Thursday, 13 June 2024

ઈશ્વર હોવાનો પુરાવો....



ઈશ્વર હોવાનો પુરાવો....

મૌસમનો મિજાજ એજ ઈશ્વર હોવાનો પુરાવો."   

***********************************

"અજ્ઞાની"કોઈ થોડા પુરાવો તો આપો મને

એ "ના" હોવાના.      

પછી હું અસંખ્ય પુરાવાઓ આપીશ સૌને "એના"હોવાના.  

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

******મૌસમનો પહેલો વરસાદ*********** 


મૌસમના પહેલા રે.. વરસાદની તો ભઈ વાત નોખી. 

વરસાદી દિવસય નોખો ‘ને ભીની વરસાદી રાત નોખી.


તોયે ખબર પડી જાય એ છોને દૂરથી આવે.

એ આવતાની સાથે માનવ મનને ભીંજાવે.      


દૂર સુધી પ્રસરે એની મહેક, 

એ દૂ ઉ ઉ ઉ ર..થી છોને આવે છેક.


એ આવે તો લાવે સાથે  ભીની રે... 

ભીની..મસ્ત માટીની મહેક.


લીલેરી જાજમ આપ જ બિછાય, 

લીલેરી હોય એની ભાત નોખી.


મૌસમના પહેલા રે.. 

વરસાદની તો,ભઈ વાત નોખી. 


મૌસમ આ એવું કે કોઈ બહાર તો કોઇ, ભીતરથી આખે આખુ  ભીંજાય. 

તો પ્રિયના વિરહમાં કોઈનું ભીતર રડે. 

'ને એની આંખુ ભીંજાય.   


ઋત આ ગરજતી આવે ‘ને 

પાછી વરસતીય આવે જોને  

એના આવવાની હોય છે. 

ઝરમર ઝરમર  આહટ નોખી. 


મૌસમના પહેલા રે..

વરસાદની તો ભઈ વાત નોખી. 


ઓળખ આ મૌસમમાં ઈશ્વરની થાય, 

જો ઓળખતા ફાવે.   


પળમાં ધૂળધાણી કરે 'ને, 

ક્ષણમા એ ધૂળ બધી ધોઈ પણ નાખે.


માનવીની વરસાદ સાથે. 

વરસાદની માનવી સાથે. 

હોય ના કદી ચાહત નોખી. 


મૌસમના પહેલા રે.. 

વરસાદની તો ભઈ વાત નોખી. 


ઘૂંટણીયે પડી જવાય ભર વરસાદે. 

ધોય નાખે દુનિયા આખી અગર એ જો ચાહે. 

કઈના ચાલે પામર માનવીનું વ્હાલા એની પાહે.


કઈ કરતા કઈજ ના ચાલે  એની પાહે.


પ્રેમ ‘ઈ’નો ના કોઈ પર ના વધુ, 

ના પ્રેમ ‘ ઈ’નો કોઈ પર હોય કદી ઓછો.  

પ્રેમનો વરસાદ ‘ઈ નો ’વર્ષે ‘બધા પર એકજ સરીખો ભાઈ એકજ સરીખો.


ના મોટા. ના નાના.  સૌ સરખા એના પાસે. 

ના કોઈ જણ નોખો ના જાત નોખી. 


મૌસમના પહેલા રે.. 

વરસાદની તો ભઈ વાત નોખી.


બદલે છે હમેશા માનવીના જ વિચારો.   

એને એકજ છે..! 

તમે એને નોખો નોખો કાં ધારો.?   


બસ આપ જો  બારી "મનની" આખે આખી ઉઘાડો.   

પ્રેમ તો વરસે છે બધે જ બધે એનો એક જ ધારો.       


"અજ્ઞાની"એકેય બારીએ હોતી નથી ' ઈ''ની વાછટ નોખી નોખી. 

મૌસમના પહેલા રે.. વરસાદની તો ભઈ વાત નોખી.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& 

“અજ્ઞાની”

https://www.facebook.com/share/vcGjany5Riuw5oey/?mibextid=oFDknk





No comments:

Post a Comment