ભાગ (4)
ઘોઘી પડોસમાં રહેતા ઘોઘાને ઘરે લપાતિ છુપાતી પહોંચી ગઈ .
ઘોઘાના ઘર પાસે ઊભી રહી ઘોઘીઇઇઈ...
એ ઘોઘા અંદર આવું ...?
ઘોઘો : અડધી તો અંદર આવી ગઈ છે,
હવે આખીયે આવિજા.
બોલ શું બપોરે બપોરે આ ઉનાળાની ગરમીમાં ઉકળાટ લાવી છો કહે.
ઘોઘી : અરે.....! તને કેમ ખબર પડી ?
ઘોઘો : બસ .. આવતા વેંત સવાલ ચાલુ એમ ને ?
ઘોઘી : ઘોઘા મને અચાનક એક વિચાર આવ્યો ને પછી એમાંથી એક સવાલ થયો,
તો મને થયું કદાચ એ સવાલનો જવાબ તારી પાસેથી મળે તો મને ચેન પડે.
ઘોઘો : કદાચ..,
હં. બેચેન ...હંઅ..
ઘોઘી : ઘોઘા બા સૂતી હતી છુપાઈને આવી છું ખોટો વાતોમાં સમય ના બગાડ,
હું મારે જે પૂછવું છે એ ભૂલી જાઉં એ પહેલા મારા સવાલનો જવાબ જલ્દી આપ ..
ઘોઘો : નોકરીએ રાખી લે મને....
હું આમેય સાવ નવરો છું.
ઘોઘી : મને પણ નહીં છોડે ?
ચાલ મારે વધુ લપ નથી કરવી હું તને પૂછું એનો જવાબ આપ.!
ઘોઘો : બોલ લપરી ..
ઘોઘી વચ્ચેજ બોલી ચૂપ ચૂપ ચૂપ ! મને બોલવા દે...
ઘોઘો : હું ક્યાં ચૂપ કરી શકું એમ હતો .
બોલનારને...
ચાલ હવે જલ્દી પૂછી જ નાખ.
ઘોઘી : શું જે ઉચ્ચ ના હોય એ જ નીચ કહેવાય ?
ઘોઘો : ના જે ઉચ્ચ હોય એ પણ નીચ હોય શકે .
ઘોઘી : ઊંચ નીચની કોઈ ઓળખ કોઈ વ્યાખ્યા ?
ઘોઘો :-નીચ તો કદાચ એની નીચલી કક્ષાના કામ થકી ઓળખાય જાય.
પણ જે બાહ્ય રૂપે ઉચ્ચ દેખાતા હોય,
પણ કામ નીચને પણ શરમાવે એવા કરતાં હોય.
ઘોઘી : એને કેમ ઓળખવા ?
ઘોઘો : જો ઘોઘી તું ઓળખની વાત કરતી હોય તો,
ઓળખ ઓળખમાએ ફેર હોય શકે છે !
“એક વ્યક્તિની ઓળખ પણ અનેક હોય શકે.”
આમ તો માણસ જાત પછી તે સ્ત્રી હોય કે પુરુષ કોણ ઉચ્ચ કોણ નીચ.
ઓળખ કરવી સહેલી નથી. ક્યારેય કોઈ સહેલાયથી ઓળખી ના શકાય
ક્યારેક” ઉપર ઉપરથી ઉચ્ચ, દેખાતો કે દેખાતી" નીચ હોય શકે.”
અને ક્યારેક “દેખાવે સાવ નીચ લાગતી વ્યક્તિ ઉચ્ચ પણ નીકળે.”
અને ઘણા અપવાદ રૂપ તો ખરેખર ઉપરથી જેટલા સજ્જન લાગતાં હોય
ભીતરથી પણ એટલાજ સજ્જન જ હોય,
અને ઘણા ઉપરથીજ નીચ લગતા હોય.
અને એ હોય પણ નીચ જ.!
સંપૂર્ણ ઓળખ ક્યારેય કોઇની થઈ ના શકે
“ઉપરથી જુવો કે પછી મૂળ સોતો ઉખાડો માણસ."
ઘોઘી : આતો પેલા . “અજ્ઞાની”ની રચ ...
ઘોઘો વચ્ચે જ
મે ક્યાં મારી કહી.
ઘોઘી : તારું કેમ નું ?
ઘોઘો : બસ તારા જેવુ જ . મસ્તી બાદ કરતાં .
ઘોઘી : પણ છતાં કોઈ ઉચ એવા નીચ માટે કોઈ ઉદાહરણ ?
ઘોઘો : ઘોઘી સાચું કહેજે તું મારી પરીક્ષા લેવા જ આવી છે ને ?
અગર જો એવુજ હોય તો.!
તુ મને નાપાસ કરી દે...
ઘોઘી : ઘોઘા! એવું નથી યાર....
હું ઘોઘી તારી પરીક્ષા શું લઇ શકું ?
આતો મને એમ થયું કે ,
આપણે પણ જરા....
આપણી જાતને
હોશિયાર સાબિત કરીયે.
તો ,
પ્રયાસ કરવામાં શું જાય છે....
બાકી તો તું મારી પાસે કે હું તારી પાસે વધુ શું અપેક્ષા રાખીએ હે ?
ઘોઘો :જો ઘોઘી મારી પાસે એવી હોસિયારી પણ નથી !
માટે તારા પ્રશ્નનો જવાબ મારે શોધવો પડે ! ક્યાં.?
એ ના પૂછતી કૈ દઉં છું.!
ઘોઘી :- ઠીક છે...!
ઘોઘો :- સાંભળ ઘોઘી હું જવાબ શોધું ત્યા સુંધી અગર જો તને જવાબ મળી જાય ...
તો હું તને હોશિયાર લોકો સાથે ભેળવી દઇશ ....
નહીં તો હુતો છું જ ને !
હવે જા તારી બા બોલાવે એ પહેલા
ઘર ભેગી થા ..!
મારો પણ સમય પૂરો થઈ ગયો .
હિસાબ પછી સમજી લેશું ......
(ક્રમશ:)
https://www.facebook.com/share/gzwHAtPXas9FJ6SL/?mibextid=oFDknk

No comments:
Post a Comment