Saturday, 28 December 2024

અનંત બ્રહ્માંડમાં ધબકતો પ્રેમ

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે તેની કોઈ ચહીતી ને ખબર નૈ શું કહ્યું કે, 

પેલીએ જવાબમાં કહ્યુ કે, 

અરે હજી જીવતી છું આમ તો શરીરજ છે. મડદું કેવાય પણ હજી શ્વાસ ચાલે છે ને શ્વાસ ચાલે છે ત્યાં સુધી જીવું છું.!

ત્યારે ભાઈબંધ અનંતે પેલીને કહ્યું હતું કે, 

માત્ર શ્વાસ ચાલે એ જીવન જીવ્યા મર્યા બરાબર 

માત્ર શ્વાસ ચાલે એને જીવવું યા જીવન ન કહેવાય પગલી... 

જીવન માત્ર શ્વાસની આવન જાવન નથી.! 

જીવન એનાથી કૈક વીષેશ હોય છે. 

શ્વાસથી માત્ર શરીર જીવે છે જ્યારે "અનંત" 

પ્રેમથી જીવન ધબકે છે.! 

અને પ્રેમ એ છે જે શરીર હોય ત્યારેજ નહીં, બલ્કે શરીર ન હોય ત્યારે પણ અનંત બ્રહ્માંડમાં ધબકે છે..! 

"અનંત" 

*બ્લાસ્ટ* 

"અનંત" પ્રેમથી પુર્ણ થવાને હર એક નર નારી હર વખતે અધુરા આવે છે. અને અધુરાજ જાય છે. આ અનંત બ્રહ્માંડમાં તમામ પોતાનો અડધો હિસ્સો શોધે છે.! જ્યાં સુધી એ શોધ પુરી નથી થતી ત્યાં સુધી આવન જાવન જારી રહે છે. 

"અનંત" 



No comments:

Post a Comment