વર્ષો પહેલા આજુ બાજુના ઘરોમાં ક્યાંક પતી પત્ની વચ્ચે, ક્યાંક ભાઈ ભાઈ વચ્ચે, ક્યાંક પીતા પુત્ર વચ્ચે, ક્યાંક સાસુ વહુ વચ્ચે, ક્યાંક નણંદ ભાભી વચ્ચે ઉંચા અવાજે થતી બોલાચાલી નો અવાજ અવાર નવાર કાને અથડાતા મનમાં અનેક સવાલ જન્મતા અનેક વીચારો આવતા કે પરીવારમા સૌ એકબીજાની સાવ નજીક હોવા છતાં આમ આટલા ઊંચા અવાજે શા માટે વાત કરતા હશે ? એક મધરાતે ખંડેર મધ્યે ચાય પીતા પીતા મે ઉપરોકત વિષયમાં વાત છેડી અને સવાલ ભરી નજરે અજ્ઞાની સામે જોતા મારી સામે જોઈ અજ્ઞાનીએ કહ્યું હતું કે, સમજણ અને સંવાદનો જ્યાં અભાવ હોય ત્યાં તે કહ્યું એ મુજબ અનેક પરીવારોમા વીવાદ થતાં હોય છે. સમજણ ના અભાવે એ લોકો એ નથી જાણતા કે વિવાદ થી કોઈ પ્રશ્નો હલ નથી થતા બલ્કે,
વિવાદ થી પ્રશ્નો વધે છે.
વિવાદ થી પ્રેમ ઘટે છે
સંવાદ થી પ્રેમ વધે છે.
વીવાદ થી સબંધ વણસે છે.
સંવાદ થી સબંધ વિકસે છે.
માટે અણસમજુ ની માફક વિવાદ ન કરતાં સમજદારી સાથે સંવાદ કરવા થી મતભેદ હોય કે મનભેદ સરળતાથી દૂર થઈ શકે છે.
No comments:
Post a Comment