Sunday, 5 January 2025

વાત તો સાચી છે દોસ્ત તારી..


*બ્લાસ્ટ* 

છો આજે મારી ભીતર જે અનંત પ્રેમ છે, અલૌકિક ઝંખના છે.! 

એ તું સમજી ન શકે, 

તેમ છતાં..! 

"મને યા મારા અનંત પ્રેમ  અને અલૌકિક ઝંખનાને સમજવા તારે અનેક જન્મ લેવા પડશે.!" 

એમ હું હરગિઝ નહીં કહું. 

એવી બાલીસ વાત હું હરગિઝ નહીં કરૂ કે,

"મને યા મારા પ્રેમને સમજવા મારી અલૌકિક ઝંખનાને સમજવા તારે અનેક જન્મ લેવા પડશે.!"  

બલ્કે હું "અનંત" મને એમ કહીશ કે, 

હે અનંત તને, અર્થાત્ મને, 

અને મારા અનંત પ્રેમ અને મારી અલૌકિક ઝંખનાને સમજી શકે એવા પાત્ર માટે મારે હજુ "અનંત" યાત્રા કરવી પડશે.! 

મારે હજુ અનંત જન્મો લેવા પડશે.! 

" અનંત"


No comments:

Post a Comment