Tuesday, 18 June 2024

આ પ્રકૃતિના નાના નાના સમજદાર અંશો




























મારે ને બુધ્ધિને તો આમેય 

બાર ગાઉં નું છેટું છે.! :) 

અક્કલ વગરનુ ઈ મૌજી.... 

આહ.! કુદરત વાહ્હ..! કુદરત...!

વર્ષો પહેલા અનંતે સર્જેલી એક રચના.... 

જેનુ શીર્ષક હતુ "ટીપું" 

એ રચનાના અંતમાં અનંતે લખેલું કે, 

"માણસમાં થી માણસ સર્જે માણસનું ટીંપુ "

બસ આ પણ કૈક એવુજ છે..! 

પ્રકૃતિ ની લીલા અજબ ગજબ છે..! પવલા..! 

ઊપર ઊપરથી લોકો ઊંધે માથે થૈ જાય...

તોય નૈ સમજાય.... પ્રક્રુતી ની લીલા.... 

ભીતર ઊતર્યા વીના ભીતરની વાત, 

કદી કોઈને સમજાતી નથી... 

સૌ કીનારે કીનારે કરે છબછબીયા... 

ડુબતા ડરે, પણ ડુબે તેજ તરે..... 

એવુ વર્ષો પહેલાં "અજ્ઞાની " કહેતો હતો.... 

અને મે તો નજરો નજર જોયુ અકલે કૌ છુ... 

કે, 

પ્રકૃતિ ની લીલા અજબ ગજબ છે..! 

એ બધાને બધુ શીખવીને જ મોકલે છે,

યા તો સમય સમય પર બધુ શીખવી દે છે...

માનવ શીખે નાનકડી કીડી થી લઈને મસ મોટા હાથી ને..... 

બચ્ચા કેમ પેદા કરવા ... 

અને કેમ ઉછેરવા એ સિવાય બધુ બધુ ને બધુ જ ! 

જે જે , જેની જેવી જરૂરિયાત એ મુજબ - 

બધુ જ જ્ઞાન ,પ્રકૃતિ જીવ માત્રને આપે જ છે .... 

તેમ છતાં નાદાન લોકો, બૂધ્ધીના ગઠ્ઠા જામેલા લઠ્ઠા અહીં.! ખુદ ઈશ્વરથી યે મહાન છે... 

અને સૌથી હોશિયાર , બુધ્ધિમાન છે એવું સાબિત કરવા ... 

ધમપછાડા કર્યા કરે છે ... 

પ્રેમને ભૂલીને "સેક્સ" ને ચર્ચાનો વિષય બનાવી, 

કોને શું કરવું શું ના કરવું ... 

એવું એવું બધુ શિખવ્યા કરે છે.... 

( એ બહાને સૌ પોતપોતાની વિકૃતિ સંતોષે છે ) 

અમુક અધૂરા ઘડા, બુધ્ધીના લઠ્ઠ...! 

તો વળી સ્ત્રીની અંગત સમસ્યાને, 

સંપુર્ણ હકીકત જાણ્યા સમજ્યા વગર ખુદ દૂનીયાનો, 

સૌથી સમજદાર છે, બુધ્ધીમાન છે એમ સમજી, 

શ્રધ્ધા અંધ શ્રધ્ધા કે આધુનિકતાના ઓઠા હેઠળ.... 

અહીં સૌને સમજાવવા હાલી નીકળે છે.... 

એવા બુધ્ધીના બારદાનો ની માનસીકતાનુ સ્તર...... 

સાવ તળીયે હોય છે.! 

એવુ એ ખુદ સાબીત કરે છે સ્ત્રીઓની પ્રાક્રુતીક અને અંગત સમસ્યા "માસીક ધર્મ" ની ચર્ચા કરીને. 

અને પાછી, 

આવી બધી વાતોમાં આ બાબતે પોતે 

ખુબ આધુનિક છે, એવુ જગ જાહેર કરવા જાહેરમાં, 

અક્કલની ઓછી સ્ત્રીઓ પણ.! 

ઓછી નથી ઊતરતી..... 

પોતે મુક્ત વિચાર ધરાવે છે, 

એવુ ધરાર સાબીત કરવા મચી પડે છે..! 

બાકી /જબ કી, સમય સમય પર... 

કુદરત પ્રાણી માત્ર ને અનુકુળ /અનુરૂપ, 

સમય સમય પર પ્રક્રુતી ગત પ્રાણી માત્રમા, 

શારીરીક ફેરફાર, માનસીક બદલાવ.... 

કોઇને કહ્યા પુછ્યા વગર કર્યા કરે છે..! 

અને ફેરફાર સતત આપોઆપ થતાજ રહેતા હોય છે.!

પ્રકૃતિએ ક્ષણે ક્ષણનું અદભૂત જ્ઞાન.... 

પ્રાણી માત્રને આપ્યું છે.!

કોઈ અચાનક કાંકરી ફેંકે

અને, અચાનકજ જેમ પલક આપોઆપ, 

બંધ થઈ જાય બસ એમજ એજ રીતે !

શું આ બાબતે ક્યારેય.... 

કોઈ માં એ પોતાની દીકરીને,

કે બાપે પોતાના દીકરાને કહ્યું, શીખવ્યું હોય છે.?

કે આ જ્ઞાન કોઇએ કોઇને આપ્યું હોય છે ?

કે, જો દીકરા/દીકરી કોઈ કાંકરી ફેંકે તો આંખ

તુરંત બંધ કરી દેવી ..!? 

બસ તો પછી...!  

આટલું જ સત્ય છે.... 

બાકી બધુ સડેલી બુધ્ધિનું કે હલકી વૃતિનું પ્રદર્શન .... 

ખેર એ સૌ લોકો પોત પોતાની બુધ્ધિ નું પ્રમાણ આપે છે.... 

'ને , મારે ને બુધ્ધિને તો આમેય બાર ગાઉં નું છેટું છે.! :) 

બાકી તું / સૌ સમજદાર છે, પવલા... 

થોડામાં ઘણું સમજી જજે/ જશે .... :) 

આ જો મારા ઘરના આંગણે ઉગેલા નાનકડા વૃક્ષમાં-

નાનકડી માદા પંખીએ પ્રસૂતિ પહેલા કરેલી તૈયારી ....

અને પછી ક્રમશ પ્રકૃતિગત ઉછરતા બચ્ચા....

કહો, કોણ એને શીખવવા ગયું હતું આ બધુ .... ?

https://www.facebook.com/photo.php?fbid=232695746778181&set=a.128377280543362.17764.100001132725775&type=1&permPage=1

*બ્લાસ્ટ* 

"અનંત" આ પ્રકૃતિના નાના નાના અંશો

માણસ કરતાં વધુ બુધ્ધિશાળી હોય છે. 

"અનંત" 

પોતાને સૌથી મહાન અને બુધ્ધિશાળી સમજતા બુધ્ધિ વગરના બે પગા માણસો કરતા ચો પગા પશુઓ અને પાંખાળા પંખીઓ વધુ બુધ્ધિશાળી હોય છે. 

"અનંત" 

https://www.facebook.com/share/p/zC2zLFdPJ96JKYta/?mibextid=oFDknk








No comments:

Post a Comment