વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
આવું કાંક કહેલું.
ના સમજાય તો અઘરૂ.
સમજાય તો સાવ સહેલું.
આ તમને સહેલું લાગે છે ?
કંઈજ ન બોલીને બોલવાનું.
બંધ હોઠે હ્રદયને ખોલવાનું.
તરસ વધવા દેવી સતત...
જાંજવા પાછળ નહીં દોડવાનુ.
પામવું હો' જો કંઇ જીવનમાં,
તો,પકડવાનું નહીં છોડવાનું.
જ્યારે સહ્ય થાય બધુ જ !
બસ ત્યારે જ મૌન તોડવાનુ.
એ ખુદ ખખડાવસે "અજ્ઞાની"
તારે બસ દ્વાર હ્રદયનું ખોલવાનું.
{ પછી બધુ સહેલું લાગશે.}
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
*છોડે તે છુટે*
"અજ્ઞાની"
છુટવુ હોય તો છોડો.
પકડે તે બંધાય.
છોડે તે છુટે.!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/p/Vh9d9QPHcx5qfbHs/
No comments:
Post a Comment