Thursday, 25 July 2024

આખરે તો આજ અરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ સત્ય છે.!

બે અલગ અલગ આકાર ધરાવતા દેહને
પરમ ચરમ અખંડ અલૌકિક એવં 
"અનંત" આનંદ આપનારૂ સત્ય..!

https://youtu.be/Ssl9zSw7qTc?si=RU82tzkZt4EEjS1f

https://youtu.be/DuorJWm5JmY?si=bbKScpN89CB6FIR4


https://youtu.be/ebJ2l8EgguU?si=ixR3QxGZAMunIC9c

*બ્લાસ્ટ* 
વર્ષો પહેલાં આવા બધા ગીતો સતત સાંભળતા ભાઈબંધ અનંતે આવું કાં'ક કહ્યું હતું કે, 
આખરે તો આજ અરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ સત્ય છે.! 
બે અલગ અલગ આકાર ધરાવતા 
સ્થુળ દેહનું.! 
આત્માનું જ્ઞાન ભાન પણ, 
કદાચ પછીજ થતું હોય છે. 
જો કે આત્માની ઓળખ થકી દેહ મળે છે કે, 
પછી બંને અલગ અલગ આકાર ધરાવતા
દેહ મળ્યા બાદ આત્માની ઓળખ થાય છે. 
એ સૌ કોઈની અલગ અલગ અનુભુતીનો 
વિષય હોય એ બાબતે કૈજ કહેવું ઠીક નથી.
અજ્ઞાની શાંત ચિત્તે અનંતની વાત 
સાંભળી રહ્યો હતો. 
અનંત ની વાત સાંભળી મારા ઝહનમા અનેક સવાલો સળવળાટ કરવા લાગ્યા પરંતુ 
આવું કાં'ક ચાયની ચુસ્કી ભરતા ભરતા કહ્યા પછી અનંત  પોતાની પરમ પ્રીય નીંદ્રાના ખોળામાં માથું રાખીને પોઢી ગયો તેથી હું પણ અજ્ઞાનીની માફક ચુપ રહ્યો અને ચુપચાપ અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી બહાર નીકળી ઘર ભેગો થઈ ગયો... 
બીજે દિવસે સવારથી રાત પડવાની રાહ જોતો હું જેવી રાત પડી કે તુરંત ચાય સાથે મારા ઝહનમા સળવળતા સવાલ સાથે ઉબડ ખાબડ સાંકળી ગલી ના રસ્તે છેક છેવાડે આવેલા ખંડેર પર પહોંચી ગયો... 
ઝરઝર્રીત ટીપોયની આસપાસ ગોઠવેલી ત્રણ ખુરશી માં ની બે ખુરશી ભાઈબંધોથી ભરેલી હતી ખાલી પડેલી એક ખુરશી પર હું ગોઠવાઈ ગયો અને ટીપોય પર ઉંધી પડેલી પીયાલી સીધી કરી તેમા ચાય રેડતાં રેડતાં મે અનંત સામે જોઈ પુછ્યું. અનંત તે કાલે વાત કરી એ સાંભળી ત્યારથી મારા ઝહનમા 
અનેક સવાલો સળવળે છે..! 
અનંત ખડખડાટ હસવા લાગ્યો... 
પરીયા મે કાલે શું કહ્યું એ મનેતો યાદ પણ નથી અને તારા ઝહનમા સવાલો સળવળે છે.! 
મેં અજ્ઞાની સામે જોયું. 
અજ્ઞાની ચાયનો ઘુંટ ભરી મુછમા હસ્યો.. 
અને સીધુજ મને પુછ્યું જેમ કે, 
મે મારા ઝહનમા સળવળતા સવાલ સાથે કહ્યું જેમ કે, અનંતે કાલે રાત્રે કહેલું કે, 
બે અલગ અલગ આકાર ધરાવતા 
સ્થુળ દેહનું.! મીલન થાય છે. 
આત્માનું જ્ઞાન ભાન પણ, 
કદાચ પછીજ થતું હોય છે. 
જો કે આત્માની ઓળખ થકી દેહ મળે છે કે, 
પછી બંને અલગ અલગ આકાર ધરાવતા
દેહ મળ્યા બાદ આત્માની ઓળખ થાય છે. 
એ સૌ કોઈની અલગ અલગ અનુભુતીનો 
વિષય છે. 
તો મારો સવાલ એજ છે કે, આત્માની ઓળખ હોવાથી સ્ત્રી પુરુષનુ મીલન થાય છે..?
કે ,સ્ત્રી પુરુષ નુ દૈહિક મીલન થયા પછી આત્મા ઓળખાય છે..?
અજ્ઞાની એ ટુંકમા કહ્યું બંને રીતે સંભાવના છે. 
મે કહ્યું હું સમજ્યો નહીં.! 
અજ્ઞાનીએ ફરી ટુંકમા અને ગુઢમા કહ્યું
 હિશાબ મુજબ.! 
ચાય નો ઘુંટ ભરતા મે ફરી કહ્યું 
હું કૈજ સમજ્યો નથી. 
ફરી અજ્ઞાનીએ ગુઢમા ટુંકમા કહ્યું. 
સમજ બારનીજ વાત છે સૌ કોઈની. 
ભેદ ભરમ ભીતરના ઢોલ..! 
અર્રે યાર કાં'ક તો સમજાય એવુ બોલ.! 
અજ્ઞાનીએ કહ્યું ભટકાય જતાં હોય છે. 
ભુલેલા ભટકેલા હિશાબ મુજબ... 
તેથી જ એવું થાય છે. 
શરીર કોઈ એક સાથે હોય છે 
અને આત્મા કોઈ બીજા સાથે. 
ભેગું થતું નથી કોઈ "અજ્ઞાની" 
હોવાથી પોતાના નીશ્ચીત સ્થાને..! 
મે પુછ્યું એનુ કારણ.? 
જવાબમાં અજ્ઞાનીએ કહ્યું. 
હિશાબ, ઓળખાણ, અને, 
સમજણનો અભાવ...
અજ્ઞાનીની વાતમાં મને કૈજ ટપ્પો પડ્યો નૈ 
તેથી હું સટ્ટાક દૈન ઊભો થઈ
ઘર ભેગો થઈ ગ્યો... 
 


No comments:

Post a Comment