*કોઈ પણ પરીસ્થીનું કે વ્યક્તિ ના સારા ખરાબ સ્વભાવનુ સર્જન એકાએક અકારણ યા અચાનક નથી થતું.*
*એજ રીતે કોઈ પણ પરીસ્થી માં કે વ્યક્તિના સ્વભાવમાં અકારણ તત્કાલ બદલાવ નથી આવતો.*
*કારણ પ્રાચીન યા અર્વાચીન હોય શકે છે. *
*માટે બદલવા કે ભદલાવવા*
*કોઈ પણ વ્યક્તિના સ્વભાવ માં બદલાવ તો અને ત્યારેજ આવે છે જો બદલાવ ની આંતરિક ઈચ્છા ખુદની હોય, અને વિવાદ નહીં બલકે સંવાદ હોય મનમાં શાંતિ અને ધીરજ હોય તો, એકના એક દિવસ આપણી ઈચ્છા મુજબના જીવનનું નીર્માણ અચુક થાયજ છે.*
એટલેજ પ્રકૃતિએ સ્ત્રી પુરૂષમા આકર્ષણ મુક્યુ છે કે, મર્યા પહેલા જીવતે જીવ બે અલગઅલગ આકાર ધરાવતા જીવ ધરાયને આ શૃષ્ટી પરજ બે અલગ અલગ આકાર ધરાવતા શરીર ભેગા મળીને સ્વર્ગ સમુ સુખ ભોગવે...
ભાઈબંધ જોરદાર નો ખુશ થઈ ગયો...
સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરી અનંતે મારી અને અજ્ઞાની સામે જોઈને કહ્યું.
જોયુ.!!! સાંભળ્યું ને..!?
એક વાર સંપર્કમાં આવી જાય
છોકરો છોકરી પછી
સતત સંપર્કમાં રહેવાનું મન થાય...
અંગેઅંગને સ્પર્શવાનુ મન થાય...
ચસોચસ આલીંગવાનુ મન થાય....
ચપોચપ ચુમવાનુ મન થાય...
આંગળીઓ સાથે લાગણીઓ પણ
બેકાબૂ થઈ જાય...
ધીરે ધીરે માંગણીઓ બે કાબુ થઈ જાય,
અને અગર જો એ બે બાજુ થઈ જાય.
તો તો પછી જાદુ થઈ જાય.
દુનિયા ને બે દેખાતા અલગ અલગ આકાર ધરાવતા શરીર...
એક બીજામાં ઓગળી જાય...
અને પછી ન થવાનું થાય...
આમ તો જોકે થવાનુજ થાય...
અગર એ ન થાય તોજ નવાઈ...
ભાઆઆઆઅ... ભાય....
ભૈ હું તો યુગો પહેલાથી કૌવજ છું કે,
પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડેજ છે..!
સ્પર્શની ઝંખના થવી એ સહજ સ્વભાવિક એવં પ્રાકૃતિક છે.!
આધ્યાત્મિક લોકોની વાત નોખી છે જો કે,
મગર હર કોઈને અધ્યાત્મ કે એની સમજણ નથી હોતી. કે ના તો હર કોઈની ચેતના એટલી ઉચ્ચ સ્તરની હોય છે કે તે દૂર દૂર રહીને પણ પોતાના પ્રીય પાત્રને સ્પર્શી શકે.! અમારા જેવા તમામ સામાન્ય માણસ સ્ત્રી હોય યા પુરૂષને તો એક બીજાના સ્થુળ દેહને સ્પર્શે ત્યારેજ અલૌકિક આનંદ નો અહેસાસ થતો હોય છે.
આમ કહી અનંતે મભમમા એવુ કહી નાખ્યું કે,
આધ્યાત્મિક એવં ઊચ્ચ ચેતના ધરાવતા સ્ત્રી પુરૂષો દૂર દૂર રહીને પણ એકબીજાના શુક્ષ્મ શરીરને સ્પર્શી શકે છે અને અલૌકિક આનંદ અનુભવી શકે છે.
વર્ષો પહેલાં છેક સાંકડી ગલી ના છેવાડે આવેલ ખંડેર મધ્યે મધરાતે હું ચાય લઈને ગયો ત્યારે,
રેડિયો વાગી રહ્યો હતો.
અનંત અને અજ્ઞાની ગીત સાંભળી રહ્યા હતા.
અને ત્યારે સાહીર લધીયાનવી ની આ ગઝલ રેડિયો પર આવી
दूर रह कर न करो बात क़रीब आ जाओ
साहिर लुधियानवी
दूर रह कर न करो बात क़रीब आ जाओ
याद रह जाएगी ये रात क़रीब आ जाओ
एक मुद्दत से तमन्ना थी तुम्हें छूने की
आज बस में नहीं जज़्बात क़रीब आ जाओ
सर्द झोंकों से भड़कते हैं बदन में शो'ले
जान ले लेगी ये बरसात क़रीब आ जाओ
इस क़दर हम से झिजकने की ज़रूरत क्या है
ज़िंदगी भर का है अब साथ क़रीब आ जाओ
"साहिर लुधियानवी"
એકલે પોતાના આચાર વીચાર મુજબના ગઝલના એક એક શબ્દો સાંભળી અનંતે આનંદમાં આવી ઉછળી ઉછળીને ઉપર મુજબની વાત કરી હતી. એજ ગઝલ વર્ષો બાદ રેડીયો પર વાગતા અને મારા કાને અથડાતા મારૂ રોમેરોમ ઝણઝણી ઊઠ્યું અને મને વર્ષો પહેલા...
મધરાતે ખંડેર આ ગઝલ વાગતા અનંતે કહેલી વાત યાદ આવી ગઈ..!
જો કે એ પછી તો એજ વીષયને લઈ ને આખી રાત વાત ચાલી જે જબરદસ્ત હતી.
પણ એ હું અતારે નૈ કૌ..
પછી તો એવા કેટલાય ગીતો ઝહનમાં ગુંજવા લાગ્યા જેમાં આ અવની પરના તમામ નર માદાની એકવાર મળ્યા પછી સતત મળવાની પછી સ્પર્શવાની અને અંતમાં એકમેકમાં ભળી જવાથી ઓગળી જવાની પ્રાકૃતિક ઝંખના ઉજાગર થતી હોય.
https://youtu.be/DuorJWm5JmY?si=Kg8Kw2S_BQQGqNdV
https://youtu.be/4R8kAQ7rnVs?si=26xeL0_ELMmscJo0
https://youtu.be/KAXcDJGqzlk?feature=shared
*બ્લાસ્ટ*
આત્માથી.
મળતા નથી એ મળે છે.!
મળે છે એ મળતા નથી..!
આતમથી.
"અનંત"
અર્થાત્
મન મળેલા છે એના તન નથી મળતા
તન મળેલા છે એના મન નથી મળતા.
મળે છે એના માત્ર તન મળે છે.
કદાચ થોડા ધણા મન મળે છે.
"અનંત" મગર અલૌકિક આત્મ
એના રહે છે કાયમ અળગા
"અનંત"
વાત આ માતર તનની ન'તી.!
વાત "અનંત" આતમની હતી.!
"અનંત"
*બ્લાસ્ટ*
પ્રેમ છે.! એ વ્યકત અભિવ્યક્ત કરવા,
આખરે પ્રેમને સ્પર્શ ની જરૂર પડેજ છે.!
પ્રેમનો સ્પર્શ સ્થુળ પણ હોય શકે છે.!
પ્રેમનો સ્પર્શ સુક્ષ્મ પણ હોય શકે છે.!
જ્યારે પ્રીય પાત્ર નજીક હોય ત્યારે...
ટેરવા ના સ્પર્શથી ઝણઝણે છે આખુય શરીર..
અને જ્યારે પ્રીય પાત્ર દૂર હોય ત્યારે...
પ્રેમાળ શબ્દોના સ્પર્શથી ઝણઝણાવી શકાય છે.
પ્રીય પાત્રનો આત્મા યાની ઝમીર...
અર્થાત્
જ્યારે પ્રીય પાત્ર નજીક હોય ત્યારે
તેની હથેળી, તેના ગાલ, તેના હોઠ જેવા તમામ નાજુક અંગોને પ્રીય પાત્રની આંગળીના ટેરવાના સ્પર્શ માત્રથી ઝણઝણાવી શકાય છે.!
જ્યારે પણ નજીક હોય ત્યારે...
એક પ્રીય પાત્રના નાજુક અંગો બીજા પ્રીય પાત્રના ટેરવાના સ્પર્શ માત્રથી આખુય શરીર ઝણઝણી ઉઠે છે.!
પ્રેમની ઝંખના અને પ્રેમના સ્પર્શથી ઝણઝણવુ
આખરે જીવનમાં ખૂબ જરૂરી છે હોય છે.
ઝણઝણાટી અને ઝંખના વગરનુ જીવન
સાવ નકામુ છે.! એક બોજ છે.!
એવો આ અનંતનો બોધ છે.
ખૈર...
મગર પ્રીય પાત્ર દૂર હોય ત્યારે શું કરવું.?
ત્યારે સુક્ષ્મ રીતે આત્માને સ્પર્શેવા પ્રેમાળ શબ્દો ખૂબ કામ લાગે છે.!