અનંત અનુભવે સમજાલેય છે.!
આ રચના ત્યાર બાદ લખાયેલ છે.!
*જુગાર *
જુગ જુગ હાર એનુ નામ જુગાર...
@@@
ચોપાટ હોય, તાસ હોય, કે હોય શેર બજાર...
તમામ પ્રકારના જુગારમાં રમાડનાર જ જીતે છે..!
રમનારાની તમામ પ્રકારના જુગારમાં
થાય છે હાર...
તો પણ.!
આવું શાને થાય છે..?
જુગાર રમનારને અને જુગારમાં વારંવાર હારનારને,
આવુ શાને થાય છે.?
એવો આવતો નથી વીચાર...
તમે દાવ પર દાવ લગાવશોજ
અને આખરે થશો ખુવાર...
રમાડનાર એ જાણે છે..!
તેથી જ એ તમને ત્રણ બાદશાહ આપે છે.
અને પોતાની પાસે ત્રણ એક્કા રાખે છે.
પોતાની પાસે ત્રણ એક્કા રાખીને..!
તમને ત્રણ બાદશાહ આપીને.!
એ ચતુરાઈથી રમનારને ફસાવે છે.!
ત્રણ બાદશાહ જોઈ રમનાર ગેલમાં આવીને.!
ઉપરા ઉપરી બમણી ચાલ ચાલે છે.
ઘન દૌલત ખાલી થાય તો
દ્રોપદી શીખે દાવ પર લગાવે છે.!
અંતમાં રમનારા કારમી હાર પામે છે.!
આમ જુગાર રમાડનાર
તરહ તરહની રીત ટ્રીક અજમાવી
રમનાર ને ટ્રેપમા લેતા હોય છે.
રમનાર ને ત્રણ બાદશાહ દેતા હોય છે.
અને પોતાની પાસે ત્રણ એક્કા રાખી
રમનારાને ટ્રેપમાં લેતા હોય છે.
અનંત અનુભવે જુગારની સંધી છુટી પાડતા સમજાય છે.!
ત્યારે લખાય છે.!
જુગ જુગ હાર એનુ નામ જુગાર...
ચોપાટ હોય, તાસ હોય, કે હોય શેર બજાર...
તમામ પ્રકારના જુગારમાં રમાડનાર જ જીતે છે..!
રમનારાની તમામ પ્રકારના જુગારમાં
થાય છે કારમી હાર...
ચોપાટ હોય, તાસ હોય, કે હોય શેર બજાર...
એક વાર જો ગયા રમવા કોઈ પણ પ્રકારનો જુગાર
તો પછી યાદ રાખજો નીકળી નહીં શકો બહાર...
લાલચમાં આવીને ફસાઈ જશો.!
મહેનત વગરના પૈસાની મમતમાં.
વહેલા મોડા રમતા રમતા રમતમાં
તમે થઈ જશો ખુવાર...
ઉજડી જશે તમારો સંસાર...
ડુબશો તમે ને તમારા વાંકે ડુબશે ઘરબાર...
રખડી પડશે રજડી જશે તમારો
આખોય પરીવાર...
"અનંત" જુગ જુગ હાર એનુ નામ જુગાર...
"અનંત"
*બ્લાસ્ટ*
મફત અને લાલચ આ બંનેની જે દૂર રહે.!
"અજ્ઞાની" મનની શાંતિ એને ભરપૂર મળે.!
જે કરે મહેનત અને પરસેવાની કમાણી...
એ થાય મનની શાંતિ અને મીઠી ઉંઘના ઘણી...
"અજ્ઞાની"

.jpeg)


.jpeg)
.jpeg)
.jpeg)
No comments:
Post a Comment