Tuesday, 21 May 2024

વર્ષો પહેલા ભાઈબંધોએ,

વર્ષો પહેલા ભાઈબંધે 

ગુઢાર્થમા કહેલું કે, 

*અગર કહેવાની ઈચ્છા રાખો છો તો,*

*પછી સાંભળવા માટે પણ તૈયાર રહો,*

*અગર કહેવાની ઈચ્છા છોડી દેશો તો,*

*સાંભળવાની નોબત પણ નહીં આવે*

*અગર સાંભળવાની તૈયારી નથી તો,*

*કહેવાની ઈચ્છા નો પણ ત્યાગ કરો.*

*"અજ્ઞાની"*

"અજ્ઞાની" એ સમજશે નહીં એ સમજવા છતાં.! 

હું એને સમજાવવાની ભુલ કરતો કરતો રહું છું વારંવાર..

હે ઈશ્વર મને હજુ થોડી વધુ સમજણ દે અને, આવુ 

અણસમજ ભર્યું કર્મ કરતા મુજ "અજ્ઞાની" ને ઉગાર...

"અજ્ઞાની"

"અનંત" સમજણ હોય તેને કહેવું શું.! 

અને જે સમજેજ નહીં તેને કહેવું શું.!? 

"અનંત" 

*બ્લાસ્ટ*

સંવાદ અને વિવાદ માં બડો તફાવત હોય છે. 

સંવાદમાં સમજણ હોય છે, શાંતી હોય છે. જ્યારે વિવાદમાં ઉંચો અવાજ, ઉગ્રતા, દેકારો, રાડારાડી, અને અશાંતિ પણ હોય છે.

સંવાદમાંઅને વિવાદમાં બીજો પણ એક બડો તફાવત એ હોય છે કે, સંવાદ દરમિયાન બે વ્યક્તિ વચ્ચે જે કૈ વાતચીત થાય તે વાતચીત આપસમાં માત્ર એ બે વ્યક્તિજ સાંભળે છે એ સીવાય બીજુ ત્રીજુ કોઈ તેમની વચ્ચે થતી વાતચીત સાંભળી શકતું નથી. જ્યારે બે વ્યક્તિ વચ્ચે સંવાદની બદલે વિવાદ થાય છે ત્યારે, વિવાદ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર એવં ઉંચા અવાજે થતી વાતચીત એ બંને વ્યક્તિ સિવાય આસપાસના અનેક લોકો સાંભળતા હોય છે.

સંવાદ દરમિયાન બંને વ્યક્તિનો અવાજ ઘરની બહાર જતો ન હોય આસપાસ ના લોકોમાં તેની સંસ્કારી હોવાની છાપ ઉપસી આવે છે. જ્યારે વીવાદ કરતી બંને વ્યક્તિઓનો અવાજ ઘરની બહાર જતો હોય છે તેથી આસપાસ ના લોકોના મનમાં તેઓની અસંસ્કારી હોવાની છાપ પડે છે. વિવાદ બાદ ભલેને પછી તેઓ અંદરખને આપસમાં એકબીજા ને ખૂબ સમજતા હોય, પ્રેમ કરતા હોય એક બીજા સાથે સંપથી રહેતા કેમ ન હોય તો પણ, બહારના લોકોની નજરમાં તેઓની છબી ખરાબ એવં ખરડાયેલીજ રહે છે. 

"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 

અગર જો બે વ્યક્તિ વચ્ચે સમજણ અને 

પ્રેમભાવ હોય તો સંવાદ રચાય છે. 

અગર જો બે વ્યક્તિ વચ્ચે અણસમજ અને 

પ્રેમનો અભાવ હોય તો વિવાદ સર્જાય છે. 

"અનંત" 


No comments:

Post a Comment