Tuesday, 14 May 2024

મુંજારો

 #ઘોઘાઘોઘી વર્ષો પછી ફરી...


અને ફરી ઘોઘી માંડ છ-બાર મહિને ઓચિંતી ઘોઘાની ભઠ્ઠીએ આવી પહોંચી. 

ઘોઘો: "હેં? તે તને કેમ ખબર પડી કે મને મન થયું કે મળીએ... હું તને હાકલ કરતો, જ હૂતો..."

ઘોઘા: "એ તો, મું તો મારી મેતે આઈવી... તે કિયારે બોલાવી, હેં?"

જરાવારમાં કંઈક રકઝક થઈ. આખા ગામની અલકમલક વાત થઈ. જણેજણ જૂના જોગી મિત્રો - સખીઓને ક્ષણવારમાં યાદ કરી લેવાયા. એકબીજાના ઘરપરિવાના ખબરઅંતર પૂછાઈ ગયા. 

પણ નિવેડો ન આવ્યો કે કોણે કોને પહેલાં યાદ કર્યાં હશે કે આમ અનાયાસે મળવાનું થઈ ગયું. જરીક ઘોઘો ચિડાઈ ગયો, એ ક્યાં દલીલો કરવામાં માહિર હતો? એ તો એની ભઠ્ઠી અને એના ખંડેરની યાદોમાં મસ્ત રહેતો. ઘોઘી પણ બહુ ચિડાઈ ન શકી. જરા ગળગળી થઈ ગઈ. હવે, કોણ અને કોને સમજાવે? 

ઘોઘો સુુંવાળી આછી દાઢી-મૂછમાં હસ્યો. ઘોઘી પણ પાતળા હોઠ મચકોડીને મલકી, ઝાંઝરીને ઠેસ મારી કંઈપણ બોલ્યા વિના પાછું વળીને ચાલી નીકળી. #કુંજકલરવ

https://www.facebook.com/share/p/nzbdhaQ8PhTwBASA/?mibextid=oFDknk




No comments:

Post a Comment