Monday, 31 March 2025

બધા રંગો તારે ખેરવી નાખવાના છે.!


https://youtu.be/KgezoiBPgWI?si=A4d7NhaLYfEw1-87

શીતલ, સીલ્પા, શકુંતલા, જયશ્રી, સાવિત્રી, લક્ષ્મી નીર્મળા, ભાવના, હંસા, હેતલ, ધરતી, વીણા, તસનીમ, તમામે પ્રેમના અલગ અલગ રંગોથી અનંતના હ્રદયની દિવાલ રંગી નાખી હતી, અર્થાત્ અનંતના હ્રદયની દિવાલ પર પ્રેમના અલગ અલગ રંગોના અનેક થર જામી ગયા હતા.

ક્રમશઃ 

Wednesday, 26 March 2025

ना देखो

 


https://youtu.be/OaginwwacJI?si=sBLP28UAA3CrFw1h

Sunday, 23 March 2025

ભાઈબંધોની વ્યંગાત્મક વાતો.!

એકજ સવાલ ના સો જવાબ હોય શકે છે.

એ સો જવાબ સામે ફરી હજારો સવાલ થઇ શકે છે.

એ હજારો સવાલના લાખો જવાબ હોય છે.... 

"અજ્ઞાની" બસ આમને આમ એજ કારણે, 

તમામ મોટા ગ્રંથો લખાયા છે..! 

"અજ્ઞાની" 

જેમ જીભ અને જઠરને સ્વાદ સાથે સંતોષ એને થાય છે જે ભોજન ચાવી ચાવીને ખાય છે.! 

એમ આંખોથી ચાવી ચાવીને પુસ્તક વાંચો તો આતમને "અનંત" અલૌકિક તૃપ્તિ થાય છે.! 

"અનંત" 

વાંધો ઉઠાવવા જેવા હવે આપણા સંબંધો નથી.!

તેથી તારા વાંધા સામે હવે મને કોઈજ વાંધો નથી.!  

વાંધાને સમજી શકે એ વાંધો ઉઠાવાને લાયક છે. 

મગર તારામાં એવી ઊંડી સમજણનો છાંટો નથી.! 

તેથી તારા વાંધા સામે હવે મને કોઈજ વાંધો નથી.!  

"અનંત" 

"અનંત" સમજણ હોય એને કહેવુ શું. 

અને જે સમજેજ નહીં એને કહેવુ શું.!? 

" અનંત" 

પછી કૈંજ જોવા દેખાડવા, સમજવા સમજાવવા, લખવા બોલવા, વાંચવા વીચારવાનુ એને નથી હોતું. 

એ બધુ એ યુગો પહેલાં કરી ચૂક્યા હોય છે. "અજ્ઞાની" એ લોકો બહારથી ભીતરથી ચારેકોરથી ખૂબજ શાંત થઈ ચુક્યા હોય છે.!એના જીવનમાં માત્ર ને માત્ર પરમ ચરમ અખંડ અનંત અલૌકિક શાંતિ પથરાઈ ગઈ હોય છે.! અને તે ક્ષણે ક્ષણ હર હાલમાં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદની મસ્તી માં જીવતા હોય છે.! 

પછી એ જે કરતા હોય છે એ, એ કરતા નથી હોતા..! 

"અજ્ઞાની" 

જો ઓલીપાની વ્યક્તિ સમજે તો 

અને આ પા ની વ્યક્તિ જો સ્વીકારી શકે તો

મોટા ભાગની "અનંત" સમસ્યાઓનો સુખદ આવી જાય... 

"અનંત" 

અન્ય ને ખુશ રાખવાની સાથેજ ખુદને 

"અનંત" સુખ પ્રાપ્ત થતુ હોય છે..! 

અન્ય ને જો રાખશો ખુશ 

તો આપોઆપ 

પામશો "અનંત" સુખ 

"અનંત" 

વર્ષો પહેલા.... 

એક ભાઈબંધે મારા ભાઈબંધ અનંત પાસે પોતાની તકલીફ રજુ કરી ભાઈબંધ અનંતે એને એ તકલીફ માંથી બહાર નીકવાનો મારગ બતાવ્યો સાથે સાથે થોડી સલાહ પણ આપી જે પેલા ભાઈબંધને માફક ન આવી એને એ ભાઈબંધે અનંતની સીધી સાદી વાતો નો પોતાની મન મરજી મુજબ અલગજ અને સાવ ગલત અર્થ નીકળ્યો અને એ નારાજ પણ થઈ ગયો... 

કલે પછી ભાઈબંધે અનંતે એને પ્રેમથી કહ્યું. 

ભૈલાઆઆઅ...

મારો ઈરાદો ક્યારેય કોઈને દુભાવવાનો હોતો નથી. તેમ છતાં અગર મારી કોઈ પણ વાતથી તને માઠુ લાગ્યુ હોય તો ક્ષમા કરજે...!

અને પછી અનંતે એના હીતમાં સલાહ આપતા પહેલા સ્પષ્ટતા કરતા કહ્યું. જો કે તે માંગી તો નથી તેમ છતાં હું તને આપુ છું. 

વણ માંગી વિષેશ સલાહ..!

કે, કોઈ પણ સમયે કોઈની પણ પાસે માર્ગદર્શન માંગશો ત્યારે... 

સૌ કોઈ પોતાના દ્રષ્ટિકોણ તેમજ અનુભવ અનુસાર સલાહ સૂચન અથવા માર્ગદર્શન આપશે..!

માનવુ કે ન માનવુ એ બાબતે તમારે સ્વતંત્ર રહેવુ જોઈએ 

તમારા નીર્ણય પર તમારો ખુદનો અધિકાર રાખી અને નીજ મરજી મુજબ આગળ વધવું જોઈએ... 

કોઈ કૈ પણ કહે 

આપણે આપણી સમજણ અને સંજોગોને આધીન નીર્ણય લેવો જોઈએ અને ઊતમ કાર્ય કરવુ જોઈએ...🙌

આવુ કાં'ક વર્ષો પહેલાં... 

ખંડેર મધ્યે... 

ચાયની ચુસ્કી ભરતા ભરતા બંને ભાઈબંધો કહેતા હતા.. 🤫

"અનંત" 

સારૂ પરીણામ આવશેજ એ વીશ્વાસ સાથે વીપરીત સંજોગોને થાળે પાડવાનો પ્રયત્ન કરવોજ જોઈએ પ્રયાસ કર્યો પછી પણ કદાચ ધાર્યું પરિણામ ન આવે તો નીરાશ થયા વિના વીચારશો તો સંતોષ જરૂર થશે કે તમે તમારા તરફથી પુરા પ્રયત્નો કર્યા હતા. 

અને સાથે સાથે એ પણ સ્વીકારી લેવુ કે તમારાથી જરૂર કોઈ કર્મ એવું થયું છે જેના કારણે તમે તમામ પ્રયાસ પછી પણ સફળ થાવ છો.! 

સાવ પ્રયત્ન ન કરવા કરતા કૈ પ્રયત્ન કરનાર મહાન છે. 

"અજ્ઞાની" 

જ્યારે તમે કહો છો કે, હું જાણું છું ત્યારે ઘણુ બધુ વધુ જાણવાથી વંચીત રહી જાવ છો. 

જ્યારે કોઈ કૈં પણ જણાવતુ હોય ત્યારે, અગર તમને એમ લાગે કે તમે એ પહેલેથી જાણો છો તો પણ અજાણ રહી થોડી ધીરજ રાખી સાંભળી લેવામાં સમજદારી છે. એમ કરવાથી બની શકે એની પાસે થી કોઈ એથી વીશેષ પણ એવી જાણકારી પ્રાપ્ત થાય જે તમે જાણતા ન હોવ 

જાણું છું એમ કહેવા સમજવા કરતા જાણતો નથી અથવા જાણવા માંગુ છું એમ કહેવામાં નુકસાન બીલકુલ નહીં થાય, બલ્કે ફાયદો સો ટકા થશેજ.! 

જ્યારે તમે કહો છો કે, હું જાણું છું ત્યારે ઘણુ બધુ વધુ જાણવાથી વંચીત રહી જાવ છો. 

"અજ્ઞાની" 


Monday, 17 March 2025

અદ્ભુત ગીત સંગીત શબ્દો અદ્ભુત



 https://youtu.be/2LnIhWpE9pc?si=FsUuKnRlwSJd_jHk


https://youtu.be/xjpJ-7NFioU?si=dvDkhclPy0-ycABL

@@@@@

નર્યા નીર્દોશ અને ભોળા લોકો 

અદ્ભુત શાંત નિર્મળ શબ્દો સ્વર એવં સંગીત..

હાવભાવ પણ અદ્ભુત નીર્દોશ... 

વધુ આવતા અંકે 

कसम से कहेंगे हे


 https://youtu.be/RomW-o8O7Eo?si=bA8t9-_I_Av4nZ_K

फिर आने लगा याद वो


 https://youtu.be/tDlpzJUtBzg?si=1qSlZTVNtsMUXLVP

Sunday, 16 March 2025

अजीब परेशानी हे ये।

 


***अजीब परेशानी हे ये ....***

************************

पहेले जब वो परेशान करतीथी। 

तो उनकी हरकतोसे परेशान थे हम।

और अब परेसानी इसलिए है, 

की वो परेशान ही नहीं करती।

"अनंत" ये प्यार भी बड़ा अजीब होता है। 

हम पहेचानते नहीं जब की वो करीब होता है। 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

"अनंत"

https://www.facebook.com/share/16G1zm4LWm/

अचानक मारी आंख खुली गै...



गै काले मघ रात्रे ....

अचानक मारी आंख खुली गै...

अर्थात :-  उंध उडी गै ....

खबर नै केम !

पछी...

मे शु कर्यु खबर छे !?

भला माणस तमने क्याथी खबर होय ...

ज्या सुघी हु कौ नै ...

कीघा पछीय खबर ना पडे एवुय बने ! ☺

हा तो पछी मे वीचार्यु अने मने कहयु ,

पडखा धसीने पथारी नी पथारी फेरववा करता,

चालने भै उपला रुममा !

आमेय केटलाय वखतथी ....

अनंतना कागलीया नथी उकेल्या तो ,

जरा हाथ फेरो करी ले ...

कांक सारु मली जाय तो ,

जागरण एले ना जाय ....

मने मजा आई गै हु मारी वात मानी ग्यो...

अने सीघोज उपला रुममा ग्यो ....

ज्या एक कबाटमा अनंतना जुना जरझर्री 

पीला पडी चुकेला ढगला कागल पड्या छे !

मे तो उपर जै ने जटजट कबाट खोल्यो ...

एमाथी एक थप्पो काढीने ,

हुतो बेसी गयो पलांठी मारीने  पटमा..!

पछी थप्पो खोल्यो ....

कागल उथलावतो ग्यो उथलावतो ग्यो ....

अने !

हु झणझण्यो...

मने एवु कशुक मल्यु एमाथी.....

एमा एवु ते शु हतु के हु झणझणी उठ्यो..

ए हु अत्यारे नै ...कौ.....

https://www.facebook.com/share/p/1FqM9r5Tnq/

જવાની છે જવાની

 


વર્ષો પહેલાં ભાઈબંધે કહેલી વાત.! 

જવાને આવી છે જવાની.!

જવાની છે એ તો છે જવાની.! 

એ જશે એટલે ઘડપણ આવશે નીશ્ચીત.!

મગર જે પણ આવશે જશે

માત્ર શરીર પર...

હશે એની અવર જવર... 

થશે તો થશે

એની આવ જા ની અસર..

માત્ર શરીર પર...

એમ નેમ હેમખેમ રહેશે 

આતમ મગર...

જે કૈ આવશે આવશે શરીર પર

જશે એ પણ શરીર પરથીજ જશે..!

આતમ પર આવતી જતી

અવસ્થાની થશે ના અસર..!

ના ચીંતા છે મને આવે એની, 

ના તો છે જાય એની મને ફીકર .!

મગર

મને તો એ વાતનો 

"અનંત" આનંદ છે. 

પરમ આનંદ છે.

ચરમ આનંદ છે.

અખંડ આનંદ છે.

કે આતમ પર કોઈજ

અસર નથી થવાની..!

જાણું છું હું એ પણ કે, 

ઘડપણનુ આગમન થશે.!

ત્યારે જવાની ચાલી જવાની છે..!

હે ઈશ્વર મારી પાર્થના છે બસ આટલી તને.!

મનને અનંત મસ્તી દે..!

તનને અખંડ તંદુરસ્તી દે.! 

મહેનત કરવા ને સખત 

આ શરીર ને શક્તિ દે..!

હર હાલ માં મન સ્થિર રાખી શકુ 

એવી તુ હર પલ મને યુક્તિ દે.!

આ આતમ ને "અનંત" પ્રેમ, 

અને સતત તારી દિવ્ય ભક્તિ દે..! 

બસ પછી બાકી બધુ હું લડી લઈશ...

મહેનત કશ આ શરીર પર કદિ'

કોઈ બીમારી ની નજર ના પડે.! 

મૌત પણ આવે તો એ રીતે આવે કે, 

"અનંત" જીંદગીને ખબર ના પડે.! 

"અનંત"

https://www.facebook.com/share/p/1A39uo8Kzm/

*બ્લાસ્ટ* 

જીવતા જોઈ લે તું "અનંત" જોઈ લવ તને હું. 

મર્યા પછી કોણે જોયુ છે કે જોઈશ હું કે તું.

હોય જો લાગણી તો માંગણી કરવી ન પડે, 

 માંગ્યા વીના પ્રેમ આપનાર હોઈશ તું કે હું .?

અગર મળીશુ તો ખુશી માર્યા અને વીખુટા પડીશું તો દુ:ખ ના માર્યા યુગો સુધી રોઈશું હું ને તું. 

"અનંત" 

એ શા માટે દૂર રહી મનથી મને સ્પર્શે છે. ?




અચાનક મધ રાતે મારી આંખ ખૂલી ગઈ ... 

ખબર નૈ કેમ !

ખૂલી તો ખૂલી પછી બંધજ ના થાય ....

અર્થાત્ નીંદરજ ન આવે એમ..! 

કોઈ વાંધો નૈ મને તો મજા આઈ ગઈ... 

કારણ કે બૌ દિવસ થયા મે અનંત ના કાગળિયા ને હાથ નહોતો લગાડ્યો ... 

એટલે હું તો સીધો જ ઉપરના રૂમમાં પહોચી ગયો ... 

એ રૂમના એક કબાટમાં અનંતે વર્ષો પહેલાં લખેલા ના અઢળક કાગળિયાઓ ભર્યા છે ... 

એ કબાટ ખોલી એમાંથી કાગળો નો એક થપ્પો લઈ હુતો બેસી ગયો ઉકેલવા ... 

ઉકેલતા ઉકેલતા મને ટુકડે ટુકડે જે મળ્યું એ..

આ રચના ...  

જે વાંચતાં વાંચતાં ... 

મને યાદ આવી ગઈ....

વર્ષો પહેલા અનંત સાથે ઘટેલી ઘટના ...

જોકે એક એનિજ નહીં કોઈ પણ રચના કારની રચના પાછળ ... 

એક ના એક ઘટના છુપાયેલી જ હોય છે ...

એ ઘટના જ રચના લખવા માટે ની પ્રેરણા બનતી હોય છે જોકે... 

અનંત ની આ રચના પાછળની ઘટના હું અત્યારે નૈ કૌ કેમકે હવે … 

મારી આંખો ઘેરાય છે ..!  

અનંતના એજ જૂના ઝર્ઝરિત પીળા પળી ચૂકેલા કાગળિયા ઉકેલતા જે મળેલી એ રચના ... 

“ ઝણ ઝણાટી” 

“ આ કેમ હું ફરી ઝણ ઝણી રહ્યો...”

સગી આંખે જેને જોઈ હું ઝણ ઝણું... 

આસ પાસ કોઈ દેખાતું તો નથી એવું ... 

તો પછી આ કેમ હું અહી ઝણ ઝ્ણુ !  

નક્કી કોઈ દૂર દૂરથી મારા મનને

મનથી સ્પર્શતું લાગે છે...!

મારી જ માફકજ

નક્કી કોઈ દૂર દૂર ઝણઝણે છે.!

કોઈક ના શબ્દોના સ્પંદનો કદાચ ..!

મને સ્પર્શે છે ..

મે અને જોઈ નથી એ વાત નક્કી છે ! 

પણ એણે મને

ક્યાક જોઈ લીધો છે એ હકીકત છે ! 

નૈ તો આમ અચાનક અચાનક

સાવ અમસ્તો કૈ હું ઝણ ઝણું નૈ ... 

ક્યાં જોયો હશે એને મને ? 

એણે મને જોયો..!

તો મે કેમ એને જોઈ નહીં ? 

શું એને મને છુપાઈને જોયો હશે ..? 

કે પછી.... 

ઓહ..!

કેટ કેટલા સવાલો ઊભા થઈ ગયા

જરીક અમથુ ઝણ ઝણવાથી...  

કોણ હશે ?

કેવી હશે ? 

ક્યાં હશે ? 

એ શા માટે મનથી મને સ્પર્શે છે. ?

ખૈર ... 

આ સવાલોમાં નથી પડવા જેવુ ... 

સુખ નથી કોઈ બીજું. 

એમનેમ ઝણ ઝણવા જેવુ ... 

નથી જાણવું મારે

એ ક્યાં છે , કોણ છે , કેવી છે,

જ્યાં હોય ત્યાં, જેવી હોય તેવી, , જે હોય તે

માત્ર મનથી નહી,

તન સમેત સામે આવે તો ખબર પડે ... 

પણ આમ તો જોકે

એ તન સમેત સામે ના આવે એજ સારું છે...

મારે કશુજ નથી જાણવું એના વિષે ... 

એણે પણ ક્યાં જાણ્યું છે કશું મારા વિષે... 

એ પણ જાણ્યા વિનાજ ઝણ ઝણે છે -

તો હું પણ જાણ્યા વિના જ ઝણ ઝણીશ ...  

એ જે હોય તે આમ તો જોકે ...  

એ કોણ હશે ? 

એ શા માટે દૂર રહી મનથી મને સ્પર્શે છે. ? 

આ સવાલો ના જવાબ ના મળે એજ સારું ... 

કે જાણ્યા પછી ને જોયા પછી

દૂર રહેવું વસમું વસમું લાગે ..! 

એથી તો બહેતર છે કે

એ દૂર દૂર રહી ઝણ ઝણે ... 

અને હું પણએના અદ્રશ્ય સ્પર્શથી

 “અનંત” ઝણ ઝણું...

“અનંત” આટલું સુખ કાયમ રહે તોય ઘણું ....   

“અનંત”   

બ્લાસ્ટ :-वही पुराना ...

उम्रभर नहीं मिटती “अनंत” ये दो भूख !

एक प्रेमी की इच्छा और दूजे प्रेमी से हूंफ !

“अनंत”

https://www.facebook.com/share/p/19mbwcNjKa/


Friday, 14 March 2025

કોરો કાગળ

શબ્દો વીના કાગળ કોરો. 

કોરો કાગળ ભીના શબ્દો. 

શબ્દો ભીના કાગળ કોરો. 

કોરો કાગળ વીના શબ્દો.


Thursday, 13 March 2025

અગર જો તને ઝણઝણાટી થાય..

 


તમ તમારે જોયા કરો ઝાંક્યા કરો 

એડિટ હિસ્ટરીમાં મને કશો વાંધો નથી....

મારો વાંધો એજ છે કે , 

જ્યાં સુધી કે શબ્દોમાં જીવ નહીં આવે ,

શબ્દો અનંતના હોય તોય શું !

પણ જ્યાં સુધી મને જીવંત નહીં લાગે 

ત્યાં સુધી હું આમ કરતો જ રહીશ ...!

કેમકે,

અનંત નીજમાં મસ્ત હતો. 

અક્લેજ સાવ અસ્તવ્યસ્ત હતો.!

અકલે.,

એ સાવ અસ્તવ્યસ્ત લખતો...!

અકલે જ્યારે જે સમયે જે કાગળ મળે..!

તે અહી છાપી મારૂ.

તો ક્યારેય ક્યારેક..!

ભૂલ ભૂલમાં ભૂલથી હુય બાફી મારૂ..!

અકલે જ્યારે જે સમયે જે,

પણ લખેલો કાગળ મળે..!

એજ લખાણ ફરી અલગ

અંદાજે લખેલું પાછળ મળે..!

અને પળે પળે શબ્દો બદલે અકલે

મને તો કૈ ખબરજ ના પડે ...

અકલે મારે એ મરેલના શબ્દોમાં....

જીવ રેડવા આવુ કરવુ પડે..!

આમ કરતા કરતા ક્યારેક તો સવાર પડે..!

બસ આ જ મારી અલૌકિક મૌજ છે.. !

નશો છે મસ્તી છે... :)

હર એક સાહિત્યકાર પોતાની કૃતિ દ્વારા

કોઈને કોઈ સંદેશ આપતા હોય છે.

અનંત યા અજ્ઞાનીની રચનામાંઓમા પણ હંમેશા ...

એકાદ ગૂઢ સંદેશ છુપાયેલો હોયજ..!

તેઓની રચનાની એક એક પંક્તિમાં કૈક 

અલગ અલૌકીક વાસ્તવિકતા છુપાયેલો રહેતી....

જે સીધી જીવન ને કે પછી,

હ્રદય ને સ્પર્શતી હોય...

એજ તો એની ખૂબી હતી .... 

એની રચના પ્રેમ ભૂખી હતી...

આ રચનામાં પણ એવી બધી,

ઘણી વાસ્તવિક વાત છે.

જેમ કે....

“આકર્ષણ ના સિધ્ધાંત મુજબ....

દુર્ગંધ તરફ ખેંચાય દુર્ગંધ.....

સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.”

અર્થાત :- જે માણસ જેવો ગુણ ધરાવે છે, ‘સારો યા ખરાબ’

જેમાં જેવા ગુણ હોય છે,

તેવા જ લોકોને તે આકર્ષે છે..!

અથવા તો,

એના જેવાજ લોકો,

એની તરફ આકર્ષાય છે...

જેવા તે ખૂદ હોય...

અથવા તો એવા લોકોથીજ એ ખુદ આકર્ષાય છે. 

અર્થાત્ ખૂદ પણ વા લોકોથી આકર્ષાય છે.!

જેવા તે હોય...

"અપવાદ બાદ કરતાં..."

આદિ અનાદી અનંત કાળથી....

આકર્ષણનો આ ચુંબકીય સીધ્ધાંત....

પ્રક્રુતી ગત હોય, 

મારે કોઈ બબાલ ના જોય.. કૈ દૌ છું.! 

દૂરથી આવતી સુગંધ પરથી,

એ સુગંધ ગુલાબની છે કે મોગરાની ...?

એ જોયા વિના જાણી જવું,

'ને સાથે જ એ ફૂલનુ દ્રશ્ય પણ

નજર સમક્ષ ખડું થવું ...!

અને ક્યારેક સુગંધથી લથબથ 

પ્રેમી કે પ્રેમિકાનું આલિંગનનું આજીવન

મન, હ્રદય પર છવાઈ જવું,

'ને પછી એ આલિંગન સમયે એને

લગાડેલા અતરની સુગંધ ...

ક્યાંક દૂર દૂરથી સાવ નજીક

આવીને નાકને જ્યાં સ્પર્શે....

ત્યાંજ એક ક્ષણમાજ..!

એ પ્રેમી કે પ્રેમિકાને કોઈ સમયે,

એક બીજા સાથે ભોગવેલું એ માદક મધુર સુગંધીત ચુંબન યા આલિંગન....

નજર સામે દ્રશ્યમાન થઈ જતું હોય છે..!

અને પછી ભીતર ભીતર......

ઝણણ ઝણણ ઝણઝણઝણ....

ઝણણ ઝણણ ઝણઝણઝણ.....

થતું હોય છે..! 

આ હકીકત જેને,

ઝણણ ઝણણ ઝણઝણઝણ

ઝણઝણાટી થતી હોય ....

તેને ખૂબજ ઊંડાણથી સમજાય છે....!

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતને તેની ચહીતીએ હોઠ પર લાલી 'ને બદન પર અતર લગાવીને ચુમેલો આલીંગેલો...

અકલે કે બાથમાં લીધેલો એમ.!

કહેવા કરતા ગલે લગાવેલો એમ..!

કહેવું આલીંગન જેવુજ શોભશે..! 😉

તે સુગંધી અતરની શીશીપછીથી પેલીએ

ભેટ રૂપે ભોટને આપેલી...

અકલે કે અનંતને આપેલી... 

એ અતર શીશી અનંતે વર્ષો સુધી સાચવેલી..

ખાલી થૈ ગ્યા પછી પણ..!

જે આજે પણ કબાટના

એક કબાટના ખૂણામાં અનંતના અઢળક કાગળીયા સાથે વસે છે..! 

'ને અનંતના કાગળિયા સાથે શ્વસે છે..!

ભાઈબંધ ને ભોટ અકલે કહેવુ પડે કે,

એ માત્ર લેવામાં સમજતો દેવાની તેને

ભાનજ ન્હોતી પડતી..!

ભેટમા ચૂડી, ચાંદલો કે રૂમાલ કૈ પણ અનંતે એની કોઈજ ચહીતીને ક્યારેય આપ્યાનું મને યાદ નથી.

જો કે આપ્યુજ નથી ..!

બસ આલીંગન યા ચુંબન સીવાય ....

અનંતે ક્યારેય એની કોઈ ચહીતી કૈંજ આપ્યું નથી.! 

"અકલેજ અનંતને મે ભોટ કહ્યો "

ખૈર.......

દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.

ફૂલ સામે હોય, તોયે કદિ' નથી દેખાતી સુગંધ.

@@@@@@@@@@@@@@@


***"પરસેવાની માદક સુગંધ”***

પ્રેમમાં, પ્રેમની, પ્રેમથી હોય છે લેવાની સુગંધ.

પ્રેમથી ,પ્રેમમાં, પ્રેમની હોય છે દેવાની સુગંધ.

કેવળ નાક ખુલ્લુ રાખવાથી  સુગંધની અનુભુતી થાય એવુ નથી હોતું. 

અનુભવાય છે, ક્યારેક મન અને હ્રદયને પણ ખુલ્લુ રાખવાથી સુગંધ.

તારા શ્વાસમાં એક વાર જો ભળી જશે,તો પછી,

તું પણ અનુભવશે સતત તારી આસપાસ મારા હોવાની સુગંધ.

દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.

મગર ફૂલ સામે હોય, તોયે કદિ' દેખાતી નથી સુગંધ.

આકર્ષણ ના સિધ્ધાંત મુજબ જેમ દુર્ગંધ તરફ દુર્ગંધ ખેંચાય.

એમજ સુગંધ તરફ હોય છે હંમેશા ખેંચાતી સુગંધ.

ગમે ત્યાંથી શોધીને આકર્ષી લેશે તને મારી તરફ.

મારા પરસેવે લથબથ શરીર માંથી રેલાતા પરસેવાની સુગંધ.

જેમ ફૂલો નિચોવીને અતર બનાવાય છે એમજ 

ઉત્પન થાય છે શરીરને પણ નિચોવવાથી સુગંધ.

એવું કોણે કહ્યું ? કે મહેક અતરનીજ હોય છે માદક !!? 

અતરથીયે માદક હોય છે "અનંત" મહેનતકશ શરીરમાંથી ટપકતા પરસેવાની સુગંધ.

“અનંત”

*બ્લાસ્ટ* 

ચુંબન ને આલીંગન સીવાય પોતે કોઈને કશું આપ્યું નથી,

એનો વસવસો પણ અનંતને જોકે પછી ખુબ થયેલો....

જો કે આવો વસવસો અનંત વર્ષો બાદ કોઈ ચહીતી અચાનક સામે મળી જાય અને તેની સામે વ્યક્ત કરે તો કદાચ એ એમ પણ કહે કે અનંત તે જે આપ્યું અને જે રીતે આપ્યું આખે આખી તારી બાહોંમા હોવા છતાં કદી પણ નાભી નીચે નજર કર્યા વીના નીર્દોશ અને નીખાલસતાથી જે આપ્યું એ એ રીતે કોઈ ક્યારેય આપીજ ન શકે, તે જે આપ્યું છે એ કોઈ ચીજ વસ્તુઓથી મળે એથી વધુ અને અલૌકિક આનંદ આપનારૂ હતું અનંત... 

જો કે તો પણ અનંતે અફસોસ સાથે 

એક અંતીમ પત્રમાં છેલ્લે લખ્યું છે કે,

*બ્લાસ્ટ*

તે મને આપ્યુ અઢળક.....

મગર મે તને કદિ' આપ્યુ નૈ કાંય..... 

મને રૂમાલ બુમાલ, લાલી બાલી અતર બતરમા ખબર નથી પડતી... 

લે..!

આ મારા પરસેવાથી લથબથ ગંજીને

તૂ સાચવી રાખ.!

મારી હયાતી બાદ.!

અગર ક્યારેય

હું તને આવુ યાદ....!

તો, 

આ ગંજી સૂધીં લેજે..! 

પ્રેમથી ચૂમી લેજે..! 

મારી હયાતી બાદ.....

અગર જો હું કદિ'

તને આવુ યાદ... 

"અનંત"

*બ્લાસ્ટ*

અંદર બહારથી કોરાકટ્ટ લોકો હવૈ દૂરથી જ રંગીન ભીની ભીની હેપ્પી હોળીની શુભકામના આપે છે.! 

અને પછી પાછી ફરીયાદ કરે છે ભુતકાળ યાદ કરે છે અને કહે છે હવે તો, 

ખૈર.... 

અકલે પછી માર્ર વર્ષો પહેલા ભાઈબંધ અનંતે લખેલી રચના સાથે કહેવુ પડ્યું એમને કે, 

*લ્લો બોલ્લો તો તમે પણ એજ કર્યુ આખરે..😜

*તો, આવો તમે તો આવો રૂબરૂ*

*ભરી પીચકારી પધારો રૂબરૂ.*

*ચપટીક કલર લગાવો રૂબરૂ.*

*પહેલા જેમ રમતા "અનંત" રંગે*

 *એમ ફરી જાત રંગાવો રૂબરૂ..🥰*

*"અનંત"*

https://www.facebook.com/share/15KKyvHNhL/

તમે જે પણ ધારો



ર્ષો પહેલાં ભાઈબંધે કહેલૂ કે,

હે અજ્ઞાની...

નબળી સબળી ક્ષણ તો,

સતત સૌના જીવનમાં આવેજ છે.!

પણ જ્યારે નઠારી ક્ષણ પકડાય જાય છે,

ત્યારે...

જીવનમાં અંધકાર છવાય જાય છે...

મગર, અગર જો,

સારી ક્ષણ સચવાય જાય તો,

નીત મસ્ત સવાર થાય છે...

અને, 

જીવનમાં અનંત પ્રકાશ રેલાય છે...

યાદ રહે અંધકારને કીરણોનો સાથ નથી...

તેથી તે બસ બંધ જગામા સંકોચાઈ ને રહે છે.! 

જ્યારે અનંત.....અજવાળું...! 

ખૂણામાં હોય તો પણ..!

કીરણોનો સહારે દૂર દૂર સુધી તેનો 

પ્રકાશ ફેલાઈ જતો હોય છે... 

અજ્ઞાની અનંતની વાણી....

વર્ષો પહેલાં....

જાગી રાતોની રાતો...

આ બધી ભાઈબંધોએ કરેલી છે વાતો ..

બાકી,

મારે આ બધી વાતો સાથે,

દૂર દૂર સુધી નથી કોઈ નાતો ...

કારણ કે,

જ્યારે જેને માથે પડે છે..!

ત્યારે જ તેને ખબર પડે છે કે,

જ્યારે જાત પર વીતે છે ત્યારે....

આવી બધી ખીલોસોફી કૈ કામ નથી આવતી...! 

હાં, તો.,

આ, તો, 

હુ, તો, 

બસ બે ઘડી સમય પસાર કરૂ એકલૂજ...

બાકી મારા જેવો....

ના, લાયક જગતમાં બીજો નૈ જડે રે લોલ...

અને,

ધરો એટલો ખરાબ પણ નથી..! 

મગર નખશીખ સાચો કે સારો પણ નથીજ.! 

ટુંકમાં તમે મને ઊંટ કહી શકો છો.!

જેના અઢારે વાંકા રેએએએએ..હોય.... 

*બ્લાસ્ટ* 

તમે જે પણ ધારો 

ખરાબ યા સારો 

તમે જે પણ ધારો 

વાંક્ક તમારો... 

😊😊😊

बुरा जो देखन मैं चला,

बुरा न मिलिया कोय,

जो दिल खोजा आपना,

मुझसे बुरा न कोय।

कबीरा

https://www.facebook.com/share/1AJ2nH4Kfn/

કોને ખબર ભલા



માર્રો ભાઈબંધ અનંત ઘણા ભાઈબંધની આંખમાં કણાની માફક ખટકતો હતો...

છતાં માર્રો ભાઈબંધ અનંત આપ બળે સતત આગળ ને આગળ વધતો હતો...

જેમ મજબૂત દીવાલ ફાડીને પીપળો ઊગે એમ અનંત ઊગતો હતો... 

એ લોકો જે ખુદ તો કઈ ઉકાળી નહોતા શકતા કોઈને નળવા સિવાય...

પણ જ્યારે ત્યારે અનંતના રસ્તામાં રોળા નાખવાનું કામ એના ઘણા ઈર્ષાળુ ભાઈબંધો કરતાં ....

મગર અનંતને કોઈની /કોઇજ ગરજ કે પરવા નહોતી.

એ કોઈને કશુંજ કહેતો પણ નહીં...

એ બસ ચૂપ ચાપ નિજ મસ્તીમાં પોતાનું કાર્ય કર્યા કરતો ....

થોડા ઘણા એવા સારા/ પ્યારા ભાઈબંધ પણ હતાજ !

જે અનંતની દોસ્તીથી ખૂબ ખુશ હતા...

અનંત નું આવું મસ્તી ભર્યું જીવન મહોલ્લામાં એની બાજુમાં રહેતી અને, અનંતને ચાહતી એક છોકરી જોયા કરતી ....

એક દિવસ એણે અનંત ને કહ્યું. 

અનંત તું તો ક્યારેય કોઈને નડતો નથી તો પછી, તારી સાથે ગેર વર્તુણાક કરતાં અને, તારા રસ્તે રોડા નાખતા ઈર્ષાળુઓને કેમ તું કંઈ કહેતો નથી...?

એ લોકો તને પરેશાન કરે છે, છતાં તું એ લોકોને સહન કરે છે, આવકારે છે , પ્રેમ કરે છે ..! 

ત્યારે અનંતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે , 

ના એવું બિલકુલ નથી ...! 

હાં સહન જરૂર કરું છું, એ સત્ય છે, 

સહન કરુજ છું કારણ કે હું મજબૂર છું ..!   

હાં અનાદર કરવાથી કોઈ ફાયદો નથી માટે આવકારું છું ! 

બાકી, પ્રેમ તો હું એનેજ કરું છું જે મને ચાહે છે..! 

ત્યારે પેલીએ કહ્યું અનંત મને તારી વાતો અને તારું વલણ સમજાતું નથી.

ત્યારે, અનંતે પેલી છોકરીને સહજ ભાવે કહ્યું કે, આખરે સમજીને તું કરશે શું ..?

એ લોકો જે કરે છે એ, એ લોકોનો સ્વભાવ છે, એ લોકોના વિચાર છે. 

એ લોકોનું મારી સાથેનું વર્તનજ એ લોકોની ભીતર મારા માટે રહેલી ઈર્ષા કે પછી, પ્રેમ જાહેર કરે છે ..! 

લોકો તમારી સાથે કઈ રીતે વર્તે છે એના પરથી,આખરે એજ લોકોનુંજ ચરિત્ર છતું થતું હોય છે..!

લોકો પોતાના વાણી વર્તન અને વ્યવહાર થકી,ખુદનુંજ ચિત્ર, ચરિત્ર છતું કરતાં હોય છે !    

મારે શા માટે વિચારવું કે મારા વિષે કોઈ શું વિચારે છે !

હાં આ હકીકત છે કે એ લોકો ઈર્ષાની આગમાં બળે છે. અને આ પણ હકીકત છે કે એ લોકોની ઈર્ષાની આગ, મને પણ દઝાડે છે..! 

ખૈર જેવો જેનો હિસાબ એમ કહી અનંત મૌન થઈ જતો ... 

પછી થી એણે પોતાના વિષે આ રચનામાં લખ્યું છે કે ..!


*બ્લાસ્ટ*


ના સલાહ આપું છું ના સૂચના આપું છું. 

હાં, મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.


*ખૂલાસો*


*********************************


અંદરથી જુદો જુદોજ સાવ હું બહારથી લાગુ. 


સારો યા ખરાબ સૌને, સૌના વિચારથી લાગુ.


અલગ અલગ સૌ કોઈ વિચારે મારા વિષે. 

બુરો બુરાને ઈર્ષાથી,ભલો ભલાને પ્યારથી લાગુ. 


મારા કહેવાનો ગૂઢાર્થ, જો સમજો હે અર્જુનો..! 

તો, બની શકે, હું પણ આપને સારથી લાગુ. 


સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ વર્તી શકુ. 

બની શકે ! ત્યારે કદાચ હું કોઇકને સ્વાર્થી લાગુ. 


"અનંત" મને કબુલ મંજુર છે,અભિપ્રાય આપ સૌના,

જે પણ હોય, કોને ખબર ભલા કોને કેવો ક્યારથી લાગુ.

****************************

"અનંત"

*બ્લાસ્ટ*

ના સલાહ આપું છું ના સૂચના આપું છું. 

હાં,મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.

"અનંત"

https://www.facebook.com/share/1CEAB4jx2B/


તું મોટો હું નાનો


મોટા ને હું ક્યારેય મોટા નથી સમજતો ..! 

અને નાનાને હું ક્યારેય નાના નથી સમજતો..! 

ઉમરથી કે અકલથી કેમકે, 

ક્યારે ક્યો મોટો કઈ રીતે નાનો થઈ જાય કેવાય નૈ ..! 

અને ક્યારે ક્યો નાનો કઈ રીતે મોટો થઈ જાય એ પણ કેવાય નૈ...! 

કોઈ મોટો પોતાની તોછડી વાણી કે હલકા વર્તનથી કે હલકી હરકતથી .... 

લોકોની નજરમાથી ઉતરીને સાવ તળિયે આવી જાય... 

અને નાનામાં નાનો થઈ જાય એવું બને ...! 

અને ક્યારેક કોઈ નાનો પોતાની મીઠી વાણી કે ઉચ્ચ પ્રેમાળ વર્તન કે સારી વર્તુણાંક થકી.... 

લોકો ના હ્રદયમાં વસી જાય અને ટોચ પર આવી જાય એવું પણ બને ...! 

બાકી ડાર્વિન વાદ પણ ખોટો પડી શકે છે.! તો હું કૈ વાળીનો મૂળો હે...:) :) :) 

તમે ! કે કોઈ પણ... :) 

પછી કહેશો કે Katira જ્યારે મો ખોલે છે..! 

ભૈ... સા...બ...!બૌ આકરું બોલે છે...!!! :)

જોકે એટલે જ હું બૌ બોલતો નથી ...:)  

તો શું તમે જે પણ કહો એ ચૂપ ચાપ સાંભળીને બેસી રહું... ? 

માત્ર ને માત્ર વાહ, નાઇસ, વરી વરી નાઇસ ( કેટલી વાર ના'વાનું હોય પછી..:)  

સુંદર, અતિ સુંદર 

માત્ર આવું આવું જ બધુ !!!  

પોસ્ટ ભાઈની હોય કે બાયની કોઇની પણ પોસ્ટ હોય, 

તેના પર માત્ર આવું બધુ લખવા વાળો લલ્લુ હું નથી.! 

મને વર્ષોથી હ્રદયસ્થ કરેલી મહાન કવિ પ્રેમ શંકર ભટ્ટની આ રચના બૌ ગમે છે...! 

તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો ....

ખારા જળનો દરિયો ભરીયો મીઠા જળનો લોટો...

મને આટલુજ યાદ રહ્યું છે... :)

મારો સાવ કરતાં સાવ ટૂંકો ખુલાસો અહી સમાપ્ત થાય છે.... :) :) :) 

હવે જો આમાં પણ આપને વિવેક ના દેખાય તો , હું કશું જ ના કરી શકું ભૈ ... :) 

આમ ને આમ બધા ભેગા મળીને મને લેખક કરી મેલશો... :) 

પણ, ભૈ મને નૈ ફાવે... :) :) :) 

અંતમાં પ્રેમ શંકર ભટ્ટની આખી કવિતા .... 

તું નાનો, હું મોટો -

એવો ખ્યાલ જગતનો ખોટો ;

આ નાનો, આ મોટો -

એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,

મીઠા જળનો લોટો ;

તરસ્યાને તો દરિયાથીયે

લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે

કેવો ગુલાબગોટો !

ઊંચા ઊંચા ઝાડે તમને

જડશે એનો જોટો ?

મન નાનું તે નાનો,

જેનું મન મોટું તે મોટો.

પ્રેમશંકર ન. ભટ્ટ

https://bhajanamrutwani.wordpress.com/2009/05/10/tu_nano_hu_moto/

અંતમાં વર્ષો પહેલા બોલાયેલા યાની ભાઈબંધ અજ્ઞાની દ્વારા લખાયેલા અને આજ સુધી વિલીન ના થયેલા પડઘાટા શ્બ્ધો આજે પડઘા રૂપે...  

*પડઘો.* 

સારું બોલો કે ખરાબ ... 

બોલાયેલા શ્બદોનો પડઘો ..... 

ગમે ત્યારે સંભળાઈ શકે છે ..! 

એ ના ભૂલવું જોઇયે કે શબ્દો ...

ક્યારેય વીલીન નથી થતાં...! 

“અજ્ઞાની”


https://www.facebook.com/share/1NBYuQxoKT/ 

मेरा सच बोलना।



"अनंत" अकसर मैने सच बोलने की सजा पाई है।

फिर भी जूठके सहारे कोई भी रिश्ता मुझे मंजूर नहीं।

****************************

मेरी सच्चाईका मुझे ये सिला मिलेगा अब।  

रूठा रूठासा कोई मुझसे रहेने लगेगा अब।   


मेरी सच बोलनेकी कोशिश हर बार नाकाम

रही,बात उडादी मेरी सच बोलना चाहा जब।   


अब वो रूठके ना मिलनेकी कसम खा चुकी। 

उसे जाना ही था अच्छा बहाना वो बना चुकी।


वो एक पंछी मगर शातिर बड़ा और में भोला। 

में इक पेड़ जेसा भला उसे केसे रोक शकता।


चलो जोभी हुवा अच्छा हुवा मेंने अपना दामन

बचा लिया, क्या होगा आगे ये नहीं सोचता अब।

        

मुझे दुःख हे उसे गवानेका मगर खुशी भी हे।

में खामोस हू चुप हू मेरी आँखों में आंसू भी हे।  


इन आंसूओसे मेरा रिश्ता आज कलका नहीं हे।

रिश्ता जोभी हे पुराना हे इक इस पलका नहीं हे।  


“अनंत” हर बार होता आया हे बस यही साथ मेरे।

मेंरा सच बोलना कभी भी क्यों मुझे फलता नहीं हे ?

&&&&&&&&&&&&&&&&&&&&&&&

***"अनंत"***      

 प्यारे चिराग "अनंत" कीये पुरानी रचना तेरे लिए...


https://www.facebook.com/share/1B7BPCj5fg/

Sunday, 9 March 2025

"અનંત" મારામા બૌ ઊંડા ઉતારવા જેવુ નથી ..!




" Do i know u"

"અહ"

... અને પછી....

મને, વર્ષો પહેલાંની અકલે કે,

ભાઈબંધ અનંત મરી ગ્યો એ પહેલાની અકલે કે,

અનંત જીવતો હતો ત્યારની, 

એક ઘટના યાદ આઈ ગૈ....

આ વાત તે દિવસની છે,

વર્ષો પહેલાં જે દિવસે ભાઈબંધની કોઈ ચહીતીની એક સહેલી,પેલીને મળવા લાકડાની ડેલી ખોલી મહોલ્લામાં પ્રવેશી....

ત્યારે...

ભાઈબંધ ફળીયામાં કામ કરતો હતો.

મહોલ્લાની જુનવાણી લાકડાની ડેલીની સાંકડ ખખડતા અને, ડેલી ખુલતા ભાઈબંધનુ એ તરફ ધ્યાન ખેંચાયુ.

જોયુ તો, એક સુંદર છોકરી ડેલીમા પ્રવેશી.

ભાઈબંધ તો ડેલી સામેજ જોતો હતો પણ,પેલી સુંદર છોકરી પ્રવેશી અકલે ડેલી સાથે એની સામેય જોવાઇ ગયુ.

એમા ભાઈબંધનો તો કૈ વાંક નજ કેવાય ને...!?

( તેદિ' ખબર નૈ કેમ ખાલી ધ્યાન ખેંચાયુ નૈતર સુંદરતા તરફ તો ભાઈબંધ આખે આખો ખેંચાય જતો.) 

ભાઈબંધે જોયુ અકલે પેલીથી પણ ભાઈબંધ સામે જોવાય ગયુ.

એમા એનોય વાંક આમ તો જોકે નાજ કહેવાય.

બંનેએ સામ સામે જોયુ અકલેજ...!

બંન્ને ની નજર મળી.

અકલે ભાઈબંધ એ સુંદર છોકરી સામે ભર્યું ભર્યું ખાલી હસ્યો.

અને પછી પાછો પોતાના કામમાં પરોવાઈ ગયો.

" શું તૂ મને ઓળખે છે.?"

આવું કાં'ક એ ભણેલીએ અભણ અનંતને ઈગ્લીશમા પુછ્યું.

એને બીચારીને ખબર નૈ કે આ ભૈ પણ મારી જેમ અભણ છે.

જોકે, અમુક અંગ્રેજી શબ્દોનુ ભાઈબંધને મારી જેમ, 

ભાંગ્યુ તુટ્યુ ગુજરાતી કરતા આવડે અકલે,

પોતાના કામમાં પરોવાયેલ ભાઈબંધને ,

પેલીએ સામે આવી ઓચીંતો સવાલ કર્યો.

" શું તૂ મને ઓળખે છે.?"

અનંતે લગીરે વીચલીત થયા વીના,

ફરી પેલી સામે જોઈ, મો ખોલ્યા વીનાજ

સાવ ટુંકમાં પેલીને જવાબ આપ્યો.

"અહ,"

અકલે પેલીએ જરા ગુસ્સે થૈ ભાઈબંધને કહ્યુ.

"તો પછી મારી સામે તૂ હસ્યો શા માટે.? "

ભાઈબંધે ફરી એક ક્ષણ પેલી સામે જોઈ પછી મુછમા મલકાઈને કહ્યુ.

ગાંડી ..! આવો સાવ સાદો સવાલ ન કરાય ....

પેલીએ એકી ટસે બે ફિકર ભાઈબંધ સામે જોઈ ફરી સવાલ કર્યો.

" કેમ..!? "

હવે ભાઈબંધે પોતાનું કામ કરતાં કરતાં પેલી સામે જોયા વિનાજ કહ્યું. 

"કેમ શું..!

અને પછી ભાઈબંધ એક કદમ આગળ વધ્યો અકલેકે,

એણે પેલી સામે એક આંખ મીચકારી...

અને કહ્યું.

" એક સુંદર છોકરીને આવા સીમ્પલ સવાલનો જવાબ ખબરજ હોય."

પેલી કહે. "પણ મને નથી ખબર.. "

અકલે ભાઈબંધે કહ્યું "તો એ તારો વાંક..! મારો નૈ 

સરખો જવાબ આપ.! પેલીએ જરા કડક સ્વરે કહ્યું.

પેલી સામે જોયા વિના ભાઈબંધે હસતાં હસતાં કહ્યું. 

" અર્રે ગાંડી એ તો ક્યારનો આપી દીધો "

એમ કૈ ભાઈબંધ ફરી પોતાના કામે વળગી ગયો...

ત્યાં મહોલ્લામાં રહેતી આ સહેલીની પેલી તેની સહેલી પાસે આવી અને બોલી. 

"અલી તું શું આ ધંચક્કર પાસે શું ઊભી છે ..?"

ત્યારે પેલી સહેલીએ ફરિયાદ કરતાં કહ્યું. 

"આ જો ને શું ને શું આડું અવળું બોલે છે કંઈ સમજાતું નથી .. "

( ક્યાંક સહેલી આકર્ષાઈ જશે તો ..? મનમાં એ ભય પણ ખરો પેલીને અકલે )  

પેલી એની સહેલીનો હાથ પકડી ખેંચી જતાં અને ભાઈબંધ સામે જોઈ મો મચકોડતા કહ્યું. 

અનંતમા કૈ ડૂબવા કે તરવા જેવુ નથી... 

અનંતમા બૌ ઊંડું ઉતારવા જેવુ નથી ... 

તું ક્યાં આ અક્કલ વગરના સાથે ભેજમારી કરે છે ...

એને સીધું બોલતા આવડતુજ નથી એની વાતો જ એવી હોય છે .!    

પછી શું થયું એ મને આજ લગી ખબર નથી...

ખૈર.....

અને પછી,

મોટો બ્લાસ્ટ:-

વર્ષો પહેલા ભાઈબંધની કોઈ ચહિતી,

જે ભાઈબંધ જ્યારે પણ સુંદરતાની વાત કરે ત્યારે...

પોતાની વાત સાચી સાબિત કરવા બૌ દલીલ કરતી ...

પેલી કોઈએ કહેલી/કરેલી પાયા વગરની વાત જેમ કે,

“સુંદરતા તો,

જોનારની આંખમાં હોય છે” ( બકવાસ...)

કોઈ ભૂલથી બોલી ગ્યુ એ વાતનો મર્મ સમજ્યા વીચાર્યા વીના બસ ખુદ મોટો કે મોટી ખીલોસોફર હોય એમ એની એજ વંચાય ગયેલી વંચાય વંચાયને ચવાય ગયેલી ચવાય ચવાય ને ગંધાય ગયેલી વાત દોહરાવ્યે રાખે છે લોકો ને લોકી. 

બાકી એ સત્ય નથીજ..!

જેને આંખે આછુ કે ઓછુ દેખાતુ હોય,

એ પણ સુંદરતાને સ્પષ્ટ જોઈ શકતા હોય છે..! 

ખૈર....

પણ આ અક્કલ વગરની પણ ભાઈબંધ ને વાતે વાતે કહેતી કે, સાચી સુંદરતા ભીતર હોય છે..!

અને જાણે બાહ્ય સુંદરતાનું કોઈ મહત્વજ ના હોય એમ,પોતાની વાત ખરી કરવા જ્યારે ત્યારે એકજ વાત કહેતી રહેતી કે, 

ખરી સુંદરતા ભીતરની હોય છે ..!

ત્યારે ભાઈબંધ ગુસ્સે થઈને કહેતો.

અક્કલ વગરની હું ભીતરની સુંદરતાનું મહત્વ જર્રાય ઓછું નથી સમજતો ...

અને માત્ર બાહ્ય સુંદરતાથી આકર્ષાઈ પ્રેમમાં પડ્યા પછી ,આજીવન ખીલે બંધાયેલા....

અને પછી સંપૂર્ણ ખીલવાની બદલે અધવચ્ચે મુરજાઈ જતાં,કઈ કેટલાય જીવનને ભીતરથી રફેદફે થતાં મે જોયા છે...!

અગર તું કહે છે એમ જો બાહ્ય સુંદરતાનું કોઈ મૂલ્ય કે મહત્વ ના હોતે તો,

આ તમારા શૃંગારો એટલે કે બનાવટી લાલી લપેડા પાવડર જેવા મેઇકઅપ બનાવતી...

અને ખર્વો ખર્વો રૂપિયા કમાતી ફેકટરીઓ અસ્તિત્વમાં ના આવી હોતે..!

અને, લોકો બગીચાની જેમ ઉકરડામાં પણ ટહેલવા જતાં હોત અને,ઉકેડામાં પણ બાંકડા ગોઠવીને હવા ખાવા બેસતા હોતે.

મગર એવું તો ક્યારેય હરગિઝ થતું નથી.! 

ઉકરડામાં તો કોઈ હવા ખાવા જતું નથી..!

ગંદકીની આસપાસ માત્ર માખી બણબણે 

ભમરા નહીં સમજી ...

અને હું એ માખો નથી ..!

અનંત એક સામટું બોલી ગયો.. 

અને પછી, ઊંડા સ્વાસ લઈ બોલ્યો, 

મારી કે તારી સુંદરતા "અનંત" ઈશ્વરને આભારી છે..!

આવું બધુ પેલીને ભાઈબંધે કહ્યા પછી...

પેલી શું બોલી ..? 

કશું બોલી..?

કે, કશુંજ બોલી નહીં ..?

પેલીએ અનંત સત્ય સ્વીકાર્યું કે નહીં..?

એવી બધી મને ખબર નથી ...

પણ પછી, વર્ષો પહેલા...

ભાઈબંધે પોતાનેજ ઘઘલાવીને સમજાવતા લખેલું કે,

ખુદની સુંદરતા પર કદિ‘ લગીરે ઘમંડ ના કરજે "અનંત" યાદ રાખજે કે, ઈશ્વર કૃપાથી મળ્યો છે તને નવાબી ચહેરો..!

“અનંત”

ખાસ નોંધ :- આ ચિત્ર પણ કો'કે દોરેલું છે ..! 

અને મે હંમેશાની માફક આ ચિત્ર ચોરેલું છે..!

અનંતની માફક મને કોઈનું ચિત ચોરતા નથ આવડતું અકલે, હું માત્ર ચિત્ર ચોરું છું ..!

તું ચાહે તો મને ચિત્ર ચોર કહી શકે છે ..!

ઘરની ધોરાજી અકલે કે, 

અકલલ વગરની મારી સવિતા...

સોર્રીઈ ઇ ઇ ઇ કવિતા ...

આ તારા સુંદર ચહેરા પર જે હળવું સ્મિત છે ..! 

આમ તો જો કે એમાંજ ચોંટેલું મારુ ચિત છે ..!

પણ તોયે કોઈનું ચિત હું ના ચોરું, 

એમ વિચારીને કે પછી,

સજા કોઈને પણ ભારી પડે એ કરતાં તો

હું ચિત ના ચોરું એમાજ તારું મારૂ હિત છે..!

ભાઈબંધની હોય તો વાત નોખી છે ...!

મારી રચનામાં હું મારુ નામ નૈ લખું ..!

ગાંડી નામમાં શું બળ્યું છે..!?

જો કે ઘણું બધુ નામ માંજ પડ્યું છે.! 

એવુ માર્રો ભાઈબંધ અનંત કહેતો હતો. 

તું કામથી અકલે કે પ્રેમથી મતલબ રાખ ને ..!

લાસ્ટ બ્લાસ્ટ ફોર ભાઈબંધ :-

ભાઈબંધ દ્રઢતા પૂર્વક કાયમ કહેતો કે,

દેખાતું નહીં હોય તો છુપાયેલુ હશે ..!

પણ ..!

ચાહત હોય તો પણ મળવા ચાહી જેને પ્રેમથી તેને મળાતુ નથી..!

"અનંત" મળ્યુ જે હીશાબથી તે નીભાવવુ પડે છે અંતે, 

છુટી શકાતુ નથી..! 

કારણ તો હોયજ છે.! કારણ વગર આ "અનંત" બ્રહ્માડમાંકા ઇજ થાતુ નથી...!

"અનંત" અમસ્તું અમસ્તું આવું બધુ મારાથી ક્યારેય લખાતુ નથી..!

"અનંત"

અંતમાં પેલીએ એની સખીને ફરી કહ્યું 

અનંતમા કૈ ડૂબવા કે તરવા જેવુ નથી ... 

અનંતમા બૌ ઊંડું ઉતારવા જેવુ નથી ... 

આ એ બે લાઇન છે જે ભાઈબંધે એક વાર પેલીને જ્યારે તે એનામાં બૌ દિલચસ્પી લેવા લાગી હતી ત્યારે અનંતે તેને ચેતાવતા આ રીતે કહેલી ... 

"અનંત" મારામા બૌ ઊંડા ઉતારવા જેવુ નથી ..! 

સાચ્ચે કૌ છું મારામાં કૈ ડૂબવા કે તરવા જેવુ નથી...!

ચાહત હોય જો તને તો મને બસ તું દૂરથી જો.!  

"અનંત" ચાહ્યા કર બીજું કૈ કરવા જેવુ નથી..   

આ વાત પેલીએ તેની સહેલીને પોતાની રીતે સુધારીને કહેલી... 

એની સહેલી ક્યાક અનંતમાં ડૂબી ના જાય અકલે.

https://www.facebook.com/share/p/15SzeRFCVq/



Saturday, 8 March 2025

Monday, 3 March 2025

વર્ષો પહેલા ભાઈબંધ ગાતો


*બ્લાસ્ટ* 
શરીર તો આત્મા સુધી પહોંચવા નો ઝરીયો છે.! 
"અનંત" લગાવ ડુબકી ભીતર પ્રેમનો દરીયો છે.! 
"અનંત" 

https://youtu.be/v13cUeX6_co?si=i4c4eMILD8v5U6-B


https://youtu.be/xKNZ-DBNPaQ?si=aBEpdU27IdLHn0K3




 https://youtu.be/YHyinOFAcnk?si=FvzL70C76m9x76PD


https://youtu.be/ngch5NKgPh8?si=YhTak0ukEjxna5be

https://youtu.be/v6tVPg3PoTw?si=0aKQxJXIcSlVP2Uc
https://youtu.be/U6zOPOhx_Zk?si=d4wtraklH8LUn0UV

https://youtu.be/HM3hkZBj5A8?si=9MRvQUmTne3CMGqu