વર્ષો પહેલા ભાઈબંધે અનંતે સતત
સાથે સાથે, સામે સામે અને પાસે પાસે રહેતી
એની કોઈ ચહીતી દૂર ગયા પછી, થયેલા અનુભવો ને શબ્દોમાં ઉતારતા લખ્યું હતું કે,
https://youtu.be/tC11eSDHobE?si=h65y1ygfdQ0z32to
*બ્લાસ્ટ*
ના ઓછી મજા હોય છે.
ના અદકી મજા હોય છે.
મીલન અને જુદાઈની
એક સરખી મજા હોય છે.
જે ખૂબીઓ સાથે હોય ત્યારે,
સાવ પાસે પાસે હોય ત્યારે નથી દેખાતી,
તારામાં રહેલી એ તમામ ખૂબીઓ
મને તારા દૂર ગયા પછી દેખાય છે.
તું પાસે હો ત્યારે પણ મને તારાથી
છેટું રે'વુ લગીરે નથી ગમતું.
તારા દૂર જવાથી મને વધુ ને વધુ
તારી નજીક આવવાનુ મન થાય છે.
તારા દૂર ગયા પછી સમજાય છે.
ક્યારેક સતત નજીક હોવા કરતાં,
દૂર જવાથી વધુ નજીક થવાય છે.
"અનંત" આ હકીકત પાસે રહ્યા પછી,
અને તારા દૂર ગયા પછી સમજાય છે.
"અનંત"
https://youtu.be/TgZeU80A0ZY?si=GqvH24eC6SQMJdoe
https://youtu.be/tC11eSDHobE?si=h65y1ygfdQ0z32to
.jpg)
No comments:
Post a Comment