Tuesday, 7 January 2025

ઘોઘીએ ઘોઘાને પુછ્યું.



https://www.facebook.com/share/14faUPm23a/

લાગ જોઈ લાગ લગાટ પ્રશ્ન પૂછવાના ઈરાદા સાથે ઘોઘી ઘોઘાની બાજુમાં ચીપકીને બેસી ગઈ... 

કોણી મારી થોડી ઘોઘીને આઘી ખસેડી થોડો પોતે આઘો ખસીને ઘોઘાએ ઘોઘીને કહ્યું 

તને ચેન નથી પડતું કે ? 

નવરી પડતાજ રોજ એક નવો સવાલ લઈને હાજર થઈ જાય છે હે..? 

ઘોઘી સૂર લંબાવી બોલી , ના......  

કેમકે હું જાણું છું ઘોઘા કે, મારા જ નહીં .. 

મરતા સુધી માણસના સવાલોનો આવતો નથી અંત.! 

અને હું એ પણ જાણું છું કે તારી પાસે જવાબ છે અનંત... 

આંખ બંધ કરી ઘોઘો બોલ્યો :- કાલ વાળો જ સવાલ છે ને...? 

ના ઘોઘા કાલ વાળો તો કાળમાં વિલીન થઈ ગયો..... 

આ નવો સવાલ છે, જે વિલન થઈ મને સતાવે છે ...  

ઘોઘો મનોમન ખુશ થઈ ગયો કાલનો ગરમ સવાલ આજ પૂરતો ઠરી ગયો સારું થયું નૈ તો... ? 

ઘોઘીના કપાળ પર બે આગાળી વડે જીણી ધક્કી મારતા ઘોઘો કહે ... 

શું યાર હવે તું પણ ...       

કાયમ ગુજરાતી બોલતી ઘોઘી,  

અચાનક હિન્દીમાં કન્વર્ટ થઈ ગઈ ..

અને જાણે ઘોઘાને ઘઘલાવતી હોય એમ બોલી....

घोघा...ऐ घोघा....

अपना माहि टटोल ... 

और एक, भेद खोल ... 

बोल !

ઘોઘીનો સવાલશું છે એ જાણ્યા વિના જ .... 

ઘોઘાએ શર્ટના બે બટન ખોલી ડાબી છાતી પર હાથ ફેરવી ..

પોતાના માહ્યલાને ટટોલ્યુ...

મતલબ ડાબી છાતી ઢાંઢોળી...

ઘોઘીની માફક ઘોઘાએ પણ હિન્દીમાં કન્વર્ટ થઈ જવાબ આપ્યો ...

आ यहाँ आके देख, आ घोघी देख मेने अपना माहि टटोला....

घोघी गुस्से से अबे.... 

ઘોઘો :- अबे क्या हां, अबे क्या !? 

आत्मा तो यहा पर छाती के अन्दर ही होता है ना.! 

तो मैने...  

ઘોઘાની હરકત જોઈ ઘોઘી થોડી લજવાઈને ગુસ્સે થઈ.. 

ગુસ્સો આવતાજ ઘોઘી ગુજરાતીમાં કન્વર્ટ થઈ ગઈ.

“માણસ ગમે તે ભાષામાં ફિસિયરી મારતો હોય પણ,

ગુસ્સો આવે એટલે જાત પર આવી જતાં જરાય વાર ના લાગે... “  

‘આમેય ગુસ્સો કરવાની કે ગાળો બોલવાની મજા તો માતૃ ભાષામાં જ આવે.’

અક્કલ વગરના....  

મે તને આમ બે શર્મની જેમ જમણા હાથે ડાબી છાતી ટટોલવાનુ નથી કહ્યું...

તો..તો.. તો..???

તો..તો તો...શું કરે છે ટોપા !

‘અપના માહી ટટોલ’ એટલે જમણા હાથે ડાબી છાતી ટટોલવી એમ નહીં ! બલ્કે તારા ભીતરમાં ઉતર,

વિચાર કર , 

પછી મારા પ્રશ્ન નો ઊતર આપ એમ કૌ છું....

ઘોઘો:- લે એમાં વિચારવાનું શું હોય,

મને શું ખબર કે તું મને એમ કે...

ઘોઘાને એમ કે વાત આડે પાટે ચડાવે તો,

ઘોઘી પ્રશ્ન પૂછવાનું પડતું મૂકે ને ઘાત ટળી જાય.

પણ પછી ઘોઘી સામે જોયું તો....

ઘોઘી ગુસ્સા ભરી નજરે આંખો જીણી કરીને ઘોઘા સામે જોતી હતી.

ઘોઘીનો આંખમાં ઉતરી આવેલો ગુસ્સો જોઈ ઘોઘાને વિચાર આવ્યો આ બલા એમ નૈ ટળે.... 

એટલે પડતું મૂકવાનો વિચાર પડતો મૂકીને..

મને એમ કે..થી અટકી ગયેલો ઘોઘો આગળ વધ્યો...

બસ હવે બૌ ગુસ્સો ના કર ચાલ ફરી વાર પૂછ....

ઘોઘી ફરી હિન્દીમાં કન્વર્ટ થઈને ગળું ખોંખારીને ફરી શરૂથી શરૂ કર્યું...

घोघा...ऐ घोघा....

अपना माहि टटोल ...

और जल्दीसे बोल !

ઘોઘો ફરી પહેલા વાળી હરકત કરવા જતો હતો પણ ,

ઘોઘીએ આંખો કાઢી એટલે ટાઢો પડીને હિન્દીમાં કન્વર્ટ થઈ બોલ્યો ...

ઘોઘાએ પણ હિન્દીમાં કન્વર્ટ થઈને પૂછ્યું :

क्या बोलू बोल..?

घोघी बोली ...

घोघा एक गहेरा भेद है ...

तू अपना माहि टटोल...  

और गहेराइमे उतरके भेद वो खोल...

घोघाने पूछा :- कौनसा भेद ‘बोल..!

હવે ઘોઘી ફરી ગુજરાતીમાં કન્વર્ટ થઈ ગઈ ને બોલી ..

બોલ ઘોઘા લેખક એટલે..? 

ઢમ ઢમ ધ્રુબાંગ ધ્રુબાંગ ઢમ ઢમ ધ્રુબાંગ ...

ઘોઘો મોઢેથી તબલા વગાડવા લાગ્યો... 

ઘોઘી ચિડાઈને બોલી આશુ ગાંડા કાઢે છે..!

હું તને પૂછું છું લેખક એટલે ...? 

અને તું મોઢેથી ઢોલ વગાડે છે ... 

ધોધાના ચારા પાડતા મો મચકોડતા ગુસ્સા સાથે ઘોઘી પણ બોલી... 

ઢમ ઢમ ધ્રુબાંગ ધ્રુબાંગ ઢમ ઢમ ધ્રુબાંગ ...

અક્કલ વગરના સીધી રીતે મે તને જે પૂછ્યું એનો જવાબ આપ..!

ઘોઘો કહે એજ તો કરું છું ...!

ઘોઘાના ગાલ પર ચિટિયો ભરતા ઘોઘી બોલી ... 

સીધી રીતે જવા.આ.આ.આ.આ બ, આપ ...

ગાલ સમેત ઘોઘો હલબલી ગયો... 

અને સાંકેતિક ભાષામાં જવાબ આપવાનો-

ઘોઘાનો નવો આઇડિયા નિષ્ફળ ગયો.

ઘોઘી ઘોઘાના સાંકેતિક જવાબને સમજી ના શકી...

ઘોઘી તાડૂકિ લ્યા તને કૌ છું શું ડોબાની જેમ મારી સામું જુવે છે...

ઘોઘો ખરેખર ઘોઘીની સામે નહોતો જોતો પણ ઘોઘીને જવાબ આપવાનો કઈક બીજો નવો 

આઇડિયા વિચારતો હતો..

હમેશા કઈક અલગ કઈક નવું કરવું એ ઘોઘાનો સ્વભાવ હતો.

એક ના એક ચીલા ચાલુ ચર્ચા કે કાર્ય કરવું ઘોઘાને માફક ના આવતું . 

વિચારતા વિચારતા ઘોઘાને જબકારો થયો ...

અને ઘોઘો, સોફા પરથી સટાક દઈને ઊભો થઈ પાણિયારા ભણી દોડ્યો ...

આ જોઈ ઘોઘી બોલી લ્યો થઈ ગ્યો તરસ્યો ...

મને કહ્યું હોત તો હું પાણી ભરી આપત ઘોઘા.. રોજ ભરીજ આપું છું ને...!

ઘોઘીની ધારણા ખોટી ઠરી ઘોઘો પાણીયારા ઉપર જડેલી અભેરાઈ પરથી ટીનનો ખાલી ડબો 

લઈને વગાડતો વગાડતો સોફા પર બેસી ગયો ...

સોફા પર બેસીને ઘોઘીને કહે જા હવે તું જા ...!

એક ગ્લાસ પાણી ભરી આવ અને મને પા...!

લાગે છે નક્કી આજે આનું ચસકી ગયું છે....

કાતો ક્યાંક જઈને એકાદ પેગ મારી આવ્યો છે....

આમ બબડતી પગ પછાડતી,

ઘોઘી જડપથી પાણીયારે જઈને પાણી ભરી લાવી.

લે , પી..! અને પછી બોલ લેખક એટલે...?

ઘોઘો જટ જટ ઘટ ઘટ કરતોકને પાણી ગટગટાવી ગયો ને પછી...

ફરી પાછો ડબલો આડો કરીને માડયો વગાડવા....

ઢમ ઢમ ધ્રુબાંગ ધ્રુબાંગ ઢમ ઢમ ધ્રુબાંગ ...

ગુસ્સે થઈને ઘોઘાના હાથમાથી ડબરો છીનવી ઘોઘી બોલી...

ઘોઘા હદ થઈ.... હું તને ક્યારની પૂછું છું...

લેખક એટલે ..? લેખક એટલે..? 

અને તું અક્કલ વગરનો ઢોલની માફક આ ડબલું વાગાડે છે...!

હવે ઘોઘો ચિલ્લાયો અક્કલ વગરનો હું નહીં તું છે ઘોઘી તું....!

હું તને ક્યારનો એજ કહું છું... 

અત્યાર સુધીમાં આખું ગામ સમજી ગયું હું શું કહેવા માંગુ છું....

એક તું છે કે તારા ભેજામાં હજુ એ નથી ઉતરતું જે હું કહેવા માંગુ છું..!

તો ઉતાર ને....! મુંજાયેલી ઘોઘી રીતસર કરગરતા સ્વરે બોલી...

ઘોઘો ઘોઘીના કાન પાસે જઈને જોરથી ચિલ્લાયો...

ઢો...ઑ..ઑ..ઑ....લ....!

જે બન્ને બાજુ વાગે.... 

જેની ભીતર પોલંમપોલ...  

લેખક એટલે કે ઢો.ઑ..ઑ.ઑ...ઑ લ...! લેખક એટલે ઢોલ..!

ઘોઘાએ ઘોઘાને હળવેકથી બાજુ પર હડસેલીને,

પોતાના કાન પાસેથી ઘોઘાનું મો હટાવી,

ઘોઘાના મો પર હાથ દાબીને દબાતા અવાજે ઘોઘી બોલી ...

ઘોઘા… ધીમેક થી બો...ઑ..ઑ...ઑ....લ...!

ઘોઘો કહે કાં,કાં હવે કાં કહે છે ધીમેકથી બોલ ...? 

હું તો બોલવાજ નહોતો માંગતો. 

આ ભેદ ખોલવાજ નહોતો માંગતો.

હું તો તને ઇશારામાં જ તારા પ્રશ્નનો જવાબ આપતો હતો,   

તેજ મને મજબૂર કર્યો છે... 

હવે મજબૂર કર્યો જ છે તો સાંભળીલે ઘોઘી...!

માત્ર લેખક જ નહીં પણ માણસ માત્ર ઢોલ જેવો જ હોય છે...! 

જે બંને બાજુ વાગે છે...! 

ઘોઘી હજુ ધીમેકથી જ બોલે છે. કોણ જાણે કઈ વાતથી ડરે છે. 

દબાતા અવાજે ઘોઘી ઘોઘાને કહે છે . 

ઘોઘા એ ઘોઘા આ તારું વિધાન વિવાદાસ્પદ છે એટલે કૌ છું કે...  

અગર કોઈ વિવાદ વિરોધ કરે તો શું તું આ વાત સાબિત કરી શકશે...???       

ઘોઘાએ દ્ર્ઢ્તા પૂર્વક કહું હા ..! 

ડરીને કહેવાનું શું.! 

કહીને ડરવાનું શું.! 

અગર તને શંકા છે તો ચોક્કસ હું સાબિત કરીશ..! 

ઘોઘી ને તો ભાવતું તું ને વૈદે કહ્યું,  

ઘોઘાનો હાથ ખેંચી સોફા પર બેસાડતા ઘોઘી કહે:- 

તો ચાલ વિગતવાર સાબિત કર...

ઘોઘો ઘોઘી સામે આંખો નચાવતા નચાવતા ફરી ડાબી છાતી... 

ઘોઘી :- મુવા શરમાતો નથી એક છોકરી સામે હોય ને તું... 

ઘોઘો કહે . તારે સાબિતી જોઇયે છે ને..! ?

તો .. ઘોઘો હિન્દીમાં કન્વર્ટ થઈને 

में कहा तेरा माहि टटोलता हु,  

तूने ही तो शिखाया है घोघी .. 

मुझे अपना माहि टटोलना ... 

ઘોઘી શરમાતા શરમાતા હિન્દીમાં કન્વર્ટ થઈ બોલી :-

रहेने दे रहेने दे बड़ा आया माहि टटोलने वाला.. 

ફરી ગુજરાતીમાં કન્વર્ટ થઈ ઘોઘી બોલી ... 

બૌ વાયડો ના થા સાબિતી આપ..! 

ઘોઘો આળસ મરડતા કહે ... 

એમાં સાબિત શું કરવાનું ઘોઘી , સૌ જાણે જ છે ... 

ઘોઘી :- ના હવે તારેજ સાબિત કરવું પડશે, હવે તું છટકી નૈ શકે ...! 

ઘોઘો:- ના.... વો..., હવે આજે રહેવાદે કાલ માટે કઈક બાકી રાખ.. 

આમેય હવે મને ઊંઘ આવે છે .. 

આમ કહી ઘોઘો સોફા પરજ ઘોઘીના ખોળામાં ઢોઇંગ થઈ ગ્યો.... 

ક્રમશ:-

No comments:

Post a Comment