઘોઘાને ભાઈબંધ ના ભાઈબંધે
વર્ષો પહેલાં...
કહેલી વાત યાદ આવી ગૈ..
અકલે ઘોઘીને સમજાવતા ઘોઘાએ કહ્યું.
ઘોઘી તારી વાત પણ કદાચ સાચીજ છે.!
*કે બોલવા નુ મારે નૈ તારે છે.*
ક્યારેક એવુ પણ બને..!
પણ ભાઈબંધનો ભાઈબંધ વર્ષો પહેલાં...
કહેતો કે,
*ક્યારેક બોલવાનું જ મારે છે ઘોઘી...
અને ન બોલવાનું
અર્થાત્ ચુપ રહેવાનું
અર્થાત્ મૌનજ તારે છે.!*
ઔહૌ..! ઘોઘા...
તારા ભાઇબંધ ના ભાઈબંધે જે કહ્યું
એ પણ કદાચ સાચુ હોય શકે
પણ મારો કહેવાનો એ મતલબ નથી..!
અચ્છા ...
ઘોઘાએ કહ્યું.
એ મતલબ નથી...
તો પછી બે મતલબ ની લપ શા માટે કરે છે ઘોઘી..!
ઘોઘીનુ મગજ ચક્કર ભમ્મર થવા લાગ્યું ખબર નૈ કેમ...
અકલે ઘોઘી ચીલ્લાઈને બોલી...
ઘોઘા આઆઆઅ...
હું પાગલ થૈ જૈશ...
ઘોઘાએ હસતા હસતા બે ફીકરાઈ થી કહ્યું.
તો તું હજુ નથી થૈ...?
કદાચ તું થશે પણ નૈ...!
ઘોઘી મસ્તીનુ ગુસ્સે થૈ બોલી.
હસે છે શું..!
અને તું એમ કેમ કહે છે ઘોઘા કે
હું પાગલ થઇશ પણ નૈ...?
ઘોઘી જે કરે એ થાય નહીં.!
તો તું કેમ નથી થતો ઘોઘા..!
હું તારી જેમ કરૂ છું ઘોઘી.! અને,
તું થાય એની હું રાહ જોઉ છું..!
મુક ઘોઘા લપ હવે, મને તું એ કે' કે
તે કહ્યુ કે
બધા ભલે કહે હું તો નહીંજ કૌ...
તો મને એ કે' કે તું શું નહીં કે'
ઘોઘીએ પોતે ઘોઘાના મુખે
જે સાંભળવા આવી હતી તે
જે ઘોઘીને બધાએ કહેલું પણ
એક ઘોઘાએ કહ્યું નહીં એ
સાંભળવા ઘોઘાને
અવળો ફસાવી બોલાવવાની કોશિશ કરી.
ઘોઘા બધા ભલે કહે હું તો નહીંજ કૌ...
તો મને એ કે' કે તું શું નહીં કે'.?
એજ ઘોઘી જે કહેવું છે.!
પણ શુંઉઉઉ ઘોઘા શું કહેવું છે.?
એજ ઘોઘી જે તારે સાંભળવુ છે.
ઔહૌ.! ઘોઘા..!
પણ મારે શું સાંભળવુ છે.?
એ તો કે '...
અહં એ હું નૈ કૌ
પણ શું નૈ કે ઘોઘા.?
એજ જે કહેવું છે.!
આખા ગામે કહ્યું પણ ખબર નૈ કેમ
ઘોઘીને એ ઘોઘાના મોઢેજ સાંભળવાની ઝંખના હતી.
અકલે વ્યાકુળતા સહ ઘોઘીએ ઘોઘાને કહ્યું.
અરે પણ તો કૈ દે ને ઘોઘા..!
તારે જે કહેવું હોય તે..!
મારેજ કહેવુ છે એમ નૈ ઘોઘી...
તો.?
તારે સાંભળવુ છે એ..!
હે ભગવાન....
એવા ઉદગાર બાદ ઘોઘીએ કહ્યું...
હાં ભૈ હાં મારે સાંભળવુ છે બસ્સ.!
હવે તો મો માંથી ફાટ...
ઘોઘીનો અવાજ ફાટી ગયો...
ઘોઘી એ તો હું નૈયજ કૌ...
એવુ મે તને પેલ્લાજ કૈ દિધુ છે..!
ક્યારે કહ્યું છે... ક્યારે કહ્યું છે....
ઘોઘી વીચારમા પડી યાદ કરવા લાગી.
પણ યાદ આવ્યું નૈ અકલે ઘોઘાને પુછ્યું.
ક્યારે.? ક્યારે કહ્યું છે ઘોઘા....?
ઘોઘા તે એવુ ક્યારે કહ્યું છે.!?
હવે ઘોઘો મુંજાયો...
ઘોઘીને ગલતફૈમી થૈ..!
ઘોઘી એમ સમજી કે તેને આજે જે સાંભળવુ છે
તે ઘોઘાએ અગાઉ કહ્યું છે..!
પણ કહ્યું નથી એ પણ હકીકત છે..!
જો કહ્યું જ હોય તો એ વાતજ એવી છે કે
છાતીએ ચોંટી જાય...
અકલે કે હ્રદયમા ધરબાય જાય એમ.!
અને જો છાતીએ લાગી જાય એવુ
ઘોઘાએ કહ્યું હોય તો,
આજીવન ભુલાય જ નહીં.!
પણ ઘોઘાએ ક્યારેય એવુ કહ્યું જ નથી..!
તો પછી ઘોઘાએ એવુ કેમ કહ્યું કે,
"એવુ મે તને પેલ્લાજ કૈ દિધુ છે..!"
ઘોઘીને લાગ્યું ગુસ્સો કર્યે આમાંથી પાર નૈ ઉતરાય...
અકલે હળવેકથી સોફાપર
ઘોઘાની બાજુમાં બેસી, ઘોઘાને ખભે
પ્રેમથી હાથ ફરાવતા ફરાવતા પુછ્યું.
ઘોઘા.. એ... ઘોઘા...
તે મને એવુ ક્યારે કહ્યું છે..?
ઘોઘાએ પણ એજ અંદાજમાં કહ્યું.
ઘોઘીઈઈ...
પેલ્લા પણ કહ્યું હતું અને, અત્યારે પણ કૌ છું..!
પેલ્લા શું કહ્યું હતુંઉઉ..?
અને અત્યારે શું કહે છે ઘોઘાઆઆ...?
એજ કે હું તો નયજ કૌ...
શું નહીં કે ઘોઘાઆઆ...?
એજ ઘોઘી જે કહેવું હતું.!
શું કહેવું હતું તારે ઘોઘાઆઆ...
ઘોઘીએ છેક લગી
ઘોઘાને ફોસલાવી ફોસલાવી ને
ઘોઘાને જે કહેવું હતું અને પોતાને ઘોઘાના મોઢે જે સાંભળવુ હતું એ
બોલાવવા મજબુર કરી જોયો...
પણ અંત સુધી ઘોઘો ન બોલ્યો તે નજ બોલ્યો...
છેલ્લે પણ એજ જવાબ આપ્યો..
જ્યારે ઘોઘીએ કહ્યું.
તુ શું નહીં કે ઘોઘાઆઆ...
ત્યારે ઘોઘાએ એજ કહ્યું.
જે કહેવું હતું..!
ઘોઘીએ પ્રેમથી છેલ્લો પ્રયાસ કર્યો...
તારે શું કહેવું હતું ઘોઘા...
કેટલી વાર કૌ ઘોઘી કેટલી વાર કૌ...
કે હું એ નૈયજ કૌ...
જે કહેવું હતું...
અને અંતે ઘોઘાથી હારેલી થાકેલી
કંટાળેળી ઘોઘીના હાથની
નાજુક નમણી પાતળી આંગળી અને અંગુઠાનો શીકાર ઘોઘાની સાથળ થૈ...
ઘોઘાની સાથળ પર જોરદારનો ચીંટીયો ભરી
હુંહ ... હુંહ..
એમ છણકો કરતી ઘોઘી ગુસ્સે થૈ ઘરભેગી થૈ ગૈ...
અને ઉંહકારા કરતો ઘોઘો
પોતાની સાથળ પંપાળતતો
ઉંહકારા કરતો રહ્યો...
No photo description available.
See insights and ads
All reactions:
Rehan Charli

Wednesday, 29 May 2024

Salil Chowdhury 🙏

શબ્દકાર, સંગીતકાર, ગાયક એવં 
તમામને પ્રણામ.. 🙏


https://youtu.be/s9UE8GRAEww?si=ONiuToXabxjDL_dN


https://youtu.be/7CsOjhBi2Dw?si=gYJ2LHHl-E3513RJ


https://youtu.be/wI50w-uttTA?si=m-pYzGaBrhYBgIkY


https://youtu.be/ItF8Of3iVb0?si=ScsdvsO_9m5W2QMx

https://youtu.be/crhUm4g_r3w?si=4sOA8viGVEr7ELTv


https://youtu.be/tKM58M7nwk0?si=b52xKAMEFDg7K9tI

https://youtu.be/xvckAgjth1w?si=tLqU9Xu2GRd7satc


https://youtu.be/iZUcBGRoLqo?si=QWRcUTlzY2IV7nbz
https://youtu.be/wjYK67cgNKc?si=ia69EtKKqsMcs7kA


https://youtu.be/cJT3de5BOik?si=XLfsi2giYPbhPihx


https://youtu.be/I9w628gW9jI?si=pfbZjX_5GPqD--dS


https://youtu.be/Yx9Oz9SiQ6M?si=vEda84WdK1-Vi1vO


Saturday, 25 May 2024

બઠ્ઠાવેલી લાગણી


https://www.facebook.com/share/p/MwovzEUf3ZbcUGvL/?mibextid=oFDknk

ऐसा नहीं है कि पुनः प्रेम नहीं हो सकता 

ऐसा भी नहीं कि कोई प्रेम करने वाला नहीं मिलेगा। 

ऐसा भी नहीं कि कोई तुमसा ना मिलेगा। 

सब हो सकता है पुनः 

परंतु..

हृदय अटका पड़ा है तुममें 

जिसे कोई और चाहिए ही नहीं 

जिसे तुमसे अच्छा कोई दिखता नहीं 

खैर.!

ये बात अलग है कि प्राप्त तो मुझे तुम भी नहीं ..!!

Friday, 24 May 2024

પડખુ



ઘોઘી : હવે સુવાનું શું લેવું છે ??? 

ઘોઘો : મનોમન બબડ્યો. "પડખુ" 

ઘોઘી : હેં શું કહ્યું.? 

ઘોઘો : પલંગ.... 

આટલું બોલી ઘોઘો ઢોઇંગ થઈ ગ્યો....

https://www.facebook.com/share/e8VGfNtaCDbmBfcZ/?mibextid=oFDknk


પરી હોય કે તું અગર જો હું ચાહું તો.,



ના પાડુ તો પણ એ અંગ્રેજી મા લખે છે... 

મને સમજાતુ નથી એ શુ કહે છે, શુ પૂછે છે... 

પછી હુ :( 🔙 આમ મો ચડાવુ તો પુછે છે એ

વાયડી,... y sad....? 

હુ શુ કામ જવાબ આપુ....! 

એક હુર જોજન દુર... 

પણ આ દુનિયા..... 

લાંબા રસ્તા સાવ ટુંકા કરી નાખે છે ક્ષણમાં... 

સેંકડો માઈલ દુરનુ અંતર પણ કાપી નાખે છે ક્ષણમાં.. 

સેકંડના સાતમા ભાગમા પણ મારો સંદેશ હું 

એના સુધી યા તારા સુધી પણ પહોચાડી શકું છું... 

જોકે સેકંડના સતરમા ભાગમા પણ..... 

એના સુધી યા તારા સુધી હું આ સંદેશ હું પહોંચાડી શકુ... 

અગર જો હુ ચાહુ તો.. 

પણ ના.,! હુ એવુ નૈ કરુ... 

કેમકે... 

હવે, મને, એ, 

ખુણામાં, આવતા જતા, જતા આવતા, 

બૌ, બીક , લાગે છે...! 😇

https://www.facebook.com/share/p/HAbK2vUejZRJUMAq/?mibextid=oFDknk










શબ્દોમાં પ્રાર્થના શોધ..!



ઓલીએ કહ્યું.

મારી કોઈ પ્રાર્થના નથી.!

પાછુ ઓલીએજ પુછ્યું.

પ્રાર્થનામા શબ્દોની શોધખોળ

કેવી રીતે કરવી.? 

ભાઈબંધ "અનંત" વતી..! 

તારી કોઈ પ્રાર્થના નથી.!

આ વીચાર, પ્રાર્થના થકી.!

પહેલા વીચાર, પ્રાર્થના પછી.!

શું પ્રાર્થના એક વીચાર નથી.? 

પ્રાર્થનામા શબ્દોની શોધખોળ કરવા કરતાં

શબ્દોમાં પ્રાર્થના શોધ..!

અગર એમ પણ ના કરવુ હોય તો, 

શબ્ધકારને જ શોધી લે!

અકલે એક કામ પતે.. 😉

******

પુછ્યા વગર ચોરેલું ચીત,ર...

https://www.facebook.com/share/p/Kfr8BDtDCW3FZYC4/?mibextid=oFDknk

Thursday, 23 May 2024

મને પણ એવુજ લાગે છે.


મને પણ એવુજ લાગે છે. 

ખબર નૈ તને કેવુ લાગે છે. 

Tuesday, 21 May 2024

दुनिया ऐसे लोगो को पागल भी समजती हे ।



दुनिया की सौचसे कुछ अलग ही सौच ने वाले .... 

दुनिया ऐसे लोगो को पागल भी समजती हे ... 

पर वो पलपल हरपल अपनी मस्ती में रहेते हे .... 

उसे कोई फर्क नहीं पड़ता .... 

बस वो जो कहेना चाहते हे कहे देते हे .... 

वो कुछ गुढ़ बाते इस कदर कहे देते हे ... 

जो आम लोगोको जल्द समजमे नहीं आती .... 

और फिर लोग अपनी अपनी सौच के मुताबिक़_

अर्थ निकालते रहे ते हे ....  

कभी कभी ये लोग ऐसी बात कहे जाते हे_

जो हमारी समजसे परे होती हे ... 

पर हम इसकी बातो को टाल नहीं शकते,

पर  हां चिंतन और मनन जरुर कर शकते हे .... 

तो....  

ये कुछ  ऐसी ही  बाते हे...... 

सच क्या हे और  जूठ क्या हे ?  

"अनंत" हर जूठ में एक सच छुपा हे. 

"अनंत"

&&&&&&&&&&&&&&&&&&

वो तो पल पल बदलता हे....  

तू जिस सत्य को लेकर चलता हे.

“अज्ञानी" जूठ अटल अचल हे. 

और सच पल पल बदलता हे... 

"अज्ञानी"

https://www.facebook.com/share/ByRrpGSYSvCnnYAa/?mibextid=oFDknk

સતત..અનંત.. પ્રેમ અને હુંફ ઝંખે છે જીંદગી...



એક માત્ર રાત પુરતી જ વાત હોત, તો, 

વાત સાવ જુદી જ હતી.... 

મગર સવારથી સાંજ સુધી.... 

સતત... "અનંત.... " 

પ્રેમ અને હુંફ ઝંખે છે જીંદગી... 

"અનંત"

વર્ષો પહેલા....

કે વર્ષો પછી.... 

એણે કોઈને કહી... 

કે પછી.... 

મે અહી લખી.... 

શુ ફર્ક પડે છે એ વાતથી.... 

આખરે આ ઝંખના જ તો હોય છે... 

સૌ કોઇની આખરી... 

પ્રાણી માત્રની...... 

સ્ત્રી અને પુરુષની..

ઝંખના છે ત્યા સુધી જ જીવન છે...! 

અર્થાત્ 

પુરૂષને સ્ત્રીની અને સ્ત્રીને પુરૂષની 

ઝંખના છે ત્યા સુધી જ જીવન છે...! 

અને ઝંખના થકીજ જીવન જીવંત છે...! 

બાકી કશુ નથી... 

પછી કશુજ નથી.... 

સ્વર્ગ કહો કે નર્ક બધુ અહીનુ અહીં.... 

આ વાત એણે વર્ષો પહેલાં કહી હતી.....

उम्र भर नही मीटती "अनंत..." ये दो भूख... 

एक प्रेमी की ईच्छा और दुजी प्रेमी से हुंफ... 

"अनंत"

*બ્લાસ્ટ *

જીવવા ને તો જીવે છે શ્વસે છે સૌ

મગર ઝંખના થકી જીવન જીવંત છે..!

"અનંત" ઝંખના છે ત્યાં જીવન છે.! 

ઝંખના છે ત્યાં સુધીજ જીવન છે...!

"અનંત"

https://www.facebook.com/share/p/kAnUsC1zqNu3yR4U/?mibextid=oFDknk